Wednesday, Mar 19, 2025

બેંગલુરુમાં ‘શ્રદ્ધા વૉકર જેવો હત્યાકાંડ’, 29 વર્ષની યુવતીના કર્યા 50 ટુકડા, ફ્રિઝમાંથી મળ્યો મૃતદેહ

3 Min Read

કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં મહાલક્ષ્મી નામની 29 વર્ષની મહિલાની હત્યા કરવામાં આવી હતી. મહિલાનો મૃતદેહ 21 સપ્ટેમ્બરે રેફ્રિજરેટરમાંથી મળી આવ્યો હતો. આરોપીઓએ લાશના 30 ટુકડા કરી ફ્રિજમાં સંતાડી દીધા હતા. પરંતુ જ્યારે દુર્ગંધ આવવા લાગી ત્યારે મહોલ્લાના લોકોએ મહિલાની માતા અને ભાઈને બોલાવ્યા. જે બાદ હત્યાનો મામલો સામે આવ્યો હતો. પોલીસને હવે જાણવા મળ્યું છે કે અશરફ નામનો વ્યક્તિ, જે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે, તે મહિલાની હત્યામાં સામેલ છે.

Gujarati News Samachar: Mumbai Samachar - ગુજરાતી ન્યૂઝ સમાચાર

મહિલાના પતિ હેમંત દાસના કહેવા પ્રમાણે, મહાલક્ષ્મીનું અશરફ સાથે અફેર હતું. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે. મહિલાનો મૃતદેહ બેંગ્લોરમાં તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. ગૃહમંત્રીએ હાલમાં કોઈપણ ધરપકડનો ઈન્કાર કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા બેંગ્લોરના વ્યાલીકાવલ વિસ્તારમાં ભાડેથી રહેતી હતી. ઘટનાની માહિતી મળતા જ તેના પતિ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જેમણે વાળંદ તરીકે કામ કરતા અશરફ પર આરોપ લગાવ્યો હતો. સાથે જ સરકાર મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતિત છે.

ભયાનક રીતે હત્યા કરાયેલી મહિલાની ઓળખ 29 વર્ષીય મહાલક્ષ્મી તરીકે થઈ છે. મહાલક્ષ્મી છેલ્લા 9 મહિનાથી તેના પતિથી અલગ રહેતી હતી અને અશરફ નામના યુવક સાથે સંબંધમાં હતી, જે ઉત્તરાખંડનો રહેવાસી હોવાનું કહેવાય છે. મહાલક્ષ્મીના પતિ હેમંત દાસે જણાવ્યું કે, તેમણે તેમની પત્નીને એક મહિના પહેલા જોઈ હતી, જ્યારે તે તેમની પુત્રીને મળવા તેમની દુકાને આવી હતી. હેમંત દાસે કહ્યું કે મહાલક્ષ્મી અશરફ સાથે થોડા મહિનાઓથી રિલેશનશિપમાં હતી અને તેની સાથે ફ્લેટમાં રહેતી હતી.

ફ્લેટમાં જ મહાલક્ષ્મીનો મૃતદેહ 50 ટુકડાઓમાં મળી આવ્યો હતો. લોકોને દુર્ગંધ આવતા અને દરવાજો તોડ્યો હતો ત્યારે હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જે એટલી ભયાનક છે કે તેને અહીં પ્રકાશિત પણ કરી શકાતી નથી. હેમંત દાસે કહ્યું કે અશરફ અને મહાલક્ષ્મીએ તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી, જેના કારણે તે બેંગલુરુ ગયો ન હતો. હવે આ મામલાએ બધાને ચોંકાવી દીધા છે અને તે કોમી તણાવનો મામલો પણ બની શકે છે. ભાજપે રાજ્યની સિદ્ધારમૈયા સરકાર પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ લવ જેહાદ કાયદાનો વિરોધ કરે છે કારણ કે તેણે સમાજના એક વર્ગને આવી છૂટ આપવી પડે છે.

આ પણ વાંચો :-

Share This Article