સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો, હર્ષ સંઘવીએ આપ્યા કડક કાર્યવાહીના આદેશ

Share this story

સુરતના ગણપતિ પંડાલમાં પથ્થરમારા થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક કાર્યવાહી કરીને સમગ્ર વિસ્તારમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ જારી કરી છે. હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે, તમામ આરોપીઓને આજની રાત્રે જ ઝડપી પાડવા અને શાંતિ વિક્ષેપક તત્વોને તાત્કાલિક રીતે જેલમાં બંધ કરવામાં આવે.

શહેરમાં વધતી અનિશ્ચિત સ્થિતિને લઈને હર્ષ સંઘવી એ અધિકારીઓને શાંતિ જળવાઈ રહે અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. તેમણે ખાસ કરીને રાત્રિ દરમિયાન કોમ્બિંગ ઓપરેશન કરીને આરોપીઓને ઝડપી લેવાની કડક સૂચના આપી છે. આ સાથે, શાંતિ વિક્ષેપક તત્વોને સવાર સુધીમાં ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી છે.

હર્ષ સંઘવીએ એક્સ પર લખ્યું ‘સુરત શહેરમાં ગણેશ પંડાલ પર પથ્થરબાજીની ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં સૂર્યોદય પહેલાં જ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે. વીડિયો અને ડ્રોન વિઝ્યુઅલની મદદ વડે કોમ્બિંગ ઑપરેશન ચલાવવામાં આવ્યું છે. સીસીટીવી. વીડિયો વિઝ્યુઅલ્સ, ડ્રોન વિઝ્યુઅલ્સ અને અન્ય ટૅક્નોલૉજીથી નજર રાખવામાં આવી રહી છે. કોમ્બિંગ હજુ પણ ચાલુ છે. કાયદો અને વ્યવસ્થા તોડવાનો પ્રયત્ન કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહી આવે.

તમામ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી ટીમે પથ્થરબાજોની ઓળખ કરવામાં અને તેમને સજા અપાવવા માટે આખી રાત કર્યું હતું અને હજુ પણ ચાલુ છે. મહેરબાની કરીને ખોટા મેસેજથી સાવધાન રહો. હું અને મારી ટીમ ઘટનાસ્થળે હાજર છીએ. મેં ગાંધીનગરના તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે આખો દિવસમાં સુરતમાં જ રહીશ. બપોર બાદ પત્રકાર પરિષદ સંબોધી તમામ માહિતી આપીશ.

આ પણ વાંચો :-