Thursday, Oct 30, 2025

લવ મેરેજ કાયદામાં શું પાટીદારોના મનની મરજી ચાલશે ? માતા પિતાની સહમતી પર સરકાર તરફથી આવ્યું મોટું નિવેદન

3 Min Read
  • રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે લવ મેરેજના મુદ્દે મુખ્યમંત્રી સંવેદનશીલ છે અને તમામના અભિપ્રાય લઈને આ મુદ્દે નિર્ણય લેવો તે સરકાર નક્કી કરશે..

સમાજની દીકરીઓને ભોળવી જતા તત્વો પર અંકુશ લાવવા માટે પાટીદાર સમાજે લવ મેરેજમાં માતાપિતાની સંમતિ મુદ્દે કાયદો લાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે. ત્યારે હવે આ મુદ્દે સરકારમાં મોટી હલચલ થઈ છે. પાટીદાર સમાજે અગાઉ કાયદો લાવવાની વાત કરી હતી. ત્યારે આ મુદ્દે સરકારે કહ્યું કે લવ મેરેજમાં માતાપિતાની સંમતિ મુદ્દે અભિપ્રાયો મંગાવાશે.

તાજેતરમાં ગુજરાતમાં લવ મેરેજનો મુદ્દો ઉઠ્યો છે. જેમાં પ્રેમ લગ્નમાં કાયદો લાવવાની વાત ઉઠી છે. માતાપિતા કે વાલીની સહમતી પ્રેમ લગ્નમાં જરૂરી છે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે લવ મેરેજના મુદ્દે મુખ્યમંત્રી સંવેદનશીલ છે અને તમામના અભિપ્રાય લઈને આ મુદ્દે નિર્ણય લેવો તે સરકાર નક્કી કરશે.

પ્રવક્તા મંત્રીએ એમ પણ કહ્યું કે સમાજે જે લવ મેરેજ અંગે જે લાગણી વ્યક્ત કરી હતી તે બાબતે મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું કે, સંવિધાન અને સાથે સાથે આમાં શું ફેરફાર થઈ શકે તે વાત કરી હતી. સમાજની લાગણી સાથે કેવી રીતે તાલમેલ મેળવી શકાય. તેઓએ આ પણ સ્પષ્ટતા કરી કે હજુ કોઈ કાયદો બનાવાયો નથી કે ન તો કોઈ પ્રક્રિયા કરવામાં આવી છે. પરંતુ આ બાબતે સરકાર અને મુખ્યમંત્રી સંવેદનશીલ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહેસાણામાં પાટીદાર સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું હતું. પાટીદાર સમાજનો ગઢ ગણાતા એવા મહેસાણા જિલ્લામાં આજે પાટીદાર સમાજનું સૌથી મોટું સંમેલન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમાજના તમામ મોટા આગેવાનો એક મંચ પર એકઠા થયા હતા.

આ પ્રસંગે લવ મેરેજ એટલે કે પ્રેમ લગ્ન સંબંધિત નવી શરત ઉમેરવાનો મુદ્દો પાટીદાર સમાજ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. લવ મેરેજમાં માતા-પિતાની મંજૂરી જરૂરી હોવી જોઈએ તેવી માંગ પાટીદાર સમાજ થકી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે લવ મેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય લેવામાં આવશે.

સરદાર પટેલ ગ્રૂપ (SPG)એ અગાઉ પણ પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરીની માંગ ઉઠાવી હતી પરંતુ હવે સમાજના એક મોટા કાર્યક્રમમાં પ્રેમ લગ્ન અંગે નવો કાયદો લાવવાની માંગ ઉઠાવી છે.

આ પણ વાંચો :-

 

 

Share This Article