Home Blog Page 940

આ 8 જિલ્લામાં વરસાદ, નવરાત્રી બગાડશે

0

નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા નવરાત્રીનાં પ્રથમ દિવસે જ સુરેન્દ્ર નગર, મહેસાણા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, ખેડા તેમજ આણંદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. તો નવરાત્રીનાં બીજા દિવસે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ થોડા સમય અગાઉ જણાવ્યું હતું કે, ૧૭મી ઓક્ટોમ્બરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. અને આ પ્રક્રિયાનાં કારણે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને પછી છુટા છવાયા ઝાપટા પડી શકે છે.  નવરાત્રીમાં દશેરા પૂર્વે દુર્ગાષ્ટમી આસપાસ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.

આ પણ વાંચો :-

વિદેશ મંત્રીએ કહ્યું કે ઇઝરાઇલમાં ફસાયા ૧૮ હજાર ભારતીય નાગરિકોની સુરક્ષાની જવાબદારી આપણી

0

ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસ વચ્ચે ૭ ઓકટોબરથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણા દેશોએ પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢ્યા છે. ભારતે ઇઝરાઇલમાં રહેતા ભારતીયોના સ્વદેશ પરત લાવવા માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. આ અંતર્ગત ગુરુવારે પ્રથમ ફ્લાઇટ રવાના થશે. વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે આ અંગે જાણકારી આપી હતી.

વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું છે કે, ઇઝરાઇલથી પરત કરવા ઈચ્છતા આપણા નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવી રહ્યું છે. વિશેષ ચાર્ટર ક્લાઇટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સરકાર વિદેશમાં તેના નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.’

ભારતીય દૂતાવાસની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ ઇઝરાઇલમાં લગભગ ૧૮,૦૦૦ ભારતીય નાગરિકો છે. આમાં મુખ્યત્વે ઇઝરાઇલના વડીલો, હીરાના વેપારીઓ, આઇટી પ્રોફેશનલ્સ અને વિધાર્થીઓની સંભાળ રાખવા માટે નિયુક્ત કરાયેલા લોકોનો સમાવેશ થાય છે. ઇઝરાઇલમાં ભારતીય મૂળના લગભગ ૮૫,૦૦૦ યહૂદીઓ પણ છે, જેઓ ૫૦ અને ૬૦ના દાયકામાં ભારતમાંથી ઈઝરાયેલ ગયા હતા.

ઇઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં ૩૫૦૦થી વધુ લોકોના મોત થયા છે. જેમાંથી લગભગ ૧૨૦૦ ઇઝરાઇલી  નાગરિકો છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ ૯૫૦ પેલેસ્ટિનિયનોએ પણ જીવ ગુમાવ્યો છે. ગાઝા પર ઇઝરાયેલના હુમલામાં યુએનના 9 કર્મચારીઓ પણ માર્યા ગયા છે.

આ પણ વાંચો :-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડથી આદિ કૈલાશના દર્શન કર્યા, 4200 કરોડની આપશે ભેટ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે ઉત્તરાખંડના પિથોરાગઢમાં કૈલાશ વ્યુ પોઈન્ટથી આદિ કૈલાશના દર્શન કર્યા હતા. આ વ્યુ પોઈન્ટ જોલિંગકોંગ વિસ્તારમાં છે જ્યાંથી કૈલાશ પર્વત સ્પષ્ટ દેખાય છે. આ માટે ચીનના કબજા હેઠળના તિબેટ જવાની જરૂર રહેશે નહીં. આ સાથે PM મોદીએ પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી હતી. ચીનની સરહદ અહીંથી ૨૦ કિલોમીટર દૂરથી શરૂ થાય છે.

