HomeGujaratસુરેન્દ્રનગર જિલ્લામાં છાશ પીધા બાદ 200 લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં અફરાતફરી!

સુરેન્દ્રનગર જિલ્લામાં છાશ પીધા બાદ 200 લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં અફરાતફરી!

Date:

Related stories

જમુઈ પછી સમસ્તીપુરમાં શરમજનક કાંડ ! સગીરાને રસ્તા વચ્ચે ઘેરી શખ્સોએ કરી અભદ્રતા

બિહારના સમસ્તીપુર જિલ્લામાં સગીરા સાથે રસ્તા વચ્ચે અભદ્ર વર્તન...

શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો કડાકો!

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ...

ગ્રેટર નોઈડા સ્લીપર બસ આગકાંડ: ડ્રાઈવર-કંડક્ટર ઝડપાયા, 9નાં મોત

મહોબા જઈ રહેલી સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનામાં ફરાર...

UNમાં ઝેલેન્સ્કીનું મોટું નિવેદન : ભારત સહિત 47 દેશોના નાગરિકોને લઈને રશિયા પર ગંભીર આરોપ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત સહિત...
spot_img

સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. જમણવારમાં પીરસાયેલી છાશ પીધા બાદ ગામના 200થી વધુ લોકોની તબિયત અચાનક બગડી ગઈ હતી.

અસરગ્રસ્તોમાં નાના બાળકો, મહિલાઓ અને યુવકોનો સમાવેશ થાય છે. તમામને તાત્કાલિક રીતે લીંબડી અને વઢવાણની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, કેટલાક દર્દીઓની હાલત ચિંતાજનક છે.

ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ગોમટા ગામે દોડી આવી હતી. આરોગ્ય વિભાગે શંકાસ્પદ છાશના નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે અને ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે.

આ ઘટનાએ સામૂહિક જમણવારમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલ આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખી રહ્યું છે.

Subscribe

Latest stories