ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસાની આગ એટલી ભડકી છે કે, ત્યાંના વડાપ્રધાનને રાજીનામું આપી દેશમાંથી પલાયન કરવુ પડ્યું. આ હિંસક વિરોધ પ્રદર્શનમાં 100થી વધુ લોકોના મોત થયા છે. મોટી સંખ્યામાં વિરોધીઓએ ઢાકા પેલેસમાં પ્રવેશી બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનની પ્રતિમાની તોડફોડ કરી હતી. દેશમાં તણાવ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને ટૂંક સમયમાં વચગાળાની સરકાર બનાવવાની વાત કરી હતી.
હિંસાગ્રસ્ત બાંગ્લાદેશ સાથે ભારત મોટાપાયે વેપાર કરે છે. બંને દેશો વચ્ચે ઘણી આવશ્યક ચીજોની આયાત-નિકાસ થાય છે. આ હિંસાના કારણે ભારત સાથેના વેપાર પર અસર થવાની સંભાવના વધી છે. ચાલો જાણીએ કે બાંગ્લાદેશથી ભારતમાં શું આવે છે અને અહીંથી શું મોકલવામાં આવે છે.
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસાને કારણે ભારત સાથેના વેપાર પર પણ અસર પડી છે. એક રિપોર્ટ અનુસાર, દરરોજ રૂ. 150 કરોડથી વધુના બિઝનેસ પર અસર થઈ રહી છે. બંને દેશો વચ્ચે પેટ્રાપોલ અને બેનેપોલ બોર્ડર દ્વારા આશરે રૂ. 30,000 કરોડનો વાર્ષિક વેપાર થાય છે, જે છેલ્લા ઘણાં દિવસોથી બંધ છે.
ભારતથી બાંગ્લાદેશ નિકાસ થતી ચીજ-વસ્તુઓ (2022-23)
- કોટન યાર્ન ($1.02 અબજ)
- પેટ્રોલિયમ ઉત્પાદનો ($816 મિલિયન)
- અનાજ ($556 મિલિયન)
- કોટન ટેક્સટાઇલ અને અન્ય ફેસિંગ (US$541 મિલિયન)
- કાર્બનિક અને અકાર્બનિક કેમિકલ્સ ($430 મિલિયન)
બાંગ્લાદેશથી ભારતમાં થતી આયાત (નાણાકીય વર્ષ 2023)
- RMG કોટન ($510 મિલિયન)
- કોટન ફેબ્રિક્સ, મેડ-અપ ($153 મિલિયન)
- RMG માનવસર્જિત ફાઇબર ($142 મિલિયન)
- મસાલા ($125 મિલિયન)
- જ્યુટ ($103 મિલિયન)
આ પણ વાંચો :-