Wednesday, Oct 29, 2025

મ્યૂચુઅલ ફંડમાંથી કરોડપતિ બનવા માટે ઓછામાં ઓછું કેટલું રોકાણ જરૂરી છે ? 

3 Min Read

What is the minimum investment

  • કરોડપતિ બનવાનું દરેકનું સપનું હોય છે. આ સપનાને પૂરુ કરવા માટે તમારે કોઈ વધુ રિટર્ન આપનારી મ્યૂચુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરવું પડશે. અહીં અમે તમને આવી કેટલીક સ્કીમ્સ જણાવી રહ્યાં છીએ.

જો તમે મ્યૂચુઅલ ફંડ (Mutual fund) સ્કીમ્સમાં રોકાણ દ્વારા કરોડપતિ બનવાનું સપનું જોઈ રહ્યાં છો તો આજે તમને જણાવશું કે આ ખરેખર સંભવ છે. પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે. તમારે મ્યૂચુઅલ ફંડમાં પૈસા લગાવ્યા બાદ ધૈર્યની સાથે રાહ જોવી પડશે. હવે તમારા મનમાં સવાલ જરૂર ઉઠશે કે કરોડપતિ બનવા માટે તમારે મ્યૂચુઅલ ફંડમાં કેટલું રોકાણ કરવું પડશે? આ સવાલનો જવાબ તમને આપવા જઈ રહ્યાં છીએ.

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે કરોડો રૂપિયા હોય. પરંતુ મોટાભાગના લોકો એ નથી સમજતા કે કરોડપતિ બનવા માટે મ્યૂયુઅલ ફંડમાં કેટલા પૈસા અને કેટલા સમય માટે રોકાણ કરવું જોઈએ? જો તમને પણ આવી જ મૂંઝવણ હોય તો ચાલો સમજીએ.

એક સાથે લગાવવા પડશે પૈસા :

જો કોઈ 20 વર્ષની ઉંમરમાં એક લાખ રૂપિયાનું રોકાણ મ્યૂચુઅલ ફંડ સ્કીમમાં કરે છે તો તે તેને કરોડપતિ બનાવી શકે છે. જો 20 વર્ષની ઉમરમાં રોકાણ કરવામાં આવેલા 1 લાખ રૂપિયા પર 12 ટકા રિટર્ન મળે છે તો તે 60 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની જશે. તમને જણાવી દઈએ કે મ્યૂચુઅલ ફંડ સ્કીમ 12 ટકાનું રિટર્ન આરામથી આપી શકે છે. માર્કેટમાં એવા ઘણી મ્યૂચુઅલ ફંડ સ્કીમ્સ ઉપલબ્ધ છે જે 12 ટકાથી વધુનું રિટર્ન આપે છે.

મંથલી કરવું પડશે રોકાણ :

જો તમે એક સાથે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવાની જગ્યાએ દર મહિને રોકાણ કરવા ઈચ્છો છો તો તમે 60 વર્ષની ઉંમર સુધી સતત 750 રૂપિયાનું રોકાણ કરી કરોડપતિ બની શકો છો. જો મ્યૂચુઅલ ફંડ પર 10 ટકા રિટર્ન મળે તો 60 વર્ષની ઉંમરમાં આશરે 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. જો 1 લાખ રૂપિયાના રોકાણ પર 8 ટકાનું રિટર્ન મળે તો તે 60 વર્ષની ઉમરમાં કરોડપતિ બનવા માટે તમારે દર મહિને 2200 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

સૌથી વધુ રિટર્ન આપનાર મ્યૂચુઅલ ફંડ સ્કીમ્સ :

દેશની ટોપ મ્યૂચુઅલ ફંડ સ્કીમ ક્વાંટ સ્મોલ કેપ મ્યૂચુઅલ ફંડ સ્કીમ છે. જે છેલ્લા પાંચ વર્ષથી સતત 24.08 ટકાનું રિટર્ન આપી રહી છે. આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ ટેક્નોલોજી મ્યૂચુઅલ ફંડ સ્કીમ છેલ્લા પાંચ વર્ષથી સતત 21.14 ટકાનું રિટર્ન આપી રહી છે.

આ રીતે એસબીઆઈ ટેક્નોલોજી ઓપર્ચ્યુનિટીઝ મ્યૂચુઅલ ફંડ છેલ્લા પાંચ વર્ષથી સતત 20.85 ટકાનું રિટર્ન આપી રહી છે. તો આદિત્ય બિરલા સન લાઈફ ડિજિટલ ઈન્ડિયા મ્યૂચુઅલ ફંડ સ્કીમ પણ પાંચ વર્ષથી સતત 20.67 ટકાનું રિટર્ન આપી રહી છે. આ રીતે કોઈ સ્કિમ તમે રોકાણ માટે પસંદ કરી શકો છો.

આ પણ વાંચો :-

 

Share This Article