Saturday, Sep 13, 2025

Pathaan Box Office Collection Day 5 : ‘પઠાણ’ નો બોક્સ ઓફિસ પર જલવો, રવિવારે રેકોર્ડતોડ કમાણી કરી, જાણો કેટલા કરોડ કમાઈ ફિલ્મ

2 Min Read

Pathaan Box Office Collection Day 5

  • હાલ દરેક સિનેમાપ્રેમીની જુબાન પર એક જ નામ છે ‘પઠાણ’.

દેશના ફેવરિટ એક્ટર શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ ‘પઠાણ‘ (Pathan) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 25મી જાન્યુઆરીના રોજ રિલીઝ (Release) થયેલી ફિલ્મે પ્રથમ ચાર દિવસમાં જોરદાર કમાણી કરી છે. હવે રવિવારના આંકડા સામે આવી રહ્યા છે. ફિલ્મે રવિવારે પણ કમાણીના મામલે ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે.

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પઠાણ‘ એ તેના પહેલા રવિવારે લગભગ 62 કરોડ રૂપિયાની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 282 કરોડ રૂપિયા થઈ ગયું છે. ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. અત્યાર સુધી ફિલ્મ ‘પઠાણ’ એ ઘણા રેકોર્ડ તોડ્યા છે.

આ ફિલ્મ વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિલીઝ થઈ હતી. દર્શકો પહેલા દિવસથી જ કિંગ ખાનની ફિલ્મને ઘણો પ્રેમ આપી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં શાહરૂખ ખાન RAW એજન્ટની ભૂમિકામાં છે. તે દેશને બચાવવા માટે દુશ્મનો સાથે લડતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article