Home Blog Page 994

મેચ બાદ રિંકુ સિંહને ન આવડયું અંગ્રેજી, બુમરાહે આ રીતે મદદ કરી જીત્યા લોકોના દિલ

0
  • Rinku Singh Viral Video : રિંકુ સિંહને લઈને સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

IPLમાં પોતાની બેટિંગથી સૌ કોઈના દિલ જીતનારા ભારતીય બેટસમેન રિંકુ સિંહે ભારતીય ટીમ સાથે જોડાયા પછી પણ સારુ પ્રદર્શન કર્યું હતું. બીજી ટી-૨૦માં રિંકૂ સિંહને તેની શાનદાર બેટિંગ બદલ મેન ઓફ ધ મેચ એવોર્ડ અપાયો હતો.  રિંકુ સિંહને લઈને સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આયરલેન્ડ વિરૂદ્ધ પોતાની પ્રથમ ટી-૨૦ મેચમાં રિંકુ સિંહ ચમક્યો હતો. આ મેચમાં રિંકુને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. જે બાદ તે એવોર્ડ સમારોહમાં ચેક અને ટ્રોફી લેવા પહોંચ્યો તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વાસ્તવમાં રિંકુ સિંહને ઓછું અંગ્રેજી આવડે છે. જેના કારણે તે અંગ્રેજી કોમેન્ટેટરને માત્ર અંગ્રેજીમાં જવાબ આપી શક્યો નહીં. આ દરમિયાન કંઈક એવું થયું જેણે બધાનું દિલ જીતી લીધું. જ્યારે ટ્રાન્સલેટરની વાત આવી, ત્યારે કેપ્ટન જસપ્રીત બુમરાહ મદદે આવ્યો અને રિંકુ માટે બધું સરળ કરી દીધું. આ જ કારણ છે કે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રિંકુ સિંહે શું કહ્યું ?

મેન ઓફ ધ મેચ લેવા આવેલા રિંકુ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તમને કેવું લાગે છે? તેના જવાબમાં રિંકુએ કહ્યું કે, આ મારી બીજી મેચ હતી, પહેલી મેચમાં મારી બેટિંગ આવી ન હતી. હું ખૂબ જ સારું અનુભવી રહ્યો છું. હું વિચારતો હતો કે મારે મારી જાતને શાંત રાખવી જોઈએ. જેમ મેં આઈપીએલ મેચોમાં કર્યું હતું. આ પછી કેપ્ટન બુમરાહે તેનું ટ્રાન્સલેટ કર્યું હતું.

આ દરમિયાન જ્યારે રિંકુ સિંહને પૂછવામાં આવ્યું કે શું તમે તમારા કેપ્ટનની બધી વાતો સાંભળો છો તો રિંકુએ હસીને બુમરાહને કહ્યું કે હા, હું કેપ્ટનની વાત સાંભળું છું. આ પછી રિંકુએ એ પણ જણાવ્યું કે તે IPL પછી ટીમ ઈન્ડિયા માટે રમીને કેવું અનુભવે છે. રિંકુએ કહ્યું હું છેલ્લા ૧૦ વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું, મારો સમય ઘણો મુશ્કેલ રહ્યો છે. મહેનતનું ફળ મળ્યું તે સારું લાગે છે.

આ પણ વાંચો :-

વીમો લેવાનો છે કહી ઈન્સ્યોરન્સ એજન્ટને યુવતીએ બોલાવ્યો ફ્લેટમાં બાદમાં..

0
  • સુરતમાં ઈન્સ્યોરન્સ એજન્ટને હની ટ્રેપમાં ફસાવાયો, વીમો લેવાનું કહી એજન્ટને ઘરે બોલાવી યુવતીએ ઘરનો દરવાજો બંધ કર્યો..

હનીટ્રેપનો વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઈન્સ્યોરન્સ એજન્ટ હનીટ્રેપનો શિકાર બન્યો છે. જેમાં એક યુવતીએ વીમો લેવાનો છે એવું કહીને એજન્ટને ફ્લેટમાં બોલાવ્યો અને ફ્લેટનો દરવાજો બંધ કરી એજન્ટને હનીટ્રેપમાં ફસાવી રૂ.૪૨ હજાર પડાવી લીધા. યુવકે ૬ શખ્સો વિરુદ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અડાજણ પોલીસે યુવકની ફરિયાદના આધારે ૨ શખ્સોની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા એલઆઈસી એજન્ટ રાહુલ (નામ બદલ્યું છે)ને અડાજણના શ્રીજી આર્કેડ સામે આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ નામના વ્યક્તિએ વીમાના કામ માટે પોતાના ફ્લેટે બોલાવ્યો હતો. જેથી રાહુલ દિલીપભાઈના ફ્લેટે પહોંચ્યો હતો. જે બાદ એક યુવતી રાહુલ પાસે આવી હતી અને કોઈ અજાણ્યા વ્યક્તિએ બહારથી ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો હતો.

