Saturday, Sep 13, 2025

અયોધ્યામાં રામ મંદિરની કર્ણાટકના આ શિલ્પકારની મૂર્તિ પસંદગી થઇ

2 Min Read

રામલલ્લા અયોધ્યા મંદિરમાં બિરાજમાન થવા માટે તૈયાર છે. હવે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ માટે મૂર્તિની પસંદગી પણ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કર્ણાટકના કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલી મૂર્તિને મંદિરમાં સ્થાન મળશે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરનો અભિષેક સમારોહ યોજાવા જઈ રહ્યો છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાંથી મૂર્તિ બનાવવા માટે ત્રણ શિલ્પકારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં અરુણ યોગીરાજનું પણ નામ હતું. અરુણે કહ્યું કે, ‘હું ખૂબ જ ખુશ છું કે હું દેશના એ ત્રણ શિલ્પકારોમાંથી એક હતો જેમને રામલલાની પ્રતિમા બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા.’ મૂર્તિકાર અરુણ યોગીરાજ કોણ છે તે જાણીએ.

અરુણ યોગીરાજ કર્ણાટકના મૈસૂરના રહેવાસી છે. તેમની પાંચ પેઢી મૂર્તિ બનાવવાનું કામ કરતી આવી છે. આથી કહી શકાય કે તેઓ પ્રખ્યાત શિલ્પકારોના પરિવારમાંથી આવે છે. અરુણની મૂર્તિઓની માંગ દેશના વિવિધ રાજ્યોમાં છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણની પ્રતિભાના વખાણ કર્યા છે. અરુણનાપિતા યોગીરાજ પણ ઉત્તમ શિલ્પકાર છે. તેમજ તેમના દાદા બસવન્ના શિલ્પીને મૈસુરના રાજાનું સંરક્ષણ પણ મળેલું હતું. અરુણ નાનપણથી જ શિલ્પકામ સાથે જોડાયેલા છે. એમબીએ કર્યા બાદ તેણે થોડો સમય ખાનગી કંપનીમાં નોકરી પણ કરી. પરંતુ તેણે ૨૦૦૮માં નોકરી છોડીને તેની સ્કલ્પચર કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article