Home Blog Page 920

સુરતમાં મિસ્ત્રી પરિવારના સાત સભ્યોની સામૂહિક આત્મહત્યા

0

પાલનપુર પાટિયા પાસે નૂતન રો-હાઉસની સામે એક ચકચારી ઘટના સામે આવી છે. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારનાના સાત લોકોના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ અંગે તપાસ કરી રહી છે, જોકે પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાની શંકાઓ સેવાઈ રહી છે.

પુત્ર. કુશાલ (ઉં.વ. ૫) પુત્રી કાવ્ય (ઉ. વ. ૯) પુત્રી દિશા(ઉ. વ. ૧૩), પત્ની રિટા, પિતા કનું ભાઈ અને માતા શોભાના બેનના મોત

પરિવારના સાત સદસ્યોમાં પતિ-પત્ની, માતા-પિતા, બે બાળક અને એક બાળકીનો સમાવેશ થાય છે. આ ઘટના અંગે હાલ પોલીસ દ્વારા હાલ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સૌપ્રથમ મૃતકોના મૃતદેહોને દવાખાને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે આસપાસના લોકો તથા પરિવારજનોની પૂછપરછ પણ હાથ ધરી છે. જોકે, હાલ આર્થિક સંકડામણના કારણે પરિવારે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સુરતના રાંદેર રોડ પાલનપુર પાટિયા નજીક રહેતા અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના વતની અને ફર્નિચરના કોન્ટેક્ટ મનીશ સોલંકી (મિસ્ત્રી) સહિત ૭ સભ્યો સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક સમસ્યા અને કારણ ભૂત હોવાનું અનુમાન સુસાઈડ નોટ મળી આવી .

આ પણ વાંચો :-

 

નેપાલ પછી હવે ભારતના પડોશી દેશ મ્યાનમારમાં ભૂકંપના ઝટકા, રીક્ટર સ્કેલ પર ૪.૫ની તીવ્રતા

0

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, આજે વહેલી સવારે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ૪.૫ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ પહેલા સોમવારે પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા ૪.૩ની નોંધાઈ હતી. હાલ ભૂકંપને કારણે કોઈ જાનમાલ કે નુકસાનના સમાચાર નથી.

છ દિવસ પહેલા જ નેપાળ-ભારતના સરહદી વિસ્તાર તેમજ બિહારના કેટલાક વિસ્તારોમાં  ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ની માપવામાં આવી હતી. જો કે ભૂકંપમાં કોઈ મોટી જાનહાનિ કે કોઈ નુકસાનના અહેવાલ ન હતા.  બિહારના પટનાના ગાર્ડનીબાગ વિસ્તારમાં લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા, લોકોના કહેવા પ્રમાણે ભૂકંપના આંચકા ત્રણથી ચાર સેકેન્ડ સુધી અનુભવાયા હતા. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર  નેપાળના કાંઠમંડુથી નજીક નોંધાયું હતું.

આ પણ વાંચો :-

હજીરા સ્ટીલના વિસ્તરણ માટે AM/NS ઈન્ડિયા સુવાલી ખાતે ડીપ ડ્રાફ્ટ ગ્રીનફિલ્ડ જેટી વિકસાવશે

0

AM/NS ઈન્ડિયા હજીરા ખાતેના તેના સંકલિત સ્ટીલ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતાને વર્તમાન ૯.૬ મિલિયન મેટ્રિક ટનથી વધારીને ૨૦૨૬ સુધીમાં ૧૫.૬ અને ૨૦૨૩ સુધીમાં ૨૧ MMTPA કરવાની પ્રક્રિયામાં છે. સૂચિત સુવાલી જેટી પ્રોજેક્ટ માટેની જાહેર સુનાવણી ૨૭ ઓક્ટોબરે હજીરા ખાતે યોજાઈ હતી.

આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા), હજીરા નજીક શિવરામપુર ગામમાં સુવાલી ખાતે વાર્ષિક ૬૫ મિલિયન મેટ્રિક ટન (એમએમટીપીએ)ની ક્ષમતા સાથે ડીપ ડ્રાફ્ટ ગ્રીનફિલ્ડ જેટી વિકસાવવાનું આયોજન કરી રહ્યું છે. ગુજરાત, કંપનીના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.