માર મારી પૈસા પડાવ્યા :

જો કે રાહુલ પાસે આટલા રૂપિયા ન હોવાથી તેણે ઈનકાર કરતા ફરી માર માર્યો હતો. જે બાદ આખરે ૭૫,૦૦૦ રૂપિયામાં પતાવટ કરાઈ હતી. જેમાંથી રૂ. ૨૫૦૦૦ રાહુલને નજીકના ATMમાં લઈ જઈ કઢાવ્યા હતા અને રાહુલના ઘરેથી ૧૭૦૦૦ રૂપિયાથી વધુ પડાવ્યા હતા. જ્યારે બાકીના પૈસા પછી આપવાનું નક્કી થયું હતું. જે બાદ આ તમામે રાહુલને ખોટા કેસમાં ફસાવી દેવાની અને મારી નાખવાની ધમકી આપી હતી.

યુવકે ૬ શખ્સો સામે નોંધાવી ફરિયાદ :

આ દરમિયાન રાહુલને આ તમામ સામે શંકા જતા તેણે મિત્રને બોલાવ્યો હતો. અન્ય લોકો આવી રહ્યાની જાણ થતા હનીટ્રેપ કરનાર ટોળકી નાસી છૂટી હતી. જે બાદ રાહુલ અડાજણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેણે ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં નવાજૂનીના એંધાણ ? કોંગ્રેસના નેતાઓ સાથે યુવરાજસિંહએ લીધું ભોજન

0
  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ફરી ગરમાયું છે. તોડકાંડના આરોપમાં લાંબા સમય સુધી જેલમાં રહીને તાજેતરમાં જ બહાર આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હાલમાં જ રાજકારણમાં સક્રિય થવાની વાતો કરી હતી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ફરી ગરમાયું છે. તોડકાંડના આરોપમાં લાંબા સમય સુધી જેલમાં રહીને તાજેતરમાં જ બહાર આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હાલમાં જ રાજકારણમાં સક્રિય થવાની વાતો કરી હતી. આ વચ્ચે તેઓ યુવરાજસિંહ જાડેજાના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સાથેની મુલાકાત અને ભોજન લેતી તસવીરો હાલમાં સામે આવી રહી છે. ત્યારે શું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળો લાગી રહી છે.

થરાદમાં કોંગ્રેસના નેતાઓને મળ્યા યુવરાજસિંહ જાડેજા :

હકીકતમાં રવિવારે યુવરાજસિંહ જાડેજાની રવિવારે કોંગ્રેસના વાવા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહને મળ્યા હતા. વિગતો મુજબ, થરાદમાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં યુવરાજસિંહ પહોંચ્યા હતા. આ કાર્યક્રમ બાદ તેમની કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત થઈ હતી.

આ બાજુ યુવરાજસિંહે કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન પણ લીધું હતું અને સાથે બેસીને કેટલીક ચર્ચા પણ કરી હતી. જેની તસવીરો સામે આવી છે. આ અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન હજુ સામે આવ્યું નથી, જોકે ગુલાબસિંહ રાજપૂતે ટ્વીટ કર્યું હતું અને સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ મામલે યુવરાજસિંહ જાડેજાના સપોર્ટમાં હોવાનું જણાવ્યું હતું.

નોંધનીય છે કે યુવરાજસિંહ જાડેજા પર ભાવનગરમાં ડમીકાંડમાં તોડ કરવાનો આરોપ લાગ્યો હતો, જે બાદ ભાવનગર પોલીસે તેમની અટકાયત કરીને ધરપકડ કરી હતી અને તેઓ 3 મહિના સુધી જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત થયા છે.

આ પણ વાંચો :-

યુવકે ગાડી ઉપર બેસી જાહેરમાં છરા વડે કાપી કેક, ખેડાના વડતાલમાં નબીરાઓનો વીડિયો વાયરલ

0
  • ખેડાના વડતાલમાં નબીરાઓએ જાહેરમાં ગાડી પર બેસી છરા વડે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી છે, ચાર નબીરાઓની પોલીસે ધરપકડ કરી છે.

