સુરતના પુણાગામના સાધના નિકેતન સ્કૂલમાં વર્ષની બાળકીને શિક્ષિકાએ 35 લાફા માર્યા

Share this story

સુરત શહેરની એક શાળામાં બાળકીને શિક્ષિકાએ બેરહેમીથી ફટકારી હોવાની ઘટના સામે આવી છે. સાડા ત્રણ વર્ષની બાળકીને માર મારવાની આ ઘટનાથી વિવાદ સર્જાયો છે. બાળકીને માર મારવાની ઘટના ક્લાસ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બાળકીના વાલીએ શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગ કરતા શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ શિક્ષિકાને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરાયા છે.

સુરતના પુણાગામ વિસ્તારના કારગીલ ચોકમાં આવેલી સાધના નિકેતન સ્કૂલમાં જૂનિયર કેજીમાં અભ્યાસ કરતી માસુમ સાડા ૩ વર્ષની બાળકીને શિક્ષિકાએ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. શિક્ષિકાએ એક બાદ એક એમ કુલ ૩૫ જેટલાં ધબ્બા બાળકીને માર્યા હતા. જે બાદ બાળકીના ઘરે ગયા પછી કપડા બદલતી વખતે શરીર પર મારના નિશાન જોવા મળ્યા હતા. જેથી વાલીએ બાળકીને નિશાન વિશે પૂછતા બાળકીને સમગ્ર હકીકત જણાવી હતી.

જે બાદ બાળકીના વાલી લાલઘુમ થઈ ગયા હતા અને સીધા સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. સ્કૂલે પહોંચ્યા બાદ પ્રિન્સિપાલને આ ઘટના વિશે જણાવી હતી. શિક્ષિકાએ બાળકીને એટલો જોરથી માર માર્યો કે બાળકીના શરીર પર નિશાન પડ્યા હતા. બાળકીને માર મારવાની ઘટના ક્લાસ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેને જોઈને તમે પણ હચમચી જશો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે શિક્ષિકા બાળકીને ક્રૂરતાપૂર્વક માર મારી રહી છે.

આ પણ વાંચો :-