Home Blog Page 919

મા અંબાજીના શરણે વડાપ્રધાન મોદી, ૫૮૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીમાં દર્શને પહોંચ્યા છે. મહત્વનું છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂ.૫૯૫૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં યોજવામાં આવશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.

પ્રધાનમંત્રી મોદીએ અંબાજી માતાના દર્શન કરવા કર્યા છે. અંબાજીમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે તડામાર તૈયારી કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં PMનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરવામાં આવ્યું છે. આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત કરવામાં આવ્યું હતું. PMના સ્વાગતમાં દાંતાના મંડાલી અને સનાલી લોકો ભાગ લીધો હતો. અંબાજી મંદિરના ચાચર ચોકમાં PMનું સ્વાગત કરાયું હતું.

શહેરી વિકાસ વિભાગ તરફથી ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ગાંધીનગરમાં કલોલ નગરપાલિકાના ગટર અને સેપ્ટેજ મેનેજમેન્ટના વિસ્તરણનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે. પાટણના સિદ્ધપુરમાં ૧૩.૫૦ એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બનાસકાંઠામાં પાલનપુર નગરપાલિકા માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સાબરકાંઠામાં બાયડમાં ૦૫.૦૭ એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મહેસાણાના વડનગરમાં ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ તમામ પ્રકલ્પોનું કુલ મૂલ્ય રૂ.૧૭૦ કરોડ છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૮નાં મોત, વડોદરાના યુવકનું કુવૈતમાં હાર્ટ એટેક આવવાની ઘટના CCTVમાં કેદ

0

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ તરફ ગઈકાલે રજાના દિવસે એટલે કે રવિવારે રાજ્યભરમાં હાર્ટ એટેકથી ૮ લોકોના મોત થયા છે. ગુજરાતમા હાર્ટ એટેકથી રોજના ૩-૪ વ્યક્તિના મોત તો જાણે સામાન્ય બની ગયા વિગતો મુજબ રવિવારે વડોદરામાં એકનું મોત, ભાવનગર અને સુરતમાં ૩-૩નાં વ્યક્તિના હાર્ટ એટેકના કારણે મોત થયા હતા. આ તરફ વડોદરાના એક યુવાનનું કુવૈતમાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં પણ એક જ દિવસે 3 લોકોના મોત થયા છે. વિગતો મુજબ અમરોલીમાં ૨૩ વર્ષીય યુવક સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયુ છે. આ સાથે પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિ સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે. વિગતો મુજબ સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. આ તરફ સુરતના વરાછાના ૪૩ વર્ષીય મહેશ ખાંમ્બરનું મૃત્યુ થયું છે. માહિતી પ્રમાણે અગાઉ હાર્ટ એટેક આવ્યા બાદ ફરીથી હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે PM રિપોર્ટ બાદ મૃત્યુનુ યોગ્ય કારણ બહાર આવશે.

ભાવનગરમાં હાર્ટ એટેકના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિગતો મુજબ ૪૦ વર્ષીય જગદીશ જાદવનું હાર્ટ એટેકથી મોત તો ૫૮ વર્ષીય લક્ષ્મણદાસ આસવાણીનું પણ હાર્ટ એટેકથી મોત થયું. આ સાથે રાજુલાથી ભાવનગર આવતા સમયે ઉમેશ માંડલિયા નામના વ્યક્તિનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. જેને લઈ મૃતકોના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. વડોદરાના એક યુવકનું વિદેશમાં હાર્ટ એટેકથી મોત થયું છે.

વડોદરાના નાગરવાડા વિસ્તારના પ્રકાશ ચૌહાણને કુવૈતમાં હાર્ટ એટેક આવ્યો હતો. પ્રકાશ કામ કરતા સમયે જ અચાનક જ ઢળી પડ્યો હતો. તેના મોતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. માહિતી મુજબ દરજી કામ કરતો પ્રકાશ ચૌહાણ ઘણા સમયથી કુવૈતમાં સ્થાયી થયો હતો. હવે કુવૈતથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે.