રાજ્યના વિવિધ સ્થળો પર છરા કે તલવાર વડે કેક કાપતાના કે બર્થડે પાર્ટી કરતાના અવાર નવાર વીડિયો વાયરલ થાય છે. ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે. ખેડાના વડતાલમાં બેખોફ બની નબીરાઓ જાહેરમાં ગાડી પર બેસી છરી વડે કેક કાપતાનો વીડિયો વાયરલ થયો છે.

બર્થ ડે કેક છરા વડે કાપ્યું :

જે વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસના ડર વિના જાહેરમાં ગાડી ઉપર બેસી બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. જ્યાં એક નબીરો બર્થ ડે કેક છરા વડે કાપી રહ્યો છે. તેમજ જે યુવક કેક કાપી રહ્યો છે. તેની પાછળ ઉભેલા કેટલાક નબીરા છરા અને ધારદાર હથિયારથી રોલો પાડતા હોય તેવું પણ જણાય છે. ચાર મિત્રો ટપોરી સ્ટાઈલમાં જન્મદિવસની ઉજવણી રહ્યા છે.

પોલીસે આરોપીઓની ધરપકડ :

આ ટપોરી સ્ટાઈલમાં જન્મદિવસની ઉજવણી કરતા ૪ આરોપી વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 

 

 

 

 

IMDની ચેતવણી, આ વિસ્તારોને આજે બરાબર ધમરોળશે વરસાદ ! જાણો લેટેસ્ટ આગાહી

0
  • દેશના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ૮૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જાણો કેવો રહેશે આગામી સમય.

દેશના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આંદમાન-નિકોબારમાં આજે અને આવતી કાલે ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. મેઘાલય અને અસમના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પુડુચેરી, ઉત્તર તમિલનાડુ, અને કરાઈકલમાં પણ ભારે વરસાદની શક્યતા છ. જ્યારે કેરળ અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં ઉકળાટવાળી સ્થિતિ જોવા મળી શકે છે.

આજે આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ :

આજના હવામાનની વાત કરીએ તો પૂર્વોત્તર ભારત, તટીય તમિલનાડુના કેટલાક ભાગો અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અને કોંકણ તથા ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની સાથે એક કે બે વખત ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, વિદર્ભ, અને દક્ષિણ ગુજરાતમાં એક કે બે સ્થળો પર હળવા વરસાદની શક્યતા છે.

આ રાજ્યોમાં પણ વરસાદની વકી :

જો આજના હવામાનની વાત કરીએ તે પશ્ચિમી હિમાલયના પહાડી વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ, તેલંગણા, મધ્ય મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક, તમિલનાડુ, લક્ષદ્વિપ, આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં પણ વરસાદ પડી શકે છે તથા પશ્ચિમ હિમાયલની પહાડીઓના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ સાથે હળવા વરસાદની વકી છે.

શું કહે છે અંબાલાલની આગાહી :

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. ૨૭થી ૩૦ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ.

ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે, ૨૮ ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી.

આ પણ વાંચો :-

iphone લોન્ચ થતા જ તેની કોપી કરવા માટે તૈયાર હોય છે આ દેશ, કરે છે છેતરપિંડી

0
  • Iphone : એપલ આઈફોન ક્લોન મોડેલ્સ એટલેકે, ડુપ્લીકેટ મોબાઈલ જેનાથી વિશ્વભરનું મોબાઈલ માર્કેટ ભરાયેલું છે. એમાંય રાજધાની દિલ્લીમાં આનુ બહુ મોટું બજાર છે. જ્યાં તમને જાતજાતના મોંઘા આઈફોનની સેમ કોપી મળી જશે. જોકે, ગ્રાહકો જેડે અહીં ડુપ્લીકેટ માલ આપીને છેતરપિંડી કરવામાં આવે છે.

પાકિસ્તાનમાં પણ ઘણા માર્કેટ છે જ્યાં ડુપ્લિકેટ આઈફોન તૈયાર કરવામાં આવે છે. દક્ષિણ કોરિયામાં પણ નકલી આઈફોનનું નિર્માણ થતું હતું. વધુમાં અહીં નકલી સેમસંગ ફોન પણ બનાવવામાં આવે છે.

