ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં હાર્ટએટેકના કારણે ૬ લોકોના મોત

Share this story

ગુજરાતમાં હાર્ટએટેકના બનાવો સતત વધી રહ્યા છે. આ બધાની વચ્ચે શિયાળાની સિઝનમાં જ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં હાર્ટએટેકના કારણે ૬ લોકોના મોત થયા છે. વિગતો મુજબ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટમાં ૩ લોકો, સુરતમાં ૨ લોકો અને વડોદરાના એક વ્યક્તિ મળી કુલ ૬ લોકોના મોત થયા છે. આ તરફ હાર્ટ એટેકની ઘટનામાં 6 લોકોના મોત બાદ મૃતકોના પરિજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

સુરતના પીપલોદ ખાતે આવેલા પ્રગતિનગરમાં રહેતા ગોવાભાઇ ભૂરાભાઇ રબારી (ઉં.વ. ૪૦) સાંજે પાંચેક વાગ્યાના અરસામાં બાઈક લઈને ઉમરાગામ તિલક સર્કલ પાસેથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં સાઈડ પર ઊભા રહી ગયા હતા. દરમિયાન તેઓ અચાનક ઢળી પડયા હતા. હોસ્પિટલ ખસેડાયા જ્યાં મૃત જાહેર કરાયા હતા. બીજા બનાવમાં નવસારીમાં ઘેલખડીની માધવપાર્કમાં રહેતા ૨૮ વર્ષીય દિવ્યાંગકુમાર ગણપતભાઇ ટંડેલ સુરત સચિન જી.આઇ.ડી.સી.માં ખાનગી કંપનીમાં નોકરી કરી દરમિયાન સાંજના સમયે અચાનક ગભરામણ થતા સાથી કર્મચારી દ્વારા નજીકની હોસ્પિટલમાં લઇ જતી વેળા જ હોસ્પિટલના ગેટ પાસે દિવ્યાંગકુમાર ઢળી પડયો હતો.

હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરાયા હતા. વડોદરાના કારેલીબાગ વિસ્તારની કુનિકા સોસાયટીમાં રહેતા નિવૃત્ત બેન્ક કર્મી ૭૦ વર્ષીય જતીનભાઈ શાહ પાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલ ખાતે રાબેતા મુજબ સવારે સ્વિમિંગ કરવા આવ્યા હતા. સ્વિમિંગ કર્યા બાદ રેસ્ટ રૂમમાં જઈને તેઓ શાવર લઈ રહ્યાં હતા ત્યારે એકાએક જતીનભાઈ જમીન પર ઢળી પડયાં હતા. જેથી ત્યાં હાજર વ્યક્તિઓએ જતીનભાઈને સીપીઆર આપ્યું હતું. પરંતુ કોઈ રિસ્પોન્સ જણાતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. જેથી ત્યાં હાજર વ્યક્તિઓએ જતીનભાઈને CPR આપ્યું હતું. પરંતુ કોઈ રિસ્પોન્સ જણાતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.