Wednesday, Oct 29, 2025

ગદર ૨ બાદ ઘમંડી થઈ ગયા સની દેઓલ ? ગરીબ મહિલાઓ સાથે કર્યો આવો વ્યવહાર

2 Min Read
  • ગદર ૨ ની સફળતા બાદ સુપરસ્ટાર સની દેઓલનો વીડિયો હાલમાં ટ્રોલ થઈ રહ્યો છે. યૂઝર કહી રહ્યાં છે કે એક્ટરમાં ઘમંડ આવી ગયું.

સની દેઓલની ફિલ્મ ગદર ૨ જબરદસ્ત રિસ્પોન્સ મેળવી રહી છે. રિલીઝનાં ૫ દિવસમાં જ આ ફિલ્મે આશરે ૨૨૯ કરોડની બોક્સ ઓફિસ કમાણી કરી લીધી છે. ત્યારે સની દેઓલનાં ફેન્સ સની દેઓલની એક ઝલક જોવા માટે તેમને શોધતાં રહેતાં હોય છે. હાલમાં જ સની દેઓલનો ફેન્સ સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો કે તેમાં એક્ટરને લોકો ટ્રોલ કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલ થયાં સની દેઓલ :

વીડિયોમાં સની દેઓલ કોઈ બિલ્ડિંગમાંથી બહાર આવતાં દેખાઈ રહ્યાં છે. બિલ્ડિંગની બહાર સનીનાં ફેન્સ ઊભા છે અને હાથ મળાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ સની તેમને જોઈને ચુપ રહેવાનો ઈશારો કરે છે અને તે લોકોને મળ્યાં વગર જ પોતાની કારમાં બેસી જાય છે.

‘ઘમંડી થઈ ગયાં સની દેઓલ’

સનીનાં આ પ્રકારનાં વ્યવહારને જોઈને સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે સની દેઓલ ઘમંડી થઈ ગયાં છે. એક યૂઝરે તો લખ્યું કે સક્સેસ તેમના મગજ પર ચડી ગઈ છે. તે ઘણાં એરોગેંટ થઈ ગયાં છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે સફળતા સનીનાં માથા પર ચડી ગઈ છે. બીજા એક વ્યક્તિએ લખ્યું કે, તેમનો આ વ્યવહાર પ્રતિકારાત્મક છે. તેમણે છૂત-અછૂતનાં ભેદભાવને જાળવી રાખ્યું છે.

આ પણ વાંચો :-

 

Share This Article