થાઈલેન્ડમાં પણ નકલી આઈફોનનું નિર્માણ થતું હતું. આઈફોન્સમાં ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં સામાન્ય રીતે આયાત કરવામાં આવે છે. ભારતમાં પણ નકલી આઈફોન બનાવતો હતો. આઈફોન મોડલ્સમાં વારંવાર ગ્રાહકોને ધોઈને વેચવા માટે ઓનલાઈન અથવા નાના દુકાનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ચાઈના વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક છે જે નકલી આઈફોનનું નિર્માણ કરે છે. અહીં નકલી આઈફોન બનાવવા માટે ઘણા અનાધિકૃત લોકો હતા.

આ પણ વાંચો :-

‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારે વધુ એક હોનહાર સભ્ય ગુમાવ્યો, નવસારીના પત્રકાર ધનેશ પારેખનું નિધન

  • કેનેડા ખાતે રહેતાં પુત્રી અને પુત્રને મળીને પરત આવી રહેલા ધનેશ પારેખ નવસારીના ઝાંપે આવીને ઢળી પડયા.
  • કેનેડામાં પુત્રી પૂજા અને પુત્ર રાધેશ પપ્પા-મમ્મીનો પહોંચી ગયાનો ફોન આવવાની રાહ જોઈને બેઠાં હતાં, ફોન આવ્યો. પરંતુ ફોન કમનસીબ સમાચાર લઈને આવ્યો હતો.
  • રવિવારની વહેલી સવારે મુંબઈ એરપોર્ટ ઉપર ઊતરીને ધનેશ પારેખ અને પત્ની પ્રીતિબેન બંને નવસારી આવવા નીકળ્યાં હતાં. પરંતુ નવસારી પહોંચે ત્યાર પહેલા જ જીવલેણ હાર્ટએટેક આવ્યો અને ધનેશ પારેખ ઢળી પડયા.
  • મંગળવારે પુત્રી પૂજા અને પુત્ર રાધેશનાં આવ્યા બાદ સદ્‍ગતનાં પાર્થિવ શરીરનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

‘ગુજરાત ગાર્ડિયન’ના નવસારી ખાતેના વરિષ્‍ઠ પત્રકાર અને અત્યંત સંવેદનશીલ વ્યક્તિત્વ ધનેશ પારેખનું આજે રવિવારની વહેલી સવારે આકસ્મિક અવસાન થયું હતું.

ધનેશ પારેખ અને પત્ની પ્રીતિબેન પારેખ કેનેડા ખાતેથી પરત આવી રહ્યાં હતાં તથા ચીખલી નજીક ધનેશ પારેખને અચાનક હાર્ટએટેક આવતા ચીખલી ખાતેની સ્પંદન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ લાંબી સારવાર મળે ત્યાર પહેલાં જ ધનેશ પારેખનું નિધન થઈ ચૂક્યું હતું.

ધનેશ પારેખ અને પત્ની પ્રીતિ પારેખ લગભગ બે માસ પહેલાં કેનેડા ખાતે રહેતી પુત્રી પૂજા અને પુત્ર રાધેશને મળવા માટે ગયાં હતાં તથા બંને સંતાનો સાથે લગભગ બે માસ જેટલો સમય પસાર કર્યા બાદ વતન નવસારી આવવા રવાના થયાં હતાં. કેનેડાથી રવાના થયાં ત્યારે પારેખ દંપતી અને બંને સંતાનો પણ ખુશ હતા અને સંતાનો સાથે લાંબો સમય વિતાવ્યાનાં સંતોષ સાથે છૂટા પડયા હતાં.

દરમિયાન રવિવારની વહેલી સવારે મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યા બાદ ધનેશ પારેખ અને પત્ની પ્રીતિ પારેખ સંપૂર્ણ આત્મસંતોષ સાથે નવસારી તરફ આવી રહ્યાં હતાં અને હાઈ-વે ઉપર ચીખલી નજીક પહોંચ્યાં હતાં. મતલબ કે નવસારીના દરવાજે આવી ગયાં હતાં. પરંતુ ઘરના દરવાજામાં પગ મૂકવાનું તેમના નસીબમાં નહોતું અને ચીખલી નજીકથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે અચાનક હાર્ટએટેક આવતાં તેમને તાબડતોબ ચીખલી ખાતેની હોસ્પિ.માં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ તેઓ વધુ સમય શ્વાસ લઈ શક્યા નહોતા અને ઘરના દરવાજે પહોંચી ગયાના સંતોષ સાથે ધનેશ પારેખે કાયમ માટે આંખો મીંચી લીધી હતી.