નરેન્દ્ર મોદી દેશના પહેલા PM છે જેમણે ઉત્તરાખંડમાં ભારત-ચીન બોર્ડર પર આદિ કૈલાશ પર્વતની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે, ઉત્તરાખંડના ધારચુલાથી ૭૦ કિમી દૂર અને ૧૪૦૦૦ ફૂટ ઉપર આવેલું એક નાનકડું નિર્જન ગામ ગુંજી આગામી બે વર્ષમાં એક મોટા ધાર્મિક શહેર શિવધામ તરીકે વિકસિત થશે. ધારચુલા પછી, કૈલાશ વ્યુ પોઈન્ટ, ઓમ પર્વત અને આદિ કૈલાશના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે આ સૌથી મોટો અને મહત્વપૂર્ણ સ્ટોપ હશે. અહીંયા મોટા યાત્રી આવાસ અને હોટલ બનાવવામાં આવશે. ભારતીય ટેલિકોમ કંપનીઓનું નેટવર્ક પણ ઉપલબ્ધ થશે. ગામમાં હોમ સ્ટે વધારવામાં આવશે.

પિથોરાગઢના ડીએમ રીના જોશીના જણાવ્યા અનુસાર નાભિધંગ, ઓમ પર્વત અને કૈલાશ વ્યુ પોઈન્ટનો રસ્તો ગુંજીની જમણી બાજુથી જાય છે, જ્યારે આદિ કૈલાશ અને જોલીકોંગનો રસ્તો ડાબી બાજુથી જાય છે. તેથી આ ગામ કૈલાસ યાત્રીઓની સુવિધા માટે યોગ્ય છે.

વડાપ્રધાન બપોરે ૧૨ વાગે અલ્મોડા જિલ્લાના જાગેશ્વર જશે. અહીં તેઓ જાગેશ્વર ધામની મુલાકાત લેશે. લગભગ ૬૨૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલા જાગેશ્વર ધામમાં ૨૨૪ પથ્થરના મંદિરો છે. PM મોદી બપોરે ૨:૩૦ વાગ્યે પિથૌરાગઢ પહોંચશે. જ્યાં તેઓ ગ્રામીણ વિકાસ, રસ્તા, વીજળી, સિંચાઈ, પીવાનું પાણી, બાગાયત, શિક્ષણ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રો સાથે સંબંધિત લગભગ ૪૨૦૦ કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો :-

રિઝવાને પોતાની સદી પેલેસ્ટિનિયન લોકોને સમર્પિત કરી,આપ્યો ICCએ જવાબ

0

વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ની વચ્ચે હવે ઈઝરાયલ-હમાસનું યુદ્ધ પણ આવી ગયું છે. પાકિસ્તાની સ્ટાર વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને સદી ફટકારી હતી અને મેચ બાદ રિઝવાને પોતાની આ સદી ગાઝાનાં લોકોને સમર્પિત કરી હતી. જે બાદ  ICC પાસે તેની સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી. હવે આ વિશે પોતાનો જવાબ આપ્યો છે.

વાત એમ છે કે વર્લ્ડ કપ ૨૦૨૩માં સોમવારે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને ૧૩૧ રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગની મદદથી પાકિસ્તાને ૩૪૫ રનનો પહાડ જેવો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આ જીત બાદ મોહમ્મદ રિઝવાને એક ટ્વિટ કરીને પોતાની સદી પેલેસ્ટિનિયન લોકોને સમર્પિત કરી હતી.

મોહમ્મદ રિઝવાનના આ ટ્વીટ બાદ ICC પાસે કાર્યવાહીની માંગ ઉઠી હતી. તેના પર ICCએ કહ્યું કે, ‘આ રમતના મેદાનની બહાર છે અને તેમના વિસ્તારમાં નથી. આ વ્યક્તિગત અને તેના ક્રિકેટ બોર્ડની વાત છે.’ એટલે કે રિઝવાન સામે જોઈ કાર્યવાહી થશે નહીં.

૨૦૧૯માં વનડે વર્લ્ડ કપ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની પોતાની ભારતીય સેનાના સપોર્ટમાં ખાસ ગ્લોવ્ઝ પહેરીને આવ્યાં હતાં. જેમાં ભારતીય સેનાનું ‘બલિદાન બેજ’ લાગેલ હતો. ત્યારે ICCએ ધોની સામે એક્શન લીધું હતું અને લોગોને હટાવવા માટે કહ્યું હતું. હવે ફેન્સે આ કિસ્સો યાદ કરીને રિઝવાન પર પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો :-

 