કંપનીના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ માટે, સુવાલી ખાતેના જેટ્ટી પ્રોજેક્ટની કલ્પના કંપનીની આયર્ન ઓર, ચૂનાના પત્થર અને કોલસા જેવા કાચા માલની વધતી જતી માંગ અને ફિનિશ્ડ સ્ટીલ હેન્ડલિંગ ક્ષમતાને પહોંચી વળવા માટે કરવામાં આવી છે, કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર.

AM/NS એ એસ્સાર ગ્રુપ પાસેથી હજીરા ખાતે ૨૫ MMTPA ક્ષમતાની કેપ્ટિવ જેટી હસ્તગત કરીને નોંધપાત્ર ખરીદી કરી હતી. મહત્વની વાત એ છે કે, આ વ્યવહાર ભારતના નાદારી કાયદા દ્વારા એસ્સાર સ્ટીલના AM/NSના રૂ. ૪૨,૦૦૦કરોડના સંપાદનથી અલગ હતો. AM/NS ભારતનો હાલનો સ્ટીલ પ્લાન્ટ તેની છીછરા પાણીની કેપ્ટિવ જેટી તેમજ હજીરા ખાતેની એક જૂથ કંપનીની માલિકીની અને સંચાલિત ડીપ ડ્રાફ્ટ જેટીનો ઉપયોગ તેના કાચા માલ અને તૈયાર માલસામાનના સંચાલન માટે કરે છે.

અમે અમારી વિસ્તરણ યોજનાઓ સાથે આગળ વધીએ છીએ તેમ, હાલના પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટીલના ઉત્પાદનમાં મોટા પાયે વધારાને પહોંચી વળવા માટે પૂરતું નથી, જેના કારણે વધતી જતી કાર્ગો હિલચાલને સરળ બનાવવા માટે સમર્પિત કેપ્ટિવ જેટીની સ્થાપના અને સંચાલન કરવું અનિવાર્ય બને છે. સુવાલી ખાતે ડીપ ડ્રાફ્ટ ગ્રીનફિલ્ડ જેટીનો હેતુ અમારી વધતી જતી બંદર ક્ષમતાની જરૂરિયાતને પહોંચી વળવાનો છે,” હજીરા AM/NS પોર્ટ્સના વડા કેપ્ટન રિતુપર્ણ રઘુવંશીએ જણાવ્યું હતું.

AM/NS ઈન્ડિયાનું લક્ષ્ય તેના હજીરા અને ઓડિશા પ્લાન્ટમાં વર્ષ 2030 સુધીમાં તેની સ્ટીલ ક્ષમતાને ૫૧ MMTPA સુધી વધારવાનું છે જેથી દેશને ૩૦૦ MMTPA ટાર્ગેટને સાકાર કરવામાં મદદ મળે અને “મેક ઇન ઈન્ડિયા” ને પ્રોત્સાહન આપીને ભારતને $5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવામાં યોગદાન મળે. ” અને “આત્મનિર્ભર ભારત” પહેલ, પ્રકાશન મુજબ.

આ પણ વાંચો :-

સનાતન ધર્મના પુસ્તકોનું કેન્દ્ર ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું નિધન

0

દેશ અને દુનિયામાં ધાર્મિક પુસતકોનું સૌથી મોટું કેન્દ્ર ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું નિધન થઈ ગયુ છે. તેમણે ૯૦ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેમણે વર્ષ ૧૯૫૦માં ગીતા પ્રેસ ટ્રસ્ટ જોઈન કર્યું હતું. શહેરના સિવિલ લાઈન્સ સ્થિત હરિઓમનગર આવાસ પર શુક્રવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્રસ્ટી તરીકે સમ્માનિત પણ કર્યા હતા.

બૈજનાથ અગ્રવાલના નિધન પર આજે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર લખ્યું- ગીતા પ્રેસ ગોરખપુરના ટ્રસ્ટી શ્રી બૈજનાથ અગ્રવાલજીનું નિધન અત્યંત દુઃખદ છે. છેલ્લા ૪૦ વર્ષથી ગીતા પ્રેસના ટ્રસ્ટી તરીકે બૈજનાથજીનું જીવન સામાજિક જાગૃતિ અને માનવ કલ્યાણ માટે સમર્પિત રહ્યું છે. તેમના નિધનથી સમાજને અપુરતી ખોટ પડી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને સમગ્ર ગીતા પ્રેસ પરિવારને આ મોટું દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૧માં ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી ચૂકી છે. જેના પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગીતા પ્રેસ વિશ્વની એક માત્ર એવી પ્રિન્ટિંગ પ્રસ છે જે માત્ર એક સંસ્થા નથી પરંતુ એક જીવંત આસ્થા છે. ગીતા પ્રેસનું કાર્યાલય કરોડો લોકો માટે કોઈ કોઈ મંદિરથી કમ નથી. ગાંધી શાંતિ પુરસ્કારમાં ૧ કરોડ રૂપિયાની રકમ સાથે એક પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. ગાંધી શાંતિ પુરસ્કાર એક વાર્ષિક પુરસ્કાર છે જેની શરૂઆત સરકારે ૧૯૯૫માં મહાત્મા ગાંધીની ૧૨૫મી જયંતિના અવસર પર ગાંધીજીની આદર્શોને સમ્માન આપવામાં માટે કરવામાં આવી હતી.

