Saturday, Sep 13, 2025

ફરી તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું જોખમ ? અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ

2 Min Read
  • Heavy Rain Forecast : ચોમાસાએ ફરી એકવાર જોરદાર પલટી મારી છે અને દેશમાં ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.

દિલ્હી-એનસીઆર સહિત દેશમાં ફરીથી સક્રિય થયેલા ચોમાસાએ છેલ્લા ૩ દિવસથી વાતાવરણમાં ખુશનુમા પલટો કરી દીધો છે. શનિવાર અને રવિવારે ઉત્તર ભારતમાં સતત વાદળ છવાયેલા રહ્યા અને અટકી અટકીને વરસાદ પડતો રહ્યો. હવે હવામાન ખાતાએ આજે એટલે કે સોમવાર માટે તાજા અપડેટ જાહેર કરી છે. જો તમે આજે ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ કરતા હોવ તો પહેલા આ અપડેટ ખાસ જાણી લો.

ક્યાં છે વરસાદની આગાહી :

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. IMD મુજબ મોનસુન ટ્રફ હાલ પોતાની સામાન્ય સ્થિતિના દક્ષિણમાં બનેલું છે. હાલ ચોમાસું પવન જેસલમેર, કોટા, સીધી, જમશેદપુર, દીઘા અને પછી પૂર્વ-દક્ષિણ પૂર્વ તરફથી બંગાળની પૂર્વોત્તર ખાડીમાંથી પસાર થઈ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી ૩-૪ દિવસમાં સમગ્ર પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ૧૨ સપ્ટેમ્બરની આજુબાજુ ઉત્તર-પશ્ચિમ અને તેની નજીક પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર એક તાજુ ચક્રવાતી પરિસંચરણ બનવાની સંભાવના છે. જેના કારણે ભારે વરસાદ પડી શકે છે. હવામાનની આ સક્રિયતાથી ઓડિશા અને છત્તીસગઢમાં વરસાદની ગતિવિધિઓ વધવાની વકી છે. આ સાથે જ આગામી દિવસોમાં કેરળ, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, અને તેલંગણામાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :-

Share This Article