આ પણ વાંચો :-

આંધ્ર પ્રદેશમાં ભયંકર ટ્રેન અકસ્માત, વિજયનગરમમાં ૨ ટ્રેન અથડાતા ૧૦ લોકોના મોત, ૫૦ જેટલા ઘાયલ

0

આંધ્રપ્રદેશના વિજિયનગરમ જિલ્લામાં બે ટ્રેનો સામસામે અથડાઈ હતી. ૧૦ મુસાફરોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે, જો કે રેલવે પ્રશાસને આ વાતની પુષ્ટિ કરી નથી. વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેન પાછળથી આવતી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માત વિજયનગરમ જિલ્લાના અલામંદા-કંકટપલ્લી વચ્ચે થયો હતો.

દક્ષિણ કોસ્ટ રેલ્વે ઝોનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેન ૦૮૫૩૨ વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર, ૦૮૫૩૨ વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સાથે અથડાઈ હતી, પરિણામે ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ૨૫ જેટલા લોકો ઘાયલ થયા છે.

રાહત અને સહાય કામગીરી ચાલી રહી છે વોલ્ટેર ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) એ જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે, સ્થાનિક વહીવટીતંત્ર અને એનડીઆરએફને સહાય અને એમ્બ્યુલન્સ માટે જાણ કરવામાં આવી છે. અકસ્માત રાહત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તે જ સમયે, મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે સીએમ વાયએસ જગનમોહન રેડ્ડીએ રાહત કાર્ય માટે તમામ વ્યવસ્થા કરવા કહ્યું છે. એમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મે ૨૦૨૨માં ટ્રેનમાં લગાવવામાં આવનાર આર્મર સિસ્ટમ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું- ‘કવચ એ ઓટોમેટિક રેલ પ્રોટેક્શનની ટેક્નોલોજી છે. આમાં શું થાય છે કે ધારો કે એક જ ટ્રેક પર બે ટ્રેન આકસ્મિક રીતે આવી જાય તો ટ્રેન તેની નજીક આવે તે પહેલા જ આર્મર બ્રેક લગાવી દે છે જેનાથી અકસ્માત થતો અટકશે.

આ પણ વાંચો :-

• કેરળ એર્નાકુલમના કલામસેરીમાં સ્થિત કન્વેન્શન સેન્ટરમાં જોરદાર વિસ્ફોટ, બ્લાસ્ટમાં ૧નું મોત, ૨૦ ઘાયલ

• કર્ણાટક સરકાર અનુસૂચિત જનજાતિ માટે બનાવશે અલગ સચિવાલય, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મોટી જાહેરાત

ગુજરાતના પ્રવાસે PM મોદી, ૬ હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોની આપશે ભેટ, સાત જિલ્લાઓને થશે લાભ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આવતીકાલે ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂ.૫૯૫૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજવામાં આવશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.

ડાભોડા ગામમાં સવારે ૧૧ વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ ૧૬ પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના બે પ્રકલ્પો લોકાર્પણ માટે તૈયાર છે. મહેસાણામાં ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, ૭૭ કિમી બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને સાથે ૨૪ કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ કરવામાં આવશે. તે સિવાય વિરમગામથી સામખિયાળી સુધીની ૧૮૨ કિ.મી લાંબી રેલવે લાઈનનું બે ટ્રેકમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાને આવરી લેશે. તે સિવાય ગુજરાત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી મહેસાણામાં કટોસણ-બેચરાજી વચ્ચેના ૨૯.૬૫ કિલોમીટર રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના લીધે માંડલ-બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓને ફાયદો થશે. રેલવે અને GRIDEના પ્રકલ્પોનું કુલ મૂલ્ય રૂ.૫૧૩૦ કરોડ છે.

મહેસાણામાં વિજાપુર અને માણસા તાલુકાના ડેલ્ટા વિસ્તારમાં વિવિધ તળાવોના રિચાર્જ માટેના કાર્યો અને સાબરમતી નદી પર વાલાસણા બેરેજના નિર્માણ માટેના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. તે સિવાય મહીસાગર જિલ્લામાં પાનમ જળાશય આધારિત લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે સંતરામપુર તાલુકાના વિવિધ તળાવોને જોડશે. આ તમામ પ્રકલ્પનું મૂલ્ય રૂ.૨૭૦ કરોડ છે.

કર્ણાટક સરકાર અનુસૂચિત જનજાતિ માટે બનાવશે અલગ સચિવાલય, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મોટી જાહેરાત

0

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અનુસૂચિત જનજાતિ માટે એક મોટી ઘોષણા કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેરાત કરતા કહ્યું કે, કