સોશિયલ મીડિયા પર વંદે ભારત એક્સપ્રેસમાં ગંદકીની તસવીરો થઈ વાયરલ, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા તાબડતોબ નિર્દેશ, કરી આ અપીલ

Share this story

Pictures of dirt in Vande Bharat Express

  • વંદે ભારત ટ્રેનની અંદરની કેટલીક ગંદકી વાળી તસવીરો સોશિયલ મીડિયા પર ટવિટ કરવામાં આવી હતી. આ તસવીરમાં આપવામાં આવેલા ફૂડ પેકેટ તેમજ અન્ય કચરો જોવા મળ્યો હતો.

આજ કાલ સોશિયલ મીડિયામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં (Vande Bharat Express Train) ગંદકીના ફોટા અને વિડીયો ફરતા થયા હતાં. ત્યાર બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ એક્શન (Railway Minister Ashwini Vaishnav Action) મોડમાં આવી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને ફ્લાઈટ જેવી સફાઈ હાથ ધરવા આદેશ પણ આપી દિધો હતો.

તેમણે આદેશ આપતા જણાવ્યું હતુ કે જે પ્રકારે ફ્લાઈટમાં ક્લિનનેસ એટલે કે ચોખ્ખાઈ જોવા મળે છે તે જ પ્રકારની સફાઈ વંદે ભારત એક્સપ્રેસમાં (Vande Bharat Express) કરવામાં આવવી જોઈએ. ફ્લાઈટમાં ઠીક તેવી જ રીતે એક વ્યક્તિ કોચમાં બેઠેલા લોકોની સીટ પાસે કચરો એકત્ર કરવાની બેગ લઈને જશે અને મુસાફરોને કચરો કચરાની બેગમાં નાખવાનું જણાવશે.

શું કહ્યું રેલ્વે મંત્રીએ ?

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરને લઈને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને કહ્યું કે વંદે ભારત ટ્રેનમાં સફાઈમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને વંદે ભારત ટ્રેનોમાં સફાઈ વ્યવસ્થાને જાળવવા માટે લોકોનો સહયોગ માંગવામાં આવ્યો છે.

શું હતો મામલો ?

મહત્વનું છે કે વંદે ભારત ટ્રેનની તસવીરો ટ્વીટ કરવામાં આવી હતી, જેમાં ટ્રેન તેના સ્ટેશન પર પહોચ્યા પછી વપરાયેલ ફૂડ પેકેટ અને અન્ય કચરો ફેલાતો જોવા મળ્યો હતો. ત્યારે કેટલાક ઈન્ટરનેટ યુઝર્સે રેલવે મંત્રીને આ મામલે તાત્કાલિક પગલાં લેવા વિનંતી પણ કરી હતી.

કચરાપેટીનો ઉપયોગ કરવા અપીલ કરાઈ :

અગાઉ પણ હમણા જ શરૂ થયેલી સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસમાં પ્લેટો, કપ અને અન્ય કચરો ફેલાયેલા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે રેલવેના અધિકારીઓના કહેવા પ્રમાણે હાઉસકિંપીંગ સ્ટાફ દ્વારા નિયમિત અંતરે સફાઈ કરવામાં આવી હતી.

પરંતુ ટ્રેન વિશાખાપટ્ટનમ પહોંચતા જ ગંદકી જોવા મળી હતી. ત્યારે રેલવે તંત્રએ પેસેન્જરને અપીલ કરતા કરી હતી કે આ પ્રતિષ્ઠિત ટ્રેનને સ્વચ્છ રાખે અને કચરો ફેકવામાં કચરાપેટીનો ઉપયોગ કરે.

આ પણ વાંચો :-