કર્ણાટકના દાવણગેરેના નયામતીમાં આવેલી SBI શાખાને ચોરોએ નિશાન બનાવી હતી. મળતી માહિતી મુજબ, ચોરો લોકરમાંથી લગભગ 13 કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈ ગયા હતા. આ ઘટના ગયા શનિવાર અને રવિવારે બની હોવાનું કહેવાય છે. બેંકમાં 3 લોકર હતા. ચોર સીસીટીવી અને હાર્ડ ડિસ્ક પણ પોતાની સાથે લઈ ગયા હતા. ચોર બારીમાંથી બેંકમાં પ્રવેશ્યા હતા.
પ્રાપ્ત માહિતી તપાસ ટીમે જણાવ્યું હતું કે બેંકનું અલાર્મ પહેલેથી જ ખરાબ હતું. આ કારણે તે વાગ્યો નહોતો. ચોર પ્રોફેશનલ ગુનેગાર હતા. ચોરોએ ગેસ કટરનો ઉપયોગ કરી લોકર તોડીને તેમાંથી રૂ. 12.95 કરોડની કિંમતનાં સોનાનાં ઘરેણાં ચોર્યાં હતાં. ચોરોએ સ્નિફર ડોગને ભ્રમિત કરવા માટે મરચાંનો પાઉડર બેંકમાં ફેંક્યો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. FIRમાં જણાવ્યા મુજબ ચોરોએ અન્ય બે લોકર તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યા હતા. બંને લોકરમાં મળી 30 લાખ કેશ અને સોનાનાં આભૂષણ હતાં.
પોલીસે જણાવ્યું હતું કે સોનાનાં આભૂષણો ઉપરાંત ચોરોએ બેંકમાં લાગેલા CCTV કેમેરા અને DVR પણ લઈ ગયા હતા. ગયા શનિવાર-રવિવારે બેંકમાં બે દિવસની રજા હતી, ત્યારે ચોરોએ વીકએન્ડમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. બેંકમાં ચોરી કરતાં પહેલાં ચોરોએ CCTV અને સાયરનને ડિસ્કનેક્ટ કરી દીધા હતા. આ ઉપરાંત અન્ય બે લોકરોને કાપવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં આશરે 30 લાખ રૂપિયા કેશ અને સોનાનાં આભૂષણો હતાં.
આ પણ વાંચો :-