Thursday, Jul 17, 2025

પશ્ચિમ બંગાળ ટ્રેન અકસ્માતમાં ૮ લોકોના મોત, બાઈક પર બેસીને પહોંચ્યા રેલવે મંત્રી

2 Min Read

પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 8થી વધુ લોકોના મોત અને ૫૦થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આજે સવારે એક ગુડ્સ ટ્રેને સિયાલદાહ જઈ રહેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. બીજીતરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બાઈક પર બેસી ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ દરમિયાન તેમણે રાહત કાર્યની સમીક્ષા કરી રહ્યા છે.

વાસ્તવમાં ઘટનાસ્થળે પહોંચવાનો રસ્તો કાચો હોવાથી ત્યાં વાહનો પહોંચી શકતા નથી. આ ઉપરાંત ગાડીમાં જવામાં પણ ઘણો સમય લાગે છે, તેથી રેલવે મંત્રીએ તુરંત બાઈકનો સહારો લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા છે. દાર્જિલિંગ જિલ્લાના રંગાપાની સ્ટેશન પર પહોંચેલા રેલવે મંત્રીએ રાહત કાર્યની સમીક્ષા કરી રહ્યા છે. તેઓ ઘટના અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા છે.

નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ આ ઘટના પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેમને ન્યૂ જલપાઈગુડીના રંગપાનીમાં થયેલા અકસ્માતની માહિતી મળી છે. નિવેદન અનુસાર, એક માલગાડી સિયાલદહ જતી DN કાંચનજંગા એક્સપ્રેસ સાથે પાછળથી ટકરાઈ હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર ટ્વીટ કર્યું અને લખ્યું, NFR ઝોનમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. રેલવે, NDRF અને SDRF સાથે મળીને કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચો :-

Share This Article