સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરૂણોના પથ્થરમારાથી તંગદિલી સર્જાઈ હતી. રાત્રે 9 વાગ્યા બાદ 12થી 14 વર્ષના તરુણોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ 6 સગીરને પકડી પોલીસને સોંપ્યા હતા. તરૂણો સહિત તમામના પિતાને પણ સગરામપુરા પોલીસ લઈ ગઈ હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળા વિખેરવા લાઠીચાર્જ કરાયો અને 10થી વધુ ટીયરગેસ છોડાયા હતાં.
ત્યાર બાદ આ વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. તેમજ કોમ્બિગ શરૂ કરવામાં આવ્યું હતું. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સૈયદપુરા વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. તેમજ કોમ્બિગ શરૂ કરવામાં આવ્યું હતું. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યારસુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, ” સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયાના સમાચાર મળ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે, અને સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જે કોઈ પણ વ્યક્તિ શાંતિ ભંગ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. અલગ-અલગ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં મૂર્તિ પર પથ્થરમારો, બીજા ઘટનાસ્થળ પર પથ્થર મારવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અમે જલદી શાંતિ સમિતિની બેઠક યોજીશું. જેમાં આ પ્રકારની ઘટના સર્જાઇ હોવાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવશે. જે લોકોને શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને અમે છોડીશું નહી. સીસીટીવી ફૂટેજનું ચેકિંગ ચાલુ છે, જેટલા આરોપીઓ પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આખી રાત ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ધરકપકડ અને અટકાયતનો દૌર ચાલુ રહેશે.
આ પણ વાંચો :-