Thursday, Oct 23, 2025

08 ઓકટોબર 2022, આજનું રાશિફળ : માં લક્ષ્મી આ રાશિના જાતકો પર થશે મહેરબાન, કરશે ધનનો વરસાદ

3 Min Read
08 October 2022, Today’s Horoscope

મેષઃ
આવક જળવાય. પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ રહે. નવી શક્તિનો સંચાર થતો અનુભવી શકાય. સંતાન અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. મિત્રવર્તુળમાં વધારો થાય. બપોર બાદ આવક ઘટતી જણાય.

વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય. સંતાનની પ્રગતિથી આનંદ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય.

મિથુનઃ
ભાગ્યનો સુંદર સાથ મળતા તમામ ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધારેલી આવક મેળવવામાં સરળતા રહે. વ્યવસાયીક ક્ષેત્રે આનંદ-સફળતા જળવાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વર્તાય. આરોગ્ય જળવાય.

કર્કઃ
બપોર સુધી આવક અંગે અસંતોષ રહે. માતાની તબિયતની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો વર્તાય. સ્વાસ્થ્ય સારું રહે. મિત્રોથી લાભ.

સિંહઃ
અગત્યના કાર્યો બપોર સુધી નીપટાવી દેવા. બપોર બાદ માનસિક અશાંત‌િ વધતી જણાય. નકારાત્મક વિચારો વધે. શરદી-ખાંસી રહેતા જણાય. આવકનું પ્રમાણ ઘટે તથા ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો ટાળવા.

કન્યાઃ
વિદેશ સંબંધી બાબતોથી લાભ મળતો જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ, ઉત્સાહ, પ્રેમનો અનુભવ થાય. માનસિક આનંદ બરકરાર રહે. હાંડકાના દુઃખાવાથી સાવધાની જરૂરી. ગુસ્સા ઉપર કાબુ રાખવો જરૂરી.

તુલાઃ
સ્વભાવમાં લાગણીશીલતા વધતી જણાય. વિદેશથી શુભ સમાચાર મળવાની શક્યતા. એક્ષપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં લાભ. આદ્યાત્મ ક્ષેત્રે રૂચિ વધતી જણાય. ખોટા ખર્ચ ટાળવા. પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ
અટકેલા કાર્યો પૂર્ણ થતા જણાય. વાહન જમીન અંગે શુભ દિવસ. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વેપારમાં નવા સાહસો આકાર લેતા જણાય. માતૃ-પિતૃ સુખમાં વધારો. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય જળવાય.

ધનઃ
સામાજીક ક્ષેત્રે અગ્રેસર થવાય. સામાજીક સંસ્થામાં પદ-પ્રતિષ્‍ઠા વધતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃ પક્ષ તરફથી લાભ મળતો જણાય.

મકરઃ
આવકમાં વધારો થતો અનુભવી શકો. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સાવધાની જરૂરી. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય.

કુંભઃ
માનસિક ચંચળતા અનુભવાય. સામાન્ય શરદી, ખાંસી, તાવની સમસ્યા રહે. આવકનું પ્રમાણ જળવાય. નવું જાણવાના યોગ બને છે. સંતાન સુખમાં વૃદ્ધિ. નાણાંકીય વ્યવહારમાં અત્યંત સાવચેતી જરૂરી.

મીનઃ
બપોર સુધી તમામ ક્ષેત્રે પ્રતિકુળતા વર્તાય. બપોર બાદ આનંદ-ઉત્સાહમાં વધારાનો અનુભવ થાય. આવક આવતી અનુભવાય. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવતી જણાય. સાંધાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

Share This Article