Saturday, May 9, 2026

સુરતનું ‌‌વિરલ વ્ય‌ક્તિ અને ભાજપના પાયાના પથ્થર ડૉ.કનુ માવાણી ક્યારેય નહીં ભુલાય

6 Min Read
  • સુરત શહેરમાં ભાજપનું પહેલું બીજ વરાછા ‌વિસ્તારમાં રોપાયું હતું અને એ સમયના થનગનતા યુવા આગેવાનોમાં ડૉ.માવાણી એક હતા
  • સુરત શહેરમાં ભાજપનું પહેલું બીજ વરાછા ‌વિસ્તારમાં રોપાયું હતું અને એ સમયના થનગનતા યુવા આગેવાનોમાં ડૉ.માવાણી એક હતા
  • ૧૯૯૦માં સુરતમાંથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ ડૉ.કનુ માવાણીને રાજકોટની સૌરાષ્ટ્ર યુ‌નિવ‌ર્સિટીના કુલપ‌તિ પદનું સુકાન સોંપાયું હતુ અને ડૉ.માવાણીએ પાંચ વર્ષમાં સૌરાષ્ટ્ર યુ‌નિ.ના કારભારને સીધો દોર કરી નાંખ્યો હતો
  • વર્ષ ૨૦૦૫માં ગંદા, ગોબરા ગણાતા સુરતને સુધારવા ડૉ.માવાણીને સુરતના મેયર બનાવાયા હતા અને પાંચ વર્ષના સંઘર્ષને અંતે સુરતની ‘સુરત’ સુધારવામાં ડૉ.માવાણી કંઈક અંશે સફળ થયા હતા. વરાછાના રેલવે ગરનાળામાં બારેમાસ ટપકતી ગંદકી બંધ કરાવવા તેમણે ચલાવેલી લડત ઘણાને યાદ હશે
  • વિપરીત કાળમાં ભાજપના પાયાના પથ્થર બનવાનું કામ ડૉ.કનુ માવાણીએ કર્યું હતું, આજે ભાજપના નામે હાકલા-પડકારા કરતા કાર્યકરો, નેતાઓએ ડૉ.કનુભાઈ માવાણીના પક્ષ પ્રત્યેના ક‌મિટમેન્ટને ઓળખવું જોઈએ
  • માણસ છે થાકે, પણ ખરો… જીવનના આઠ દાયકા પસાર કરી ચૂકેલા ડૉ.માવાણી વર્તમાન જૂથબંધી અને જૂથવાદ, પ્રાંતવાદના રાજકારણથી નારાજ હોવાથી પોતાની જાતને જાહેર જીવનથી સમેટી લીધી હતી અને ‌‌િકડનીની બીમારી સામે આખરે તેઓ ‌‌િજ‍ંદગી હારી ગયા હતા

સુરતે આજે એક હોનહાર, અડીખમ અને લોકોના પ્રશ્ને શેરીમાં ઊભા રહીને લડત ચલાવનાર સામા‌જિક, રાજકીય આગેવાન ઉપરાંત એક ‌શિક્ષણ‌વિદ પૂર્વ કુલપ‌તિ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર ઉપરાંત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા આગેવાન ડૉ.કનુભાઈ માવાણીને ગુમાવ્યા છે. કનુભાઈ માવાણી મૂળભૂત રીતે સૌરાષ્ટ્રના વતની હતા, પરંતુ સ્વભાવે અને વહેવારમાં નખ‌શિખ સુરતી હતા. સુરતમાં ભાજપનો પાયો નાંખનારા પૈકીના એક એવા ડૉ.કનુ માવાણી સુરત ભાજપના ‌શિલ્પી પૈકીના એક હતા. જ્યારે લોકો ભાજપના પૂરા નામથી પ‌રિ‌ચિત નહોતા એવા સમયે ડૉ.કનુભાઈ માવાણીએ વરાછા રોડથી ભાજપનો ભગવો લહેરાવવાની બાથ ભીડી હતી. કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, જીવરાજ ધારૂકાવાળા, વાલજી કેસરી- આ તેમના શરૂઆતના સહયોગી હતા. ડૉ. કનુભાઈ માવાણી ઉપરાંત તેમના નાના ભાઈ ડૉ. વજુભાઈ માવાણીએ પણ ભાજપના ભગવાને ‌વિજયની ઊંચાઈએ લઈ જવા માટે સતત સંઘર્ષ કર્યો હતો.

