Wednesday, Oct 29, 2025

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, દાંડિયા-રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત

1 Min Read

Wedding happiness

  • ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ અચાનક વધ્યું છે. તેમાં પણ યુવાનોમાં અચાનક એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

ત્યારે રાજકોટમાં (Rajkot) હવે વધુ એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકને છાતીમાં દુઃખાવો ઉપડયો અને બાદમાં હાર્ટ એટેકથી (Heart attack) તેનું મોત નિપજ્યું હતું. ત્યારે લગ્ન પ્રસંગ દરમિયાન જ આ પ્રકારનો બનાવ બનતા પરિજનો અને સંબંધીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે.

લગ્નમાં ગરબે ઝૂમ્યા બાદ યુવકને આવ્યો હાર્ટ એટેક :

વિગતો મુજબ રાજકોટમાં અમિત ચૌહાણ નામનો યુવક પિતરાઈ ભાઈના ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગ્નાના આગલા દિવસે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અમિત ચૌહાણ દાંડિયા રાસ રમ્યા બાદ ઘરે આવ્યો અને અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડયો અને બેભાન થઈને ઢળી પડયો હતો. આથી પરિજનોને તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈને પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક યુવકના મોતથી પરિજનો આઘાતમાં મૂકાયા છે.

આ પણ વાંચો :-

Share This Article