અમદાવાદમાં માથાભારે તત્વોની હરકત બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વો સામે કામગીરી થઈ રહી છે. ગઈકાલે આજે નાનપુરા જમરૂખ ગલીમાં રહેતા માથાભારે સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે ડિમોલીશન માટે સુરત પાલિકાની મદદ લીધી હતી. પાલિકાના સેન્ટ્રલ ઝોને સજ્જુ કોઠારીનાં મકાનમાં ગેરકાયદેસર હિસ્સાના ડિમોલીશન હાથ ધર્યું હતું.
સુરત પોલીસ એક્શનમાં આવી છે, માથાભારે સાજુ કોઠારીના ઘરે ત્રાટકશે પોલીસ અને તેની સામે કાર્યવાહી કરશે,આરોપી વિરુદ્ધ ખંડણી, ધાકધમકી જેવા ગુના નોંધાયા છે,આરોપી વિરુદ્ધ બે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે,ED પણ સાજુ કોઠારી સામે તપાસ કરી રહી છે અને સજ્જુ કોઠારી હાલ જામીન પર બહાર નીકળ્યો છે.
સાજુ કોઠારીએ ખંડણી, હત્યા વગેરે ગુના કરી રૂપિયા ભેગા કર્યા છે. IT વિભાગ બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. જેમાં માથાભારે સાજુ કોઠારીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ED બાદ હવે આવકવેરા વિભાગની એન્ટ્રી થઇ છે. તેમાં કેટલી મિલકત બેનામી હેઠળ આવે છે તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ITએ 31 મિલકતનાં નાણાં ક્યાથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે. માથાભારે સજ્જુ કોઠારીની EDએ 31 મિલકત જપ્ત કરી હતી.
સાજુ કોઠારી સામે હત્યા, અપહરણ, ખંડણી, વ્યાજ, જુગાર સહિતના અનેક ફરિયાદ
અત્રે ઉલ્લેખનીય છે કે માથાભારે સાજુ કોઠારી અને તેના ભાઈ આરીફ કોઠારી સહિત અસગર બાગવાલા,અશરફ કોઠારી અને અહદ બાગવાલા સહીત કોઠારી ગેંગએ આખા શહેરમાં કહેર મચાવ્યો હતો. પંકાયેલા માથાભારે સાજુ કોઠારી સામે હત્યા, અપહરણ, ખંડણી, વ્યાજ, જુગાર સહિતના બે નંબરના ધંધાના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. અવાર નવાર પોલીસ ઉપર હુમલો કરવાની ટેવ ધરાવતા માથાભારે સાજુ કોઠારીને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે પહેલા સાજુ કોઠારી દ્વારા મનપાના રોડ ઉપર કબજા કરી બનાવેલ જુગારની કબલનું ડિમોલીશન કર્યું હતું. ત્યારબાદ સાજુ કોઠારીને ઝડપી પાડવા માટે બાતમીદારોનું નેટવર્ક કામે લગાડી સજજુ કોઠારીને તેના બંગ્લામાં બનાવેલ ચોરરૂમમાંથી દબોચી તેનું સરધસ કાઢ્યું હતું.