ગુજરાતમાં જૂન મહિનો શરૂ થઈ ગયો છે. 15 દિવસની અંદર રાજ્યમાં સત્તાવાર ચોમાસું પણ બેશી જશે. જોકે, ચોમાસું આવે એ પહેલા ત રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રવિવારે સાંજ પછી રાજ્યના વાતવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના પગલે રાજ્યમાં બફારાથી લોકોને રાહત મળી રહી હતી. આ સાથે જ રાજ્યના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી
ચામાસા પહેલા જ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે તો દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં તાપમાનમાં ઘટાડો
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાના પગલે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે ઉતર્યું હતું. ગુજરાતમાં 32.3 ડિગ્રીથી લઈને 39.3 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયુ હતું. 39.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં પણ ગરમી ઘટીને 38.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 38.3 | 28.0 |
ડીસા | 37.8 | 27.5 |
ગાંધીનગર | 38.0 | 27.5 |
વિદ્યાનગર | 37.8 | 27.2 |
વડોદરા | 36.4 | 28.0 |
સુરત | 34.0 | 28.8 |
વલસાડ | – | – |
દમણ | 34.4 | 27.2 |
ભૂજ | 36.4 | 28.4 |
નલિયા | 35.5 | 28.8 |
કંડલા પોર્ટ | 36.2 | 29.4 |
કંડલા એરપોર્ટ | 37.6 | 29.0 |
અમરેલી | – | – |
ભાવનગર | 38.4 | 28.0 |
દ્વારકા | 32.3 | 29.2 |
ઓખા | 34.2 | 29.6 |
પોરબંદર | 34.8 | 28.6 |
રાજકોટ | 38.3 | 26.8 |
વેરાવળ | 32.5 | 29.2 |
દીવ | 33.5 | 28.7 |
સુરેન્દ્રનગર | 39.3 | 28.6 |
મહુવા | 33.4 | 27.6 |
કેશોદ | 35.8 | 28.4 |