Tuesday, Nov 11, 2025

સુરત: ગંદા પાણીમાં લીલા ઘાણા ધોતાં વ્યક્તિનો વીડિયો વાયરલ, આરોગ્ય વિભાગ સતર્ક

2 Min Read

સુરત શહેરમાં એક વીડિયો વાયરલ થયો છે, આ વીડિયો ચોકાવનારો છે કારણ કે એક વ્યક્તિ રસ્તા પર ભરાયેલા ગંદા પાણીમાં લીલા ઘાણા ધોઈ રહ્યો છે. આ પ્રકારનું બેદરકારીભર્યું અને અમાનવીય કૃત્ય લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવા સમાન છે.વાયરલ વીડિયો અંગે આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે હાલ વિડિયો અંગે જાણકારી મળી છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમમાં મૂકનારી એક અત્યંત શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શહેરના સહારા દરવાજા વિસ્તાર નજીકનો આ વીડિયો છે, જેમાં એક એક વ્યક્તિ જાહેરમાં ગટરના ગંદા પાણીનો ઉપયોગ લીલા શાકભાજી ધોવા માટે કરી રહ્યો હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે.

વાયરલ થયેલા વીડિયો મુજબ લીલા ઘાણાને વેચાણ માટે તાજા અને સ્વચ્છ બતાવવાના ઉદ્દેશથી ગટરના ગંદા અને રોગકારક પાણીમાં ધોઈ રહ્યો હતો. આ પ્રકારનું બેદરકારીભર્યું અને અમાનવીય કૃત્ય લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવા સમાન છે.

ગટરના દૂષિત પાણીમાં ધોવાયેલું શાકભાજી ખાવાથી લોકો બીમાર પડવાની શક્યતાઓ રહેલી છે. વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે. આ ચોકાવનારો વીડિયો ત્યાંથી પસાર થઈ રહેલા એક જાગૃત બાઇક ચાલક દ્વારા પોતાના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો જે હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે આ વીડિયો કક્યારનો છે તે અંગે હાલ માહિતી સામે આવી શકી નથી.

Share This Article