ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ડુપ્લિકેટ ટીકીટ વેચાવા માંડી, ૪ આરોપી પકડાયા

Share this story

ભારતની મેજબાનીમાં વન ડે વર્લ્ડ કપ શાનદાર રીતે રમાઈ રહ્યો છે. દર્શકો આતુરતાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચની રાહ જોઈ રહ્યા છે. ૧૪ ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમવામાં આવશે. જો કે, આ મેચની ટિકિટને લઈ ભારે અફરા તફરી મચેલી જોવા મળી રહી છે. ત્યારે ભારત અને પાકિસ્તાનની મેચને લઈ કાળાબજારીઓ પણ નકલી ટિકિટો વેચવા માટે એક્ટિવ થયા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષમાં રેડ પાડી હતી જ્યાંથી ૧૦૮ મેચની ડુપ્લિકેટ ટિકિટ અને ૨૫ પેજ કબજે કર્યા છે.

ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે. બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી હતી. જેમાં ૧૦૮ મેચની ડુપ્લિકેટ ટિકિટ અને ૨૫ પેજ ટિકિટ ઝેરોક્ષ મળી આવી હતી. જેમાં 1 પેજ પર ૩ ટિકિટની કલર પ્રિન્ટ બનાવી હતી. ડુપ્લિકેટ ૧૦૮ ટિકિટ તેમજ ૧૨૫ છપાયેલા પેજ પણ ઝડપાયા ઝડપાયા છે. જે તમામ પોલીસે કબજે કરી 4 આરોપીની કરી ધરપકડ છે. ૨ હજારના દરની બોગસ ટિકિટ બનાવી હતી. ટિકિટ વેચાય તે પહેલા જ આરોપીઓને દબોચી લેવાયા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪ ઓક્ટોબરે અમદાવાદ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જવાનો રસ્તો સરળ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ હારી નથી જ્યારે તેણે પાડોશી દેશને સાત વખત હરાવ્યું છે. આ વખતે ભારતનો હેતુ આઠમી જીત હાંસલ કરવાનો રહેશે. ભારતે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાને જીતની દાવેદાર માનવામાં આવે છે.

અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેંગ્પ સિંહ મલિકે જણાવ્યું કે, ઈમરજન્સી પરિસ્થિતિમાં પોલીસ પાસે પ્લાન બી પણ છે. સ્ટેડિયમમાં વિવાદાસ્પદ બેનર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. દર્શકોના તમામ બેનર અને પોસ્ટરની તપાસ કરવામાં આવશે, જેથી કોઈ પ્રકારની અફવા ના ફેલાય. શાહપુર, દરિયાપુર અને જમાલપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ તહેનાત કરવામાં આવશે.

આ પણ વાંચો :-