રાહુલ ગાંધી ૧૪ જાન્યુઆરીથી કરશે મણિપુરથી મુંબઈ સુધી ‘ભારત ન્યાયયાત્રા’

Share this story

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ હવે  વધુ એક યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે આ યાત્રાને ભારત ન્યાય યાત્રા નામ આપ્યું છે, જે ૧૪ જાન્યુઆરીથી શરૂ થઈને ૨૦ માર્ચના રોજ સમાપ્ત થશે. મણિપુરથી ગુજરાત થઈ મુંબઈ સુધીની આ યાત્રામાં કોંગ્રેસ ૬૨૦૦ કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રા ૧૪ રાજ્યોના ૮૫ જિલ્લાઓની ૯૦ લોકસભા બેઠકોને કવર કરવામાં આવશે. જે બસ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ પગપાળા ચાલીને ભારત જોડો યાત્રાને કવર કરી હતી.

આ યાત્રા સંપૂર્ણપણે પગપાળા નહીં હોય પરંતુ હાઇબ્રિડ મોડમાં હશે. આ યાત્રા પર નીકળેલા રાહુલ ગાંધી સામાન્ય લોકોને મળશે અને સામાજિક સંસ્થાઓના લોકો સાથે પણ વાત કરશે. અગાઉ ગયા વર્ષે પણ રાહુલ ગાંધીએ 5 મહિના લાંબી યાત્રા કાઢી હતી. આ યાત્રા કન્યાકુમારીથી શરૂ થઈને શ્રીનગર સુધી ગઈ. જો કે, આ યાત્રામાં ઘણા મહત્વપૂર્ણ રાજ્યો બાકાત રહ્યા હતા. હવે કોંગ્રેસ પાર્ટી તે રાજ્યોને આવરી લેવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસ આ યાત્રાને લોકસભા ચૂંટણી પહેલા પોતાની તાકાત વધારવાની તક તરીકે જોઈ રહી છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રા ભારતને જોડવા માટે હતી જ્યારે ભારત ન્યાય યાત્રા ન્યાય માટે હશે, ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી ત્રણ મુદ્દા ઉઠાવ્યા હતા જેમાં આર્થિક વિષમતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય તાનાશાહી મુખ્ય હતા. પણ ભારત ન્યાય યાત્રાનો મુખ્ય હેતુ આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય છેકોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની આગેવાનીઆમ ગયા વર્ષે ૭ સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી હતી જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ૪૦૦૦ કિમીની હતી, જેમાં ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં રાહુલ ગાંધી ૧૪૫ દિવસ સુધી રોડ પર ચાલ્યા હતા તેમની આ યાત્રામાં રાજકીય અને કોંગ્રેસ પ્રેરિત વિચારધારાના અનેક આગેવાનો જોડાયા હતા.