યુદ્ધમાં એક પણ ભારતીયનું મોત થયું નથીઃ ઇઝરાઇલી કોન્સ્યુલેટ જનરલ

0

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ત્યાં રહેતા ભારતીયોની મુસીબતો વધી ગઈ છે. ઇઝરાયલમાં 20 હજારથી વધુ ભારતીયો રહે છે. આ તરફ મુંબઈમાં ઇઝરાયલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, ઇઝરાયલ સેના અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કોઈ ભારતીય જાનહાનિની ​​કોઈ માહિતી નથી. ભારત અને ઈઝરાયેલ વચ્ચેની ફ્લાઈટ બંધ થઈ ગઈ છે. વિદેશ મંત્રાલય ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં વ્યસ્ત છે.

ઇઝરાયલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, અમને ઇઝરાયલમાં રહેતા કોઈપણ ભારતીયના મૃત્યુ કે ઈજાની જાણ નથી. જો અમને આ અંગે કોઈ માહિતી મળશે તો હું અંગત રીતે આ બાબતની તપાસ કરીશ. ઇઝરાયલમાં 20,000થી વધુ ભારતીયો રહે છે. મને ત્યાં ફસાયેલા ભારતીયોની ચોક્કસ સંખ્યા ખબર નથી. ઇઝરાયલમાં રહેતા મોટાભાગના ભારતીયો તેલ અવીવમાં રહે છે. દર વર્ષે અહીંથી હજારો લોકો તીર્થયાત્રા માટે જેરુસલેમ પણ જાય છે.

જ્યારે શનિવારે હમાસે હુમલો કર્યો ત્યારે ઇઝરાયલમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલિવૂડના ઘણા કલાકારો હાજર હતા. તાજેતરમાં જ અભિનેત્રી નુસરત ભરૂચા સુરક્ષિત રીતે ભારત પરત આવી છે. આ સંઘર્ષ શનિવારે ત્યારે શરૂ થયો જ્યારે હમાસના ઉગ્રવાદીઓએ ઇઝરાયલમાં ઘૂસીને લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. જેના કારણે દાયકાઓમાં પ્રથમ વખત ઈઝરાયેલની સડકો પર મોટાપાયે ગોળીબાર કરવામાં આવ્યો હતો. બંને તરફથી 2100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભારતે ઇઝરાયલથી ભારત પરત ફરવા ઈચ્છતા ભારતીયો માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઇઝરાયલ અને ભારત વચ્ચેની ફ્લાઇટ્સ બંધ થવાને કારણે ત્યાં ફસાયેલા ભારતીયો ઇચ્છે તો પણ પરત ફરી શકતા નથી. વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, ઇઝરાયલથી પરત ફરવા ઈચ્છતા ભારતીયો માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

આ પણ વાંચો :-

નવરાત્રી અને વર્લ્ડ કપ મેચની સુરક્ષા મામલે દાદાની આજે કેબિનેટ બેઠક

0

ગાંધીનગરમાં સવારે 10.30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજની આ બેઠકમાં રાજ્યના મહત્વના અને પ્રાથમિક પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય છે, પરંતુ ગઈકાલે વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને CM ભૂપેન્દ્ર પટેલની મુંબઈમાં ઉદ્યોગકારો સાથે બેઠક હોવાને કારણે કેબિનેટની બેઠક ગુરુવારે યોજવાનું નક્કી કરાયું હતું.

આજે સીએમની અધ્યક્ષતામાં યોજાનાર કેબિનેટની બેઠકમાં 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત પાકિસ્તાનની મેચની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. જેથી સ્ટેડિયમમાં અને તેની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસને પેટ્રોલિંગ વધારી દેવાની સૂચના આપવામાં આવી છે. આજની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત આજની બેઠકમાં 15મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવરાત્રીના પર્વને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. નવરાત્રીમાં આરોગ્યલક્ષી કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે નવરાત્રી પહેલા જ અનેક વિસ્તારોમાંથી ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોતના બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે આજની કેબિનેટની બેઠકમાં 108ની ટીમોને ક્યાં ડિપ્લોય કરવી તે બાબતની પણ ચર્ચા કરવામાં આવશે.