ગીતા પ્રેસની શરૂઆત ૧૯૨૩માં કરવામાં આવી હતી. તે સનાતન ધર્મના પુસ્તકોનું સૌથી મોટું પ્રકાશક છે. સ્વતંત્રતા સંગ્રામના સંઘર્ષોનું સાક્ષી ગીતા પ્રેસ કોરોના મહામારી દરમિયાન પણ સંપૂર્ણ સમર્પણ સાથે ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરતું રહ્યું. વર્ષ ૧૯૨૩માં જયદયાલ ગોયંદકા અને હનુમાન પ્રસાદ પોદારે ગીતા પ્રેસની સ્થાપના કરી હતી. તે દુનિયાના સૌથી મોટ પ્રકાશકોમાંથી એક છે. જેમાં ૧૪ ભાષાઓમાં ૪૧.૭ કરોડ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં શ્રીમદ ભગવદગીતાની ૧૬.૨૧ કરોડ પ્રતિઓ સામેલ છે.

આ પણ વાંચો :-

ગુજરાત શિક્ષણ બોર્ડે નવી શિક્ષિણ નીતિ મુજબ ધોરણ ૧૦-૧૨ની પરીક્ષા ફીમાં ૧૦%નો કર્યો વધારો

0

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા ફીમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારાની અસર બોર્ડના લાખો વિદ્યાર્થીઓ પર પડશે. બોર્ડ રેગ્યુલર, રીપિટર અને ખાનગી સહિતના તમામ કેટેગરીના વિદ્યાર્થીઓની ફીમાં ૧૦ ટકા વધારો કર્યો છે.

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૦, ધોરણ ૧૨ સાયન્સ તેમજ કોમર્સની પરીક્ષા ફીમાં કેટેગરી પ્રમાણે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ધોરણ ૧૦ની ફી ૩૫૫ રુપિયાથી વધારીને ૩૯૯ રુપિયા કરવામાં આવી છે જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં ફી રુપિયા ૬૫૫થી વધારી રુપિયા ૬૬૫ કરવામાં આવી છે અને ધોરણ ૧૨ કોર્મસમાં નિયમિત ફી રુપિયા ૪૯૦થી વધારીને રુપિયા ૫૪૦ કરવામાં આવી છે. ધોરણ ૧૦માં કુલ ૧૩ કેટેગરી આવેલી છે જેમાં લઘુત્તમ રુપિયા ૧૫થી ૪૦ સુધીનો વધારો કરાયો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા ૧૧મી માર્ચથી ૨૬મી માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ સિવાય ધોરણ-૧૨ પછી લેવાથી ગુજકેટની પરીક્ષા ૨ એપ્રિલે લેવામાં આવશે. ધોરણ ૧૦ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ ૧૨ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે.

આ પણ વાંચો :-

મુકેશ અંબાણીને અપાઇ જાનથી મારી નાખવાની ધમકી ભરી ઈમેલ, ‘૨૦ કરોડ દો, નહીં તો માર દૂંગા’, જાણો કેસ

0

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઇસમે પર ૨૦ કરોડ રૂપિયાની માંગણી કરી છે. ૨૦ કરોડ રૂપિયા ન આપવાના બદલામાં વ્યક્તિએ લખ્યુ છે કે, તે તેમને મારી નાંખશે.  આ વ્યક્તિએ ઈમેલમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેની પાસે શ્રેષ્ઠ શાર્પ શૂટર્સ છે. આ તરફ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

મુકેશ અંબાણીને તેમના ઈમેલ આઈડી પર ઈન્બોક્સમાં એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું કે, જો મુકેશ અંબાણી એ અજાણ્યા વ્યક્તિને ૨૦ કરોડ રૂપિયા નહીં આપે તો તે તેમને મારી નાખશે. ઈમેલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, વ્યક્તિ પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સમાંથી એક છે. મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જે પોલીસને આ અંગે જાણકારી આપી છે.

