વિદેશ મંત્રીએ કહ્યું કે ઇઝરાઇલમાં ફસાયા ૧૮ હજાર ભારતીય નાગરિકોની સુરક્ષાની જવાબદારી આપણી

Share this story

ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસ વચ્ચે ૭ ઓકટોબરથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણા દેશોએ પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢ્યા છે. ભારતે ઇઝરાઇલમાં રહેતા ભારતીયોના સ્વદેશ પરત લાવવા માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. આ અંતર્ગત ગુરુવારે પ્રથમ ફ્લાઇટ રવાના થશે. વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે આ અંગે જાણકારી આપી હતી.

વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું છે કે, ઇઝરાઇલથી પરત કરવા ઈચ્છતા આપણા નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવી રહ્યું છે. વિશેષ ચાર્ટર ક્લાઇટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સરકાર વિદેશમાં તેના નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.’

ભારતીય દૂતાવાસની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ ઇઝરાઇલમાં લગભગ ૧૮,૦૦૦ ભારતીય નાગરિકો છે. આમાં મુખ્યત્વે ઇઝરાઇલના વડીલો, હીરાના વેપારીઓ, આઇટી પ્રોફેશનલ્સ અને વિધાર્થીઓની સંભાળ રાખવા માટે નિયુક્ત કરાયેલા લોકોનો સમાવેશ થાય છે. ઇઝરાઇલમાં ભારતીય મૂળના લગભગ ૮૫,૦૦૦ યહૂદીઓ પણ છે, જેઓ ૫૦ અને ૬૦ના દાયકામાં ભારતમાંથી ઈઝરાયેલ ગયા હતા.

ઇઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં ૩૫૦૦થી વધુ લોકોના મોત થયા છે. જેમાંથી લગભગ ૧૨૦૦ ઇઝરાઇલી  નાગરિકો છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ ૯૫૦ પેલેસ્ટિનિયનોએ પણ જીવ ગુમાવ્યો છે. ગાઝા પર ઇઝરાયેલના હુમલામાં યુએનના 9 કર્મચારીઓ પણ માર્યા ગયા છે.

આ પણ વાંચો :-