ભારતના સ્વપ્નિલ કુસાલેએ ઇતિહાસ રચ્યો છે. સ્વપ્નિલે શૂટિંગની મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.પ્રથમ વખત કોઇ ભારતીય શૂટરે ઓલમ્પિકમાં 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ગેમ્સમાં મેડલ જીત્યો છે. ભારતનું વર્તમાન ઓલમ્પિક રમતમાં આ ત્રીજો મેડલ છે. આ પહેલા ભારતને બે મેડલ શૂટિંગમાં જ મળ્યા છે. સ્વપ્નિલે કૂલ 451.4 પોઇન્ટ મેળવ્યા છે.
આ પહેલા મનુ ભાકર અને સરબજિત સિંહે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં પેરિસ ઓલમ્પિકમાં ભારતનું સારૂ પ્રદર્શન રહ્યું છે.
ચીનના લિયુ યુકૂન ટોપ પર રહ્યો હતો અને તેનો સ્કોર 463.6 રહ્યો હતો જ્યારે યૂક્રેનના કુલિસ સેરહી બીજા નંબર પર રહ્યો હતો.
બુધવારે 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગના ક્વોલિફિકેશન રાઉન્ડ રમાયા હતા. ભારતીય શૂટર સ્વપ્નિલ કુસલે કુલ 590ના સ્કોર સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે નીલિંગ 198, પ્રોન 197 અને સ્ટેન્ડિંગમાં 195 રન બનાવ્યા. ગુરુવારે પણ કુસલે ભારતની કરોડો અપેક્ષાઓ પર ખરી ઉતરી અને દેશ માટે મેડલ જીત્યો.
સ્વપ્નિલ કુસલે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં એક સમયે તે છઠ્ઠા સ્થાને સરકી ગયો હતો. પરંતુ દબાણ હેઠળ વિખેરાઈ જવાને બદલે મહારાષ્ટ્રના આ શૂટરે પોતાની રમત વધારી. તેણે ધીમે ધીમે ટેલીમાં વધારો કરવાનું શરૂ કર્યું. લાંબા સમય સુધી સ્વપ્નિલ પાંચમા નંબર પર અટવાયેલો જોવા મળ્યો હતો. આ પછી તે ચોથા નંબરે આવ્યો અને પછી ત્રીજા નંબરે પહોંચ્યો. તે સમયે એવું લાગતું હતું કે તે સિલ્વર કે ગોલ્ડ મેડલ જીતી શકશે, પરંતુ એવું થયું નહીં.
આ પણ વાંચો :-