આજની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. તો અતિવૃષ્ટિ સહાય સંદર્ભે કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ સમીક્ષા કરવામાં આવશે.

આ પણ વાંચો :-

બિહારમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ક્રેસ, ૬ના મોત ૧૦૦ ઘાયલ

0

કામાખ્યા થઈને દિલ્હીથી પટના જતી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના અકસ્માતને કારણે ડાઉન લાઈનના પાટા ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. આવી સ્થિતિમાં દિલ્હીથી પરત આવતી ટ્રેનોને દીન દયાલ ઉપાધ્યાય જંક્શનથી ડાયવર્ટ કરવામાં આવશે.

નવી દિલ્હીથી કામાખ્યા જતી નોર્થ એક્સપ્રેસ બુધવારે રાત્રે ડીડીયુ જંક્શન-પટના રેલ્વે માર્ગ પર બક્સરના રઘુનાથપુર પૂર્વ ગુમતી પાસે અકસ્માતનો ભોગ બની હતી . ટ્રેનની એક બોગી પલટી ગઈ જ્યારે છ બોગી પાટા પરથી ઉતરી ગઈ. જિલ્લા પ્રશાસને ૬૦ થી ૭૦ લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે. ઘટના સ્થળે રાહત કાર્યમાં લાગેલા લોકોએ જણાવ્યું છે કે ચાર લોકોના મોત થયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અંશુલ અગ્રવાલે પણ આ મૃત્યુની પુષ્ટિ કરી છે. અહીં આ ભયાનક દુર્ઘટના બાદ ડાઉન લાઇન પરની ઘણી ટ્રેનોને અસર થઈ છે. આ રૂટ પર દોડતી ઘણી ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે જ્યારે ઘણી ટ્રેનોના રૂટ બદલીને ચલાવવામાં આવી રહી છે. જ્યારે ટ્રેન નંબર ૧૫૧૨૫  અને ૧૫૧૨૬  BSBS-PNBE જનશતાબ્દી ટ્રેન રદ કરવામાં આવી છે.

રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને ડીડીયુ-સસરામ-આરા અને ડીડીયુ-ગયા-પટના રૂટ દ્વારા મોકલવામાં આવ્યો છે. એવી શક્યતા છે કે રેલવે વિભૂતિ એક્સપ્રેસ, ગુવાહાટી-રાજધાની એક્સપ્રેસ, સીમાંચલ એક્સપ્રેસ અને પંજાબ મેલ સહિત અડધો ડઝન ટ્રેનોના રૂટમાં ફેરફાર કરે.

આ પણ વાંચો :-

12,ઓક્ટોબર/ નિરાશાનો અનુભવ, પણ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ, કઈ રાશિના જાતકોનો બુધવાર કેવો જશે? જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ
સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના-ભાઇ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય.પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.
વૃષભઃ
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.
‌મિથુનઃ
સ્વભાવમાં જીદ્દીપણું વધતું જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદભવે. આરોગ્ય સારૂં રહેશે.
કર્કઃ ‌
આનંદ-ઉત્સાહ-ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધન લાભના યોગ છે. પરિવારમાં વાદ-વિવાદ વધતા જણાય. દગા-ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.
‌સિંહઃ
પૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વધતી જણાશે. સાથેસાથે રંગીન તત્વ અને શારિરીક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્ષચેન્જ તથા કેમીસ્ટના ધંધાવાળા માટે શુભ.
કન્યાઃ
વિદેશથી સારા સમાચાર મળે. એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.
તુલાઃ
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.
વૃ‌શ્ચિકઃ
દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારૂ રહે.
ધનઃ
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારૂ રહેશે.
મકરઃ
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે. આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.
કુંભઃ
આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારૂ રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.
મીનઃ
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ સરસ દિવસ જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-

લવ મેસેજ એક્ટમાં સુધારો ન થાય તો આંદોલનની ચીમકી

0

સરદાર પટેલ સેવા દળની આગેવાની સુરતના પાસોદરા ખાતે સર્વ સમાજની બેઠક મળી હતી. કમિટીની રચના બાદ ૧૮૨ ધારાસભ્ય અને ૨૬ સાંસદોને કમિટી રૂબરૂ મળી લવ મેરેજના કાયદા સુધારા અંગે રજૂઆત કરશે. નિકાલ નહિ આવે તો સર્વ સમાજને સાથે રાખીને સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી.