બીલીમોરાથી ચંદ્રકાંત સોલંકી, અમલસાડથી અશોક પટેલ સહિત અન્ય ચિરપરિચિત લોકો ચીખલી દોડી આવ્યા હતા તથા સદ્‍ગત ધનેશ પારેખના મૃતદેહને નવસારી ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સદાય હસતો અને નિખાલસ માણસ આ રીતે આમ અચાનક અનંતની યાત્રાએ ઊપડી જશે એવી કોઈએ કલ્પના પણ ક્યાંથી કરી હોય !

અરે ! પપ્પાની ખૂબ જ લાડકી પુત્રી પૂજા અને પુત્ર રાધેશ પપ્પા-મમ્મી ઘરે નવસારી હેમખેમ પહોંચી ગયાનાં ફોન આવવાની કેનેડામા રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ પપ્પા હવે આ દુનિયામાં રહ્યાં નથી એવો મેસેજ, ફોન સાંભળીને બંને સંતાનોની હાલત કેવી થઈ હશે એની કલ્પના કરવાનું શક્ય નથી. બે દિવસ પહેલાં તો બંને સંતાનો પપ્પા અને મમ્મીને ભેટી-ભેટીને આવજો આવજો કરી રહ્યાં હતા અને વિખૂટા પડવાના દુઃખથી ચારેયની આંખોમાં આંસુ વહેતાં હતાં ત્યારે ક્યાં કોઈને કલ્પના હતી કે, પપ્પાની વિદાય અંતિમ વિદાય હશે.

ધનેશ પારેખ નખ‌િશખ પત્રકાર હતા. દાયકાઓથી અખબારો અને પત્રકારત્વ સાથે સંકળાયેલા ધનેશ પારેખનો નવસારી અને દક્ષિણ ગુજરાતના સામાજિક, રાજકીય જીવનમાં દબદબો હતો. જૂની અને નવી બંને પેઢીનાં લોકો સાથે તેમનો નાતો રહ્યો હતો. રાજકીય આગેવાન હોય કે સામાજિક આગેવાન હોય કે સહકારી, વેપારી અગ્રણી હોય લગભગ દરેક ક્ષેત્રે ધનેશ પારેખનું આદરપાત્ર સ્થાન હતું. નવસારી સહિત દક્ષિણ ગુજરાતનાં પત્રકાર જગતમાં પણ ધનેશ પારેખ આદરપાત્ર હતા.

IMG-20230827-WA0024

ધનેશ પારેખ મધ્યમવર્ગી પરિવારમાંથી આવતા હતા અને હજુ તો તેમણે જિંદગીનાં છ દાયકા એટલે કે ૬૦ વર્ષ પૂરા કર્યાં હતાં. સતત જીવંત અને બૂમ પાડો એટલે દોડી જનારા ધનેશ પારેખ અને પત્ની પ્રીતિબેન સાથે થોડા દિવસો પહેલાં સુરત ‘ગુજરાત ગાર્ડિયન’ કાર્યાલયમાં આવ્યાં હતાં તથા બંને કેનેડા જઈ રહ્યાં હોવાની ઉત્સાહ સાથે વાત કરી હતી. બંને પતિ-પત્ની સંતાનોને મળવા માટે કેનેડા જઈ રહ્યાં હોવાથી સ્વભાવિક ઉત્સાહમાં હતા અને કેનેડાની ફ્લાઈટમાં બેઠા ત્યારે પણ છેલ્લે-છેલ્લે વાત કરી હતી ત્યારે તેમના અવાજમાં રણકાર હતો અને પરત આવવાના હતા ત્યારે પણ સતત સંપર્કમાં હતા. પરંતુ તેમનો ‘ગુજરાત ગાર્ડિયન’ સાથેનો જીવંત સંપર્ક રવિવારની કમનસીબ વહેલી સવારે અચાનક કપાઈ ગયો હતો અને ધનેશ પારેખ હેમખેમ ઘરે પહોંચી ગયાનો સંદેશો સાંભળવાને બદલે ધનેશ પારેખના મૃત્યુના સમાચાર સાંભળીને ભારે આઘાતનો અનુભવ થયો હતો.