ગામદેવી પોલીસે આઈપીસીની કલમ ૩૮૭ અને ૫૦૬ (૨) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે.

આ પણ વાંચો :-

ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ UNમાં પસાર, ૧૨૦ દેશોએ આપ્યું સમર્થન, ભારત કેમ કર્યો ઇનકાર

0

ઈઝરાઇલ-હમાસ યુદ્ધ વચ્ચે વધુ એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારત શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં જોર્ડન દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ ઠરાવ પર મતદાનથી દૂર રહ્યું. જેમાં ઈઝરાઇલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી સહાય માટે તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી. ભારત ડ્રાફ્ટ પર મતદાન કરવાથી દૂર રહ્યું કારણ કે, તેમાં આતંકવાદી જૂથ હમાસનો કોઈ ઉલ્લેખ નથી. આ ડ્રાફ્ટમાં ગાઝા પટ્ટીને અવિરત માનવતાવાદી સહાય માટે કહેવામાં આવ્યું છે. તેને બાંગ્લાદેશ, માલદીવ્સ, પાકિસ્તાન, રશિયા અને દક્ષિણ આફ્રિકા સહિત 40 થી વધુ દેશોનું સમર્થન મળ્યું હતું.

ભારત સિવાય જે દેશો વોટથી દૂર રહ્યા તેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, જાપાન, યુક્રેન અને યુકેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, આ પ્રસ્તાવને ભારે બહુમતીથી અપનાવવામાં આવ્યો હતો. ૧૨૦ દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું. ૧૪ તેની વિરુદ્ધ હતા તો ૪૫ દેશોએ મતદાન કર્યું ન હતું.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં દરખાસ્તમાં સુધારા પણ કરવામાં આવ્યા હતા. તેમાં એક ફકરો દાખલ કરવા જણાવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું કે, સામાન્ય સભા ૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ ઈઝરાઇલમાં થયેલા આતંકવાદી હુમલા અને હમાસ દ્વારા બંધક બનાવાની ઘટનાને સ્પષ્ટપણે નકારી કાઢે છે અને નિંદા કરે છે. બંધકો સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ અને તેમની તાત્કાલિક અને બિનશરતી મુક્તિ સુનિશ્ચિત કરવી જોઈએ. ભારતે અન્ય ૮૭ દેશો સાથે આ સુધારાની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે ૫૫ સભ્ય દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું અને ૨૩ ગેરહાજર રહ્યા.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ૪ કરોડ ૧૫ લાખના કોભાંડ નો પર્દાફાસ થતા સમગ્ર સરકારી આલમમાં ચકચાર

0

નકલી અધિકારીઓ પકડાતા હતા અને પકડાય તે પહેલા નકલી અધિકારીની ઓળખ આપી ઘણા લોકો સાથે છેતરપિંડી આચરતા હતા, પરંતુ હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે સાંભળશો તો બે ઘડી વિશ્વાસ જ નહીં આવે. છોટાઉદેપુરમાં કાગળ ઉપર આખે આખી ખોટી સરકારી કચેરી જ ઉભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે ૨ આરોપીની ધરપકડ કરીને ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ભેજાબાજે કાર્યપાલક ઈજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની બોગસ ડોક્યુમેન્ટથી એક ખોટી સરકારી કચેરી બનાવી દીધી હતી. જે બાદ તેણે ૨૦૨૧થી સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું હતું. સંદીપ રાજપૂતે સરકાર પાસેથી કુલ ૯૩કામના ૪ કરોડ ૧૫ લાખ રૂપિયાથી વધુની ઉચાપત કરી નાખી. એટલે કે ખોટી સરકારી ઓફિસ શરૂ કરી સરકારની આદિજાતિ પ્રાયોજના વિભાગની કચેરીમાંથી ૪ કરોડ ૧૫ લાખથી વધુની ગ્રાન્ટ લીધી હતી. તેણે ૨૬ જુલાઇ ૨૦૨૧થી અત્યાર સુધી કુલ ૯૩ કામોના રૂ ૪,૧૫,૫૪૯૧૫ કરોડનું કૌભાંડ આચર્યું હતું.

૨૫ તારીખે ઉદવહન સિંચાઈ યોજનાની મિટિંગ યોજાઈ હતી. જેમાં હાજર બોડેલી સિંચાઈ વિભાગના કાર્યપાલ ઈજનેર ધવલ પટેલને જ્યારે બોર્ડર વિલેજ યોજનાની વર્ષ ૨૦૨૩-૨૪ ઉદવહન સિંચાઈ યોજનાની ૧૨ કામોની રૂ. ૩.૭૪ કરોડની દરખાસ્ત વિશે પૂછવામાં આવતા તેઓએ આવી કોઈ જ દરખાસ્ત ન કરી હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા અને તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે તપાસ હાથ ધરી સંદીપ રાજપૂત અને તેના મદદગાર અબુબકર સૈયદ નામના બે ઠગોની ધરપકડ કરી હતી. જે બાદ તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંનેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

આ પણ વાંચો :-

૨૮,ઓક્ટોબર/ આજે શનિવારે આ ત્રણ રાશિના લોકોને મળી શકે છે શુભ સમાચાર, જાણો તમારો દિવસ કેવો રહેશે

0
  1. મેષઃ
    આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઇ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકણોના સારાફળ મળતા જણાશે. સુખશાંતિમાં વધારો થતો અનુભવાશે.
    વૃષભઃ
    ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્ય‌િક્ત‌ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવાશે.
    મિથુનઃ
    નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ સાંલારિક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂ જળવાશે. ભાગ્ય વૃધ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.
    કર્કઃ
    માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતિ થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.
    સિંહઃ
    આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.
    કન્યાઃ
    દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી-ધંધામાં દિવસ શાંતિ થી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.
    તુલાઃ
    જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃધ્ધિ અનુભવી શકાશે.
    વૃશ્ચિકઃ
    આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય.
    ધનઃ
    થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.
    મકરઃ
    માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન-મકાન વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.
    કુંભઃ
    પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતું જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતુ જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી.
    મીનઃ
    દિવસ દરમ્યાન નાણાંની છુટ વર્તાય. ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

આ પણ વાંચો :-

મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં કોર્ટે ૧૦ વર્ષની જેલ ને રૂ. ૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો

0

મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં કોર્ટે ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે મુખ્તાર અન્સારી પર રૂ. ૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગઈકાલે કોર્ટે તેને આ કેસમાં દોષિત જાહેર કર્યો હતો. અંસારી વિરુદ્ધ ગાઝીપુરની એમપી/એમએલએ કોર્ટમાં ગેંગસ્ટરનો કેસ ચાલી રહ્યો હતો. થોડા દિવસો પહેલા જેલ શિફ્ટિંગ દરમિયાન તેણે એન્કાઉન્ટર થવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમની આશંકા એવી હતી કે સ્થળાંતર દરમિયાન તેનું એન્કાઉન્ટર થઈ શકે છે.

આ જ કેસમાં સોનુ યાદવને ૫ વર્ષની સજા અને ૨ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગાઝીપુર કોર્ટે ગુરૂવારે માફિયા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને હત્યા અને હત્યાના પ્રયાસના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૧ માં કરંડા પોલીસ સ્ટેશનમાં બે કેસમાં તેને ગેંગ ચાર્ટ બનાવ્યા બાદ ગેંગસ્ટર એક્ટના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે મુખ્તાર અંસારીને મૂળ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય અદાલતે નિવૃત્ત શિક્ષક કપિલદેવ સિંહની ૨૦૦૯માં હત્યાનું ષડયંત્ર ઘડવા બદલ માફિયા મુખ્તાર અંસારી સામે કેસ ચાલી રહ્યો હતો. મુખ્તાર અંસારી હાલમાં ખંડણી, હત્યા, લૂંટ, અપહરણ અને અન્ય ઘણા કેસોમાં જેલમાં સજા કાપી રહ્યો છે. તેને મૂળ કેસમા નિર્દોષ જાહેર કરવામા આવ્યો હતો અને તે બાદ ગેંગસ્ટર એક્ટ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.

ગેંગસ્ટર એક્ટ કેસમાં દોષિત જાહેર થવાના મુદ્દે સરકારી વકીલ નીરજ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ગેંગસ્ટરિઝમની જોગવાઈ કરવામાં આવી છે. તે સમય સુધી આરોપીઓ પર ગમે તે કલમ અને ગુનાનો કેસ ચાલતો હતો, તે કેસમાં સાક્ષીઓની પ્રતિકૂળતાના કારણે આરોપીઓના ડરથી તેઓ નિર્દોષ છૂટી જતા હતા.

આ પણ વાંચો :-