સરદાર પટેલ સેવા દળ, એસ.પી.જી ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પ્રમુખ દ્વારા થોડા મહિના અગાઉ લવ મેરેજ એક્ટ માં સુધારા કરવામાં આવે તે પ્રકારની રજુઆત કરવામાં આવી છે. ખાસ કરીને વિધર્મીઓ દ્વારા હિન્દૂ યુવતીને લવ જેહાદ માં ફસાવી તેની સાથે ખીલવાડ કરવામાં આવતો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજરોજ સુરતના પાસોદરા ખાતે સર્વે સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી.  SPG ગૃપ દ્વારા ચિંતન શિબિરમાં પાટીદાર સમાજ સહિત અનેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

SPG ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ, કરણી સેનાના રાજ સેખાવત સહિત ૩૨ જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન બેઠક મુખ્યત્વે પ્રેમ લગ્નને લઈ ૪ જેટલા મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા છે.  જેમાં જે તે ગામમાં સ્થળે જ લગ્ન નોંધણી, લગ્ન નોંધણીમાં જે તે પોલીસનું વેરિફિકેશન, તલાટીથી લઈ મામલતદાર સુધીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ ખાસ પ્રેમ લગ્નમાં માતા પિતાની ફરજીયાત સહી માટે માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ડુપ્લિકેટ ટીકીટ વેચાવા માંડી, ૪ આરોપી પકડાયા

0

ભારતની મેજબાનીમાં વન ડે વર્લ્ડ કપ શાનદાર રીતે રમાઈ રહ્યો છે. દર્શકો આતુરતાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચની રાહ જોઈ રહ્યા છે. ૧૪ ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમવામાં આવશે. જો કે, આ મેચની ટિકિટને લઈ ભારે અફરા તફરી મચેલી જોવા મળી રહી છે. ત્યારે ભારત અને પાકિસ્તાનની મેચને લઈ કાળાબજારીઓ પણ નકલી ટિકિટો વેચવા માટે એક્ટિવ થયા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષમાં રેડ પાડી હતી જ્યાંથી ૧૦૮ મેચની ડુપ્લિકેટ ટિકિટ અને ૨૫ પેજ કબજે કર્યા છે.

ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે. બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી હતી. જેમાં ૧૦૮ મેચની ડુપ્લિકેટ ટિકિટ અને ૨૫ પેજ ટિકિટ ઝેરોક્ષ મળી આવી હતી. જેમાં 1 પેજ પર ૩ ટિકિટની કલર પ્રિન્ટ બનાવી હતી. ડુપ્લિકેટ ૧૦૮ ટિકિટ તેમજ ૧૨૫ છપાયેલા પેજ પણ ઝડપાયા ઝડપાયા છે. જે તમામ પોલીસે કબજે કરી 4 આરોપીની કરી ધરપકડ છે. ૨ હજારના દરની બોગસ ટિકિટ બનાવી હતી. ટિકિટ વેચાય તે પહેલા જ આરોપીઓને દબોચી લેવાયા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪ ઓક્ટોબરે અમદાવાદ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જવાનો રસ્તો સરળ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ હારી નથી જ્યારે તેણે પાડોશી દેશને સાત વખત હરાવ્યું છે. આ વખતે ભારતનો હેતુ આઠમી જીત હાંસલ કરવાનો રહેશે. ભારતે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાને જીતની દાવેદાર માનવામાં આવે છે.

અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેંગ્પ સિંહ મલિકે જણાવ્યું કે, ઈમરજન્સી પરિસ્થિતિમાં પોલીસ પાસે પ્લાન બી પણ છે. સ્ટેડિયમમાં વિવાદાસ્પદ બેનર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. દર્શકોના તમામ બેનર અને પોસ્ટરની તપાસ કરવામાં આવશે, જેથી કોઈ પ્રકારની અફવા ના ફેલાય. શાહપુર, દરિયાપુર અને જમાલપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ તહેનાત કરવામાં આવશે.

આ પણ વાંચો :-