ઘડીભર માટે મન માનવા તૈયાર નહોતું, પરંતુ ચીખલીની સ્પંદન હોસ્પિ.માં હાજર ચંદ્રકાંત સોલંકીએ ઘટના સાચી હોવાનું કહેતા ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારે વધુ એક હોનહાર, પ્રામાણિક અને વફાદાર સાથી ગુમાવ્યાની લાગણી અનુભવી હતી.

ધનેશ પારેખનાં ધર્મપત્ની પ્રીતિ પારેખ અને સંતાનોની માનસિક સ્થિતિની પણ કલ્પના કરી શકાતી હતી. છાતી ઉપર પથ્થર મૂકીને બંને સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે કેનેડા મોકલ્યા પછી આખા ઘરમાં માત્ર પતિ-પત્ની જ એકબીજાનો સહારો હતાં. પત્ની પ્રીતિબેન ધનેશભાઇ માટે પડછાયો હતા. ધનેશ પારેખની નાદુરસ્ત તબિયતને કારણે પ્રીતિબેન એક મિનિટ પણ ધનેશ પારેખને રેઢા મૂકતાં નહોતાં અને અચાનક ધનેશ પારેખ પત્ની પ્રીતિને વિલાપ કરતી મૂકીને અનંતની યાત્રાએ ઊપડી ગયા હતા ! કહી શકાય કે, કુદરતે પણ પ્રીતિ પારેખ સાથે ધરાર અન્યાય કર્યો.

દરમિયાન પુત્રી પૂજા અને પુત્ર રાધેશ કેનેડાથી નવસારી આવવા રવાના થઈ ગયાં હતાં અને સંભવતઃ સોમવારે રાત્રે અથવા તો મંગળવારની વહેલી સવારે પહોંચવાની શક્યતા છે તથા પૂજા અને રાધેશનાં આવ્યા બાદ મંગળવારે સવારે સદ્‍ગત ધનેશ પારેખનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો :-

હીરોઈનને ટક્કર મારે એવી યુવતીએ વિડીયો કોલ કરીને યુવક સાથે જે કર્યું, પોલીસ પણ ચકરાઈ ગઈ

0
  • ૨૫ વર્ષીય નિકિતાએ ૧૬ ઓગસ્ટે છોકરાને પહેલીવાર ફોન કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પરથી છોકરાનો ફોન નંબર મેળવ્યો. બંનેએ એપની મદદથી વીડિયો ચેટિંગ શરૂ કર્યું. થોડા કોલ કર્યા પછી જ, નિકિતાએ છોકરાને તે કરવા કહ્યું જે કેમેરામાં ખૂબ જોખમી હતું.

છોકરો ઓનલાઈન પ્રેમમાં પડયો ! વીડિયો કોલ કરીને યુવતીએ કર્યું આવું કૌભાંડ, ઉતર્યો ‘પ્રેમનો તાવ’; હવે પોલીસ સ્ટેશનના કરવા પડે છે આટાંફેરા. ઓનલાઈન કૌભાંડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. બેંક ફ્રોડ ઉપરાંત હવે ડેટાની પણ ચોરી થઈ રહી છે. એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કૌભાંડીઓ હવે દિલ સાથે પણ રમત રમી રહ્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી સેક્સટોર્શનના કિસ્સાઓ પણ સામે આવવા લાગ્યા છે. અહીં સ્કેમર્સ પ્રેમ શોધવા માટે ઑનલાઇન આવતા લોકોને ટાર્ગેટ કરે છે. લોકોને વિડિયો કોલ પર અમુક કામ કરવા મજબૂર કરવામાં આવે છે અને પછી શરૂ થાય છે બ્લેકમેલની રમત. આવું જ બેંગલુરુમાં રહેતા ૩૦ વર્ષીય વ્યક્તિ સાથે થયું. ડેટિંગ એપના કારણે તેણે પોતાની જાતને તેમની સાથે મુશ્કેલીમાં મુકી દીધી અને તેને ઘણું સહન કરવું પડયું. આવો જાણીએ શું છે મામલો.

ભારે પડયો ઓનલાઈન પ્રેમ :

ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, બેંગ્લોરના ટેક સેવી રહેવાસીએ ડેટિંગ એપ વિશે ઘણી રોમાંચક વાતો સાંભળી હતી. તેણે વિચાર્યું કે તેને ત્યાં સાચો પ્રેમ મળશે. પછી તેની સાથે કંઈક એવું બન્યું, જેની તેણે ક્યારેય અપેક્ષા નહોતી કરી. તે નિકિતા નામની એક છોકરી અને બીજા છોકરા અરવિંદ શુક્લાને ઓનલાઈન મળ્યો. બંનેએ ટેક સેવીની નબળાઈ જોઈ અને લાભ લેવાનું નક્કી કર્યું.

