Wednesday, Oct 29, 2025

એવું તે શું થયું વિરાટ-ગંભીર મેદાન પર ઝઘડી પડયાં, આ અફઘાન ખેલાડી કોણ ?

3 Min Read

What happened Virat-Gambir

  • Virat Kohli vs Gautam Gambhir IPL 2023 clash : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાન પર થયેલી લડાઈમાં અફઘાની પ્લેયર નવીન ઉલ હકનું પણ નામ સામે આવ્યું છે. નવીન લખનઉની ટીમ તરફથી રમે છે. જાણો સમગ્ર કહાની

લખનઉના (Lucknow) ઈકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે જે મેચ રમાઈ ત્યારબાદ સ્ટિડેયમમાં જ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે જે થયું તેણે ફરીથી દેખાડી દીધુ કે આ બંને ખેલાડીઓ વચ્ચે સ્થિતિ નોર્મલ નથી. બંને ખેલાડીઓ સેરઆમ એકબીજા સાથે બાખડી બેઠા. ત્યારબાદ બંનેની 100 ટકા મેચ ફી પણ કપાઈ ગઈ.

આ સમગ્ર વિવાદ એક મેના રોજ લખનઉ અને બેંગ્લુરુ વચ્ચે રમાયેલી મેચ બાદ શરૂ થયો. આ મેચ આરસીબીએ જીતી લીધી. લખનઉની ટીમ આટલી લો સ્કોરિંગ મેચ અને તે પણ ઘર આંગણે હારી ગઈ. મેચ જીતવા માટે આરસીબીએ લખનઉને 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં કેએલ રાહુલના નેતૃત્વવાળી ટીમ 108 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

વાત જાણે એમ છે કે મેચ બાદ તમામ ખેલાડીઓ પરસસ્પર મળી રહ્યા હતા. ત્યારબાદ આરસીબીના વિરાટ કોહલી, લખનઉના મેન્ટર ગૌતમ ગંભીર, લખનઉના ખેલાડી નવીન ઉલ હક પરસ્પર લડતા જોવા મળ્યા. ગૌતમ ગંભીર લખનઉ સુપર જાયન્ટસ ટીમના મેન્ટર છે.

આખરે આ સમગ્ર વિવાદમાં શું થયું… જાણો મેચ બાદ થયેલા દંગલની કહાની !

આ વિવાદ મામલે આઈપીએલ તરફથી પણ મોટી કાર્યવાહી થઈ છે. આઈપીએલએ એક પ્રેસ રિલીઝ પર બહાર પાડી છે અને વિરાટ તથા ગૌતમ ગંભીર બંને આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટ 2.21ના લેવલ 2 ના દોષિત ઠર્યા છે. બંનેએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. બંનેની 100 ટકા મેચ ફી કપાઈ ગઈ છે. બીજી બાજુ લખનઉ સુપર જાયન્ટસના નવીન ઉલ હકની પણ 50 ટકા મેચ ફી કપાઈ છે. નવીન ઉલ હક આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટ 2.21ના લેવલ 1નો દોષિત ઠર્યો છે.

કયા કારણે શરૂ થયો વિવાદ?

વાત જાણે એમ છે કે ઈકાના સ્ટેડિયમના અનેક વાયરલ ફોટા સામે આવી રહ્યા છે. આ ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે વિરાટ કોહલી ફિલ્ડિંગ દરમિયાન ખુબ જોશમાં જોવા મળી રહ્યો હતો. જેવા લખનઉની ટીમના ક્રુણાલ પંડ્યા આઉટ થયો, તેણે દર્શકો તરફ ઈશારો કર્યો જે કદાચ ગૌતમ ગંભીર તરફ હોય તેવું જણાયું. ગોતમ ગંભીરે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચ બાદ દર્શકો તરફ શાંત રહેવાનો આંગળીથી ઈશારો કર્યો હતો. જ્યારે કોહલીએ લખનઉના મેદાનમાં દર્શકોને આરસીબીનો જોશ વધારવા માટે હાથથી ઈશારો કર્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article