ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઈન્કમ ટેક્સ દરોડો ઓડિશામાં હાથ ધરવામાં આવ્યો છે જે 10 દિવસ સુધી ચાલ્યો હતો. આ દરોડામાં આવકવેરા અધિકારીઓએ દારૂ બનાવતી કંપની બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડના અનેક વિભાગો પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન 352 કરોડ રૂપિયાની જંગી રકમ વસૂલ કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન, આવકવેરા વિભાગે જમીનની નીચે દટાયેલી કિંમતી ચીજવસ્તુઓને ઓળખવા માટે સ્કેનિંગ વ્હીલ સાથેના મશીનનો ઉપયોગ કર્યો હતો, સાથે સાથે આ કામગીરી માટે 36 નવા મશીનોની પણ વ્યવસ્થા કરી છે જેથી નોટોની ગણતરી કરી શકાય. આટલી મોટી રકમ મળ્યા બાદ આવકવેરા વિભાગે વિવિધ બેંકોના કર્મચારીઓને મદદ માટે બોલાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મોટી રકમની ગણતરી અને સુરક્ષા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓની જરૂર પડી હતી.
તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે આ દરોડાની આગેવાની કરનાર આવકવેરા વિભાગના અધિકારીઓને સન્માનિત કર્યા હતા, જેમાં મુખ્ય આવકવેરા તપાસ નિર્દેશક એસકે ઝા અને એડિશનલ નિર્દેશક ગુરપ્રીત સિંહનો સમાવેશ થાય છે. આ દરોડા ન માત્ર આવકવેરા વિભાગની સફળતાનું પ્રતિક બની ગયા, પરંતુ તેનાથી સાબિત થયું કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામે સરકારની કાર્યવાહી સતત ચાલુ છે. તમને જણાવી ગઈએ કે, કેન્દ્ર સરકાર કાળા નાણા પર અંકુશ મુકવા માટે સતત કાર્યવાહી કરી રહી છે. આ પહેલા પણ ઘણ કાળા બજારીઓના ઠેકાણા પર રેડ પાડી મોટી માત્રામાં બેનામી સંપત્તિ જપ્ત કરી હતી.
આ પણ વાંચો :-