વીડિયો કોલ પર પકડાયો :

૨૫ વર્ષીય નિકિતાએ ૧૬ ઓગસ્ટે છોકરાને પહેલીવાર ફોન કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પરથી છોકરાનો ફોન નંબર મેળવ્યો. બંનેએ એપની મદદથી વીડિયો ચેટિંગ શરૂ કર્યું. થોડા કોલ કર્યા પછી જ નિકિતાએ છોકરાને તે કરવા કહ્યું જે કેમેરામાં ખૂબ જોખમી હતું. તે કેમેરા સામે જે કામ કરી રહ્યો હતો. તે છોકરી બધું રેકોર્ડ કરી રહી હતી.

રેકોર્ડ કર્યો વીડિયો કોલ :

તે પછી છોકરીએ અચાનક પોતાનો વિચાર બદલી નાખ્યો અને રેકોર્ડ કરેલો વીડિયો બતાવીને તે ધમકી આપવા લાગી કે તે આ વીડિયો તેના મિત્રો અને પરિવારજનોને બતાવશે. તેણે ડરનો ફાયદો ઉઠાવીને કેટલાક બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. ત્યારબાદ અરવિંદ શુક્લાની એન્ટ્રી છે. તેણે પોતાને ઉત્તર પ્રદેશ પોલીસનો અધિકારી ગણાવ્યો અને બેંગલુરુમાં બેઠેલા વ્યક્તિને ફોન પર ધમકાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેણે રૂ.૨.૬ લાખ આપ્યા.

લાખોનું નુકસાન :

પીડિતાના પૈસા ખતમ થતાની સાથે જ તેણે બેંગલુરુના વ્હાઈટફિલ્ડ વિસ્તારમાં પોલીસનો સંપર્ક કર્યો. તેણે પોલીસની સામે આખી વાત કહી. તેણે કહ્યું કે ખોટા લોકો પર વિશ્વાસ કરવાને કારણે તેની પાસેથી લગભગ ૨.૬ લાખ રૂપિયા લૂંટાયા.

પોલીસ તપાસ શરૂ :

હવે મામલો પોલીસ પાસે છે અને તેઓ તપાસ કરી રહ્યા છે. તે કૌભાંડીઓને પકડવા અને પૈસા કોની પાસે ગયા તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે દરેકને વિનંતી કરી છે કે કોઈ પણ અજાણી વ્યક્તિનો ઓનલાઈન સંપર્ક ન કરો અને સોશિયલ મીડિયા એપ્સ અથવા ડેટિંગ એપ્સથી સાવચેત રહો.

આ પણ વાંચો :-

Bank Holidays : સપ્ટેમ્બરમાં આટલા દિવસ બંધ રહેશે બેંકો, જલદી ચેક કરી લો હોલી ડે કેલેન્ડર

0
  • Bank Holidays in September : સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશભરમાં ઘણા તહેવારો છે અને તેના કારણે વારંવાર બેંક રજાઓ જઈ રહી છે. જેના કારણે ઘણા લોકો પરેશાન થઈ શકે છે.

દેશમાં તહેવારોની મોસમનો થનગનાટ જોવા મળી રહ્યો છે. આગામી મહિનાઓ દરમિયાન એક પછી એક ઘણા મોટા તહેવારો આવવાના છે. જેની શરૂઆત આ મહિનાથી જ થશે. તેનાથી બેંકોના કામકાજ પર અસર પડશે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર દેશના વિવિધ ભાગોમાં આવતા મહિને ૧૬ દિવસ બેંકો બંધ રહેશે. મતલબ કે દર બીજા દિવસે ક્યાંક ને ક્યાંક બેંકની રજા હશે.

આ રીતે નક્કી કરવામાં આવે છે રજાઓ :

બેંક રજાઓ બે રીતે નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રીય રજાઓ નિમિત્તે દેશભરમાં બેંકો બંધ રહે છે. એ જ રીતે દર રવિવારે અને બીજા અને ચોથા શનિવારે, સમગ્ર દેશમાં બેંકો બંધ રહે છે. આ સિવાય પ્રાદેશિક તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ સ્થળોએ બેંકો અલગ-અલગ દિવસે બંધ રહે છે. ચાલો જોઈએ કે સપ્ટેમ્બર મહિનામાં કયા દિવસે અને ક્યાં બેંક રજાઓ રહેશે.

