Saturday, Sep 13, 2025

VNSGUના વિદ્યાર્થીઓએ કાપડ-વણાટથી બનાવી રામ મંદિરની અદભૂત કલાકૃતિ

2 Min Read

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લઈ સમગ્ર દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ સોનેરા અવસર પર સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યનિવર્સિટીમાં રામતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે યનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાપડ અને વણાટ કાર્યથી સુંદર ટ્રેપેસ્ટ્રી તૈયાર કરાઈ હતી.

સુરતના વીર નર્મદ યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સ વિભાગ દ્વારા રામતોત્સવની ઉજવણીના ભાગરૂપે એક અનોખી ભેટ તૈયાર કરવામાં આવી છે. ચિત્રો જોઈને લાગશે કે આ કોઈ પોસ્ટર કે પેન્ટિંગ હશે પણ આ આખી કલાકૃતિ કાપડમાંથી તૈયાર કરવામાં આવી હતી. માંજર પાટ પર વિવિધ રંગના કાપડને પેસ્ટ કરીને ખુબ જ સુંદર સંયોજન દ્વારા ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ તેમજ હનુમાન ભગવાનની આ છબી તૈયાર કરવામાં આવી છે.

આ સંપૂર્ણ ટ્રેપેસ્ટ્રી તૈયાર કરવામાં કોટન, સાટીન, મિક્સ સિલ્ક, વેલવેટ, કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચિત્રોમાં જે ઘરેણાં દેખાય છે એ પણ સંપૂર્ણપણે કાપડમાંથી જ તૈયાર કરવામાં આવ્યા છે અને મહત્વપૂર્ણ વાત એ છે કે ભારતમાં પહેલીવાર વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા આ યુનિક આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ૨૨ બાય ૨૪ ફૂટમાં તૈયાર કરાયેલી આ વિશાળ અને સુંદર  ટ્રેપેસ્ટ્રી બનાવવા ૪૦ વિદ્યાર્થીઓએ ૧૫ દિવસ મહેનત કરી હતી. રોજ આઠ કલાક સુધી મેહનત કરનારા આ વિદ્યાર્થીઓ પણ ટ્રેપેસ્ટ્રી બન્યા બાદ ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article