યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. અંબાજીથી દાંતા વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોનાં મોત અને 54 લોકો ઇજાગ્રસ્ત થયાં છે. 54 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે. અસ્માતની જાણ થતાં જ કલેક્ટર, SP, Dy.SP, PI સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.
આ અકસ્માત અંગે બસમાં સવાર એક મુસફરે જણાવ્યું હતું કે, અમે લોકોએ ના પાડી હતી છતાં ડ્રાઈવર રીલ બનાવતો હતો. ડ્રાઈવરે 4 બમ્પ કુદાવી દીધા હતા બાદમાં બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ ડ્રાઈવર ત્યાં હતો જ નહીં, તે ફરાર થઈ ગયો હતો.
અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર 54 લોકોને ઇજા પહોંચી છે. પાલનપુર, દાતા, અંબાજી સહિતની એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી છે. અંબાજીથી દાંતા તરફ આવતી બસને અકસ્માત નડ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ ગામના માઇભક્તો દર્શન કરીને પરત જતા અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્યારે મુસાફરોએ જણાવ્યું હતું કે, ડ્રાઇવરે નશો કર્યો હતો અને બેદરકારીથી બસ હંકારતો હતો. વળાંકમાં ડ્રાઈવર કટ મારતો હતો અને અકસ્માત થયો બસમાં સવાર કઠલાલ ગામના જીતુભાઈએ જણાવ્યું હતું કે, અમે અંબાજીથી સવારે આવી રહ્યા હતા ને અકસ્માત થયો હતો. વળાંકમાં ડ્રાઈવર કટ મારતો હતો અને અકસ્માત થયો, આમાં ડ્રાઈવરનો જ વાંક હતો. અમે 50થી 52 લોકો સવાર હતા.
અંબાજી PI આર.બી. ગોહિલે દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, ખેડા-નડિયાદના દર્શનાર્થીઓ ગઈકાલે અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા અને આજે સવારે બસમાં બેસી પરત જઈ રહ્યા હતા. ત્યારે ત્રિશૂલિયો ઘાટ ઊતરતા હનુમાન મંદિર પાસે બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દેતા બસ રોડથી નીચે ઉતારી પલટી ખાઇ ગઇ હતી. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. સ્થાનિકોએ 108 અને પ્રાઈવેટ વાહનોમાં ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.
આ પણ વાંચો :-