સપ્ટેમ્બરમાં રજાઓનું લિસ્ટ :

૩ સપ્ટેમ્બર ૨૦૨૩ : રવિવાર. સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
૬ સપ્ટેમ્બર ૨૦૨૩ : ભુવનેશ્વર, ચેન્નાઈ, હૈદરાબાદ અને પટનામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે બેંકો બંધ રહેશે.
૭ સપ્ટેમ્બર ૨૦૨૩ : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે અમદાવાદ, ચંદીગઢ, દેહરાદૂન, ગંગટોક, તેલંગાણા, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
૯ સપ્ટેમ્બર ૨૦૨૩ : બીજા શનિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે.
૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ : રવિવારે પણ દેશભરની બેંકોમાં રજા રહેશે.
૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ : રવિવાર. સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.

૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ : વિનાયક ચતુર્થી નિમિત્તે બેંગલુરુ અને તેલંગાણામાં બેંકો બંધ રહેશે.
૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ : અમદાવાદ, બેલાપુર, ભુવનેશ્વર, મુંબઈ, નાગપુર અને પણજીમાં ગણેશ ચતુર્થીના કારણે બેંકો બંધ રહેશે.
૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ : કોચી અને ભુવનેશ્વરમાં ગણેશ ચતુર્થી અને નુઆખાઈને કારણે બેંકો બંધ રહેશે.
૨૨ સપ્ટેમ્બર ૨૦૨૩ : શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસને કારણે કોચી, પણજી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩ : ચોથા શનિવારે દેશભરમાં બેંકોમાં રજા રહેશે.
૨૪ સપ્ટેમ્બર ૨૦૨૩ : રવિવાર. સમગ્ર દેશમાં રજા રહેશે.
૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩ : શ્રીમંત શંકરદેવની જન્મજયંતિ પર ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.
૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ : મિલાદ-એ-શરીફને કારણે જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ : ઈદ-એ-મિલાદને કારણે અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, કાનપુર, લખનૌ, મુંબઈ અને નવી દિલ્હીમાં બેંકો બંધ રહેશે.
૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ : ઈદ-એ-મિલાદ-ઉન-નબીના અવસર પર ગંગટોક, જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.

આ પણ વાંચો :-

૨૭ ઓગષ્ટ / મહેનત ફળ ઓછું મળશે, તબિયત લથડવાના ચાંસ, આ રાશિના જાતકોનો રવિવાર કપરો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહત્વના કાર્યોમાં સફળતા મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે. આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે. શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે. કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વેપાર-ધંધામાં સારા લાભ જણાશે. નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે. બઢતીની ઉત્તમ તક મળશે. પરિવારમાં શાંતિ જણાશે.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે. વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. કોર્ટ-કચેરીના કામમાં પ્રગતિ જણાશે. કર્મચારીથી સારો સહયોગ મળશે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે. નોકરી-ધંધામાં ધ્યાન આપવું પડે. ઉદ્યોગ-વેપારમાં અનુકૂળતા જણાશે. સંતાનોના શૈક્ષણિક બાબતે પ્રશ્નો હળવા થશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મામા-મોસાળથી લાભ થશે. વાણી-વર્તનમાં કાળજી રાખવી. સગા-વ્હાલાથી પરેશાની જણાશે. જૂની સમસ્યાઓમાં સમાધાન મળશે.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે. આર્થિક બાબતે લાભ જણાશે. ભાગ્યોદયની ઉત્તમ તક મળશે. તબિયતની બાબતે કાળજી લેવી પડશે.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારીના કામથી લાભ થશે. વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે નવી તકો મળશે. ધીરજથી કામની શરૂઆત કરવી. મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે. અચાનક બહારગામ જવાનું થાય.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વેપારમાં નવી યોજના સફળ બનશે. નવા લોકોની મુલાકાતથી લાભ થાય. દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે. માતાના સ્વાસ્થ્યમાં સાચવવું.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાજિક, આર્થિક બાબતે સહકાર મળશે. હરિફાઈવાળા કામમાં સફળતા મળશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. કરેલી મહેનત સારું ફળ આપશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. નોકરીમાં યશના અવસરો મળશે. પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે. સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે.

આ પણ વાંચો :-