મોડલ દિવ્યા પાહુજા મર્ડર કેસમાં હોટલ માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ

Share this story

ગુરુગ્રામના બહુચર્ચિત સનસનીખેજ દિવ્યા પાહુજા હત્યાકાંડમાં પોલીસ એક્શનમાં આવી છે. ગેંગસ્ટર સંદીપ ગડોલીના મર્ડર કેસના આરોપીઓમાંથી એક ૨૭ વર્ષીય મોડલ દિવ્યા પહુજાની મંગળવારે મોડી રાત્રે એક હોટલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.  આ મામલે પોલીસે ૩ લોકોની  ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચે આરોપી અભિજીત, પ્રકાશ અને ઈંદ્રાજની ધરપકડ કરી મામલાની તપાસ શરૂ કરી છે. અભિજીત હોટલનો માલિક છે અને તેન પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રકાશ અને ઈંદ્રાજ હોટલમાં કામ કરતા હતા. તેમણે લાશ ઠેકાણે પાડવામાં મદદ કરી હતી.

ગુરુગ્રામ પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક દિવ્યા પાહુજા ગુરુગ્રામના બલદેવ નગરની રહેવાસી હતી. મોડલ દિવ્યા પાહુજા માર્યા ગયેલા ગેંગસ્ટર સંદીપ ગડોલીની કથિત ગર્લફ્રેન્ડ હતી. ફેબ્રુઆરી ૨૦૧૬માં મુંબઈની એક હોટલમાં ગડોલીનો સામનો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, દિવ્યા પાહુજાની હત્યા ગુરુગ્રામના બસ સ્ટેન્ડ પાસે સ્થિત સિટી હોટલમાં ગઈકાલે રાત્રે થઈ હતી. પોલીસે આ કેસની તપાસ કરી ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. ગુરુગ્રામ DCP પશ્ચિમ ભૂપેન્દ્ર સિંહ સાંગવાને કહ્યું કે અમે મૃતક દિવ્યા પાહુજાની હત્યામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીએ જણાવ્યું કે, ૨ જાન્યુઆરીએ અભિજીત સિંહ દિવ્યા સાથે ગુરુગ્રામની હોટેલ સિટી પોઈન્ટ પર આવ્યો હતો. ત્યાં તેણે તેણીને તેના ફોટા ડિલીટ કરવાનું કહેવાનું શરૂ કર્યું. જ્યારે તેણે તેના મોબાઈલનો પાસવર્ડ માંગ્યો તો તેણે તે પણ આપવાની ના પાડી દીધી. આનાથી આરોપી ખૂબ ગુસ્સે થયો હતો. આ પછી તેણે ગુસ્સામાં આવીને દિવ્યાને ગોળી મારી દીધી હતી. હત્યા બાદ હોટલના બે કર્મચારીઓ હેમરાજ અને ઓમ પ્રકાશ સાથે તેની BMW કારમાં તેની લાશ રાખવામાં આવી હતી. આ પછી, તેણે તેના અન્ય બે સાથીઓને બોલાવ્યા અને લાશના નિકાલ માટે તેમની કાર આપી. હાલ પોલીસ આ બંનેને શોધી રહી છે.

આ પણ વાંચો :-