ડૉ.કનુભાઈ માવાણી સ્વભાવે આકરા હતા, પરંતુ સ્પષ્ટવક્તા હતા. પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના ‌નિકટવર્તી હોવાથી તેમણે કેશુબાપા સાથે પણ વર્ષો સુધી કામ કર્યું હતું. ભાજપના ઉદયકાળમાં ડૉ.કનુ માવાણીની ભૂ‌મિકા હંમેશા ચાવીરૂપ રહી હતી. તેમણે ક્યારેય પણ રાજકીય નશામાં આવીને હવામાં ઊડવાના પ્રયાસ કર્યા નહોતા. તેઓ જ્યાં પણ કામ કરતાં હતા ત્યાં છવાઈ જતા હતા. તેમના પ્ર‌તિસ્પર્ધી પણ તેમને એટલો જ પ્રેમ કરતા હતા.સુરતની આયુર્વેદ કોલેજમાંથી BAMSની ‌‌િડગ્રી મેળવ્યા પછી પણ તેમણે પોતાનું ‌ક્લિ‌‌િનક ખોલવા સાથે સમાજસેવાનું કાર્ય અ‌‌વિરત ચાલુ રાખ્યું હતું. તેમણે શરૂઆતમાં હીરાના કારખાનામાં પણ કામ કર્યું હતું.એ સમયે સુરતનો વરાછા રોડ ‌વિસ્તાર શહેરની બહારનો ‌વિસ્તાર ગણાતો હતો. પરંતુ ભાજપની મોટાભાગની પ્રવૃ‌ત્તિ વરાછા રોડના ‌મિનીબજાર એટલે કે આજના સરદાર ચોક, માનગઢ ચોક ખાતેથી થતી હતી અને સદ્‍ગત વાલજી કેસરી ભાજપની પ્રવૃ‌ત્તિ પાછળના મુખ્ય કર્તાહર્તા ગણાતા હતા. ડૉ.કનુભાઈ માવાણી પોતાની આક્રમકતા અને સમાજ માટેની ઉગ્ર લડતને કારણે લોકોના ‌વિશ્વાસનું કેન્દ્ર બની ગયા હતા અને સૌપ્રથમ ૧૯૯૦ના અરસામાં તેઓ ચૂંટાઈને ભાજપના ધારાસભ્ય બન્યા હતા અને સતત પાંચ વર્ષ ‌વિધાનસભામાં લોકોના પ્રશ્ને અને ગુજરાતના ‌વિકાસના પ્રશ્ને અવાજ ઉઠાવતા રહ્યા હતા.

ડૉ.કનુભાઈ માવાણીના લડાયક ‌મિજાજને જોઈને તેમને રાજકોટ‌ સ્થિત સૌરાષ્ટ્ર યુ‌નિવ‌ર્સિટીના કુલપ‌તિની જવાબદારી સોંપવામાં આવી હતી. એ સમયે સૌરાષ્ટ્ર યુ‌નિવ‌ર્સિટી તોફાનોનું ઘર ગણાતી હતી. પરંતુ ડૉ.કનુ માવાણીએ ૧૯૯૯થી ૨૦૦૫ના અરસા દર‌મિયાન કુલપ‌તિપદે રહીને સૌરાષ્ટ્ર યુ‌નિ.ને સીધા રસ્તે લાવી દીધી હતી.દર‌મિયાન ડૉ.કનુ માવાણીના નેતૃત્વની સુરતને વધારે જરૂર હોવાથી ૨૦૦૫ થી ૨૦૦૭ના અરસામાં સુરત શહેરના મેયરપદનું સુકાન સોંપવામાં આવ્યું હતું. એ સમયે સુરત આજના જેટલું સ્વચ્છ અને ‌વિશાળ નહોતું. સુરતની સ્વચ્છતા, રોડ-રસ્તાના પ્રશ્નો ‌વિકટ હતા. પરંતુ મેયર ડૉ.માવાણીએ જબરજસ્ત લડત આપીને સુરતને સ્વચ્છ બનાવવા અને મહાપા‌લિકાના વ‌હીવટને સુધારવા ‌નિર્ણાયક પુરવાર થયા હતા.

તેમની લડત દર‌મિયાન એક ઘટના સુરત અને વરાછાના લોકો માટે ક્યારેય પણ નહીં ભુલાય. વરાછા રેલ્વે ગરનાળામાંથી બારેમાસ ટપકતી ગંદકી સુરત માટે શરમજનક હતી. સુરતના પ્રવેશદ્વાર સમાન ગણાતું રેલ્વે ગરનાળું પારાવાર ગંદકીથી ઊભરાતું રહેતું હતું અને સતત બદબૂ આવતી હતી. આ સમસ્યા દૂર કરવા તેમણે રેલવે તંત્ર સાથે બાથ ભીડી હતી અને લાંબી લડતના અંતે માથે ટપકતી ગંદકીમાંથી લોકોનો છુટકારો થયો હતો. આ એક એવી સમસ્યા હતી કે, જેને લઈને દરેક સુરતી ક્ષોભ અનુભવતો હતો. આ સમસ્યા દૂર કરવા તેમને કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણા સાથે પણ દલીલો કરતા ઘણાએ જોયા હશે.

ખેર, લગભગ જીવનના આઠ દાયકા પસાર કરી ચૂકેલા ડૉ.કનુભાઈ માવાણીએ પાછલા ઘણા સમયથી પોતાની જાતને સમેટી લીધી હતી. વર્તમાન સમયમાં ચાલી રહેલા રાજકીય કાવાદાવા, જૂથવાદ, પ્રાંતવાદથી તેઓ સતત નારાજ રહેતા હતા. ક્યારેક ઓ‌‍‌ચિંતી મુલાકાત થઈ જાય તોપણ વર્તમાન ક્લેશથી ભરેલા રાજકીય દાવપેચની વાત કરવાથી દૂર રહેતા હતા અને વાતને બીજા ‌વિષય તરફ લઈ જતા હતા. ૮૧ વર્ષના આંકને વટાવી ચૂકેલા વયોવૃદ્ધ રાજકીય, સામા‌જિક આગેવાન ડૉ.કનુભાઈ માવાણીની નાદુરસ્ત ત‌બિયતને કારણે મોટા ભાગનો સમય ઘરમાં પ‌રિવાર સાથે ‌વીતાવતા હતા, પરંતુ ત‌બિયત વધુ બગડતા વરાછા રોડની ડાયમંડ હો‌સ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને આજે તા.૮મી મે ૨૦૨૬ શુક્રવારની સાંજે સારવાર દર‌મિયાન સ્વજનોની હાજરીમાં અં‌તિમ શ્વાસ લીધા હતા અને આ ફાની દુ‌નિયાને અલ‌વિદા કહીને અનંતના માર્ગે ઊપડી ગયા હતા.કંડક્ટરથી શરૂઆત કરી પાનનો ગલ્લો ચલાવનાર વ્ય‌ક્તિ મેનેજર, પ્રોફેસર, ‌પ્રિ‌ન્સિપાલ, ધારાસભ્ય, કુલપ‌તિ અને મેયર બની શકે અને છતાં પણ ક્યારેય અહમને હાવી થવા ન દેવો એવું ડૉ.કનુભાઈ માવાણીનું વ્ય‌ક્તિત્વ દાયકાઓ સુધી યાદ રહેશે.

આવતીકાલે શ‌નિવારે સવારે ૭.૦૦ કલાકે સુરતની પ‌વિત્ર નદી તાપીના ‌કિનારે આવેલા અ‌‌િશ્વ‌‌નીકુમાર સ્મશાનઘાટ ખાતે સદ્‍ગત ડૉ.કનુભાઈ માવાણીના અં‌તિમ સંસ્કાર કરવામાં આવશે.

Share This Article