માણસને જીવતો ગળવાનો અજગરનો Video વાયરલ, જોઈને હાજા ગગડી જશે

Share this story

A viral video of a python swallowing

  • ઈન્ટરનેટ પર ઘણી વખત આવા દ્રશ્યો જોવા મળે છે જે ખુબ ચોંકાવનારા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને બધા ચોંકી ગયા છે. આ વીડિયો એક મહાકાય અજગરનો છે.

ઈન્ટરનેટ પર ઘણી વખત આવા દ્રશ્યો જોવા મળે છે જે ખુબ ચોંકાવનારા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને બધા ચોંકી ગયા છે. આ વીડિયો એક મહાકાય અજગરનો છે. જેણે આખી કારને પોતાની ઝપેટમાં લઈ લીધી છે અને એક વ્યક્તિને ગળી જવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે.

ગાડથી લપેટાયો અજગર :

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલમાં એક કાર ઉભી છે અને તેના પર એક વિશાળકાય અજગર લપેટાયેલો છે. તેણે એક વ્યક્તિને મોઢામાં પણ પકડી રાખ્યો છે અને ધીમે ધીમે ગળી જવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભોગબનનારના કેટલાક મિત્રો તેનો પગ પકડીને તેને અજગરના મોઢામાંથી બહાર કાઢી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વિશાળકાય અજગરનો વીડિયો :

https://www.instagram.com/reel/Cn_BFuTKnjk/?utm_source=ig_embed&utm_campaign=loading

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે નકલી અજગર છે અને આ વીડિયો જાણી જોઈને બનાવવામાં આવ્યો છે. અમે આ વીડિયોની પુષ્ટિ પણ નથી કરતાં. આ દૃશ્ય earth.brains નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-