ઇઝરાયલ- પેલેસ્ટાઇન યુદ્ધના કારણે સુરતનો હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં, 10 હજાર કરોડનો વેપાર થયો ઠપ

Share this story

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન યુદ્ધની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડી રહી છે. આ યુદ્ધની અસર સુરતના હીરા બજાર પર પડી હતી. ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધના કારણે સુરતમાં હીરા બજારમાં ૧૦ હજાર કરોડનો વેપાર ઠપ થયો હતો. હીરા બજારની સ્થિતિ હજુ પણ બગડે તેવી શક્યતા છે. ઈઝરાઈલ સાથે સુરત હીરા બજારમાં સીધું સંકળાયેલ છે.

સુરતના હીરા બજારમાં મંદીના કારણે શનિવાર અને રવિવારે રજા આપવામાં આવી રહી છે. દિવાળીમાં હીરા બજારની સ્થિતિ હજુ પણ બગડે તેવી શક્યતા છે. અગાઉ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સુરતના હીરા બજાર પર માઠી અસર થઇ હતી. વેપારની આયાત-નિકાસ પણ ખૂબ વધી રહી છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે વેપાર અગાઉ ૫ બિલિયન ડૉલર હતો, જે વધીને ૭.૫ બિલિયન ડૉલર થઈ ગયો છે.

ભારતથી ઇઝરાયેલમાં થતી મુખ્ય નિકાસમાં મોતી અને કિંમતી પથ્થરો, ઓટોમોટિવ ડીઝલ, રાસાયણિક અને ખનિજ ઉત્પાદનો, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનો, પ્લાસ્ટિક, ટેક્સટાઇલ અને એપેરલ ઉત્પાદનો, બેઝ મેટલ્સ અને પરિવહન સાધનો, કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલથી ભારતમાં થતી મુખ્ય નિકાસમાં મોતી અને કિંમતી પથ્થરો, રાસાયણિક અને ખનિજ/ખાતર ઉત્પાદનો, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનો, પેટ્રોલિયમ તેલ, સંરક્ષણ, મશીનરી અને પરિવહન સાધનોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-