ભારત-કેનેડા વિવાદમાં એસ જયશંકર અને કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલી વચ્ચે ગુપ્ત બેઠક

Share this story

ભારત-કેનેડા તણાવનો અંત આવે તેવી શક્યતાઓ છે. આ તરફ એવા સમાચાર સામે આવ્યા છે કે, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના કેનેડિયન સમકક્ષ મેલાની જોલીએ તાજેતરમાં ગુપ્ત બેઠક યોજી હતી. જોકે ભારત અને કનેડા દ્વારા આ બેઠકની પુષ્ટિ કરવામાં આવી નથી. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને ભારત સાથે જોડવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે વિવાદ સર્જાયો હતો.

જયશંકર અને જોલીએ અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં મીટિંગ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી ભારતે કેનેડિયન રાજદ્વારીઓને સમયમર્યાદા આપી છે ત્યારથી કેનેડાની સરકાર ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધોને સુધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. હકીકતમાં વિદેશ મંત્રી જોલીએ પોતે કહ્યું છે કે, તે આ મુદ્દાને ‘ખાનગી રીતે’ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

કેનેડાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, અમે ભારત સરકારના સંપર્કમાં છીએ. અમે કેનેડિયન રાજદ્વારીઓની સુરક્ષાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. ઉપરાંત અમે ખાનગી રીતે વાત કરવા માંગીએ છીએ, કારણ કે અમને લાગે છે કે, રાજદ્વારી બાબતો ખાનગી રહે તો વધુ સારું. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ કહ્યું છે કે. તેઓ પરિસ્થિતિને વધુ વધારવા માંગતા નથી.

વડાપ્રધાન ટ્રુડો દ્વારા કરવામાં આવેલા આરોપો અને ભારતીય રાજદ્વારીને હાંકી કાઢવાના નિર્ણય બાદથી ભારત કડક વલણ અપનાવી રહ્યું છે. એવા અહેવાલો હતા કે, ભારતે ડઝનબંધ રાજદ્વારીઓને દેશ છોડવા માટે કહ્યું હતું. એવા અહેવાલો પણ હતા કે, કેનેડાએ લગભગ 30 રાજદ્વારી સ્ટાફને કુઆલાલંપુર અથવા સિંગાપોર મોકલ્યો હતો.

આ પણ વાંચો :-