Monday, Dec 8, 2025

પરિણીતી-રાઘવની સગાઈ થશે આ અઠવાડિયે જ ! દિલ્હીમાં થઈ રહી છે રિંગ સેરેમની તૈયારીઓ

2 Min Read

Parineeti-Raghava  

  • Parineeti Chopra Raghav Chadha Ring Ceremony : રાઘવ ચઢ્ઢાનું ઘર દિલ્હીમાં છે તેથી આ સગાઈ દિલ્હીમાં રાખવામાં આવી છે. હાલ પરિણીતી ચોપડા પણ દિલ્હીમાં છે. જ્યારે પરિણીતી દિલ્હી પહોંચી હતી ત્યારે એરપોર્ટ ઉપર તેને રાઘવ ચઢ્ઢાએ રિસીવ કરી હતી.

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા (Parineeti Chopra) અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢા (MP Raghav Chadha) તેમના સંબંધોને લઈને હાલ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી બંને સતત એકબીજાની સાથે જોવા મળે છે. તેવામાં હવે તેમની સગાઈની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ચર્ચાઓ છે કે બંને ટૂંક સમયમાં જ સગાઈ કરશે અને આ સગાઈનું ફંક્શન દિલ્હીમાં યોજાશે. દિલ્હીમાં (Delhi) પરિવારના સભ્યો અને ખાસ મિત્રોની હાજરીમાં બંનેની સગાઈ થવાની છે.

ચર્ચાઓ એવી પણ છે કે પરિણીતી અને રાઘવ પાંચ એપ્રિલ પછી સગાઈ કરશે. રાઘવ ચઢ્ઢાનું ઘર દિલ્હીમાં છે તેથી આ સગાઈ દિલ્હીમાં રાખવામાં આવી છે. હાલ પરિણીતી ચોપડા પણ દિલ્હીમાં છે. જ્યારે પરિણીતી દિલ્હી પહોંચી હતી ત્યારે એરપોર્ટ ઉપર તેને રાઘવ ચઢ્ઢાએ રિસીવ કરી હતી.

પરિણીતી અને રાઘવની સગાઈ એપ્રિલના પહેલા વીકમાં જ થશે તે ચર્ચા એ જોર એટલા માટે પણ પકડ્યું છે કે હાલ પ્રિયંકા ચોપડા જોનસ પોતાના પતિ નિક જોનસ અને દીકરી માલતી સાથે મુંબઈમાં છે. ચર્ચાઓ છે કે પ્રિયંકા પોતાની બહેનની સગાઈમાં હાજરી આપશે. આ સાથે જ પરિણીતિની બહેન મીરા ચોપડા અને ખાસ મિત્રો પણ દિલ્હી પહોંચી શકે છે. જોકે પરિણીતી ચોપડા કે તેના પરિવારના સભ્યોએ આ અંગે કોઈ જ પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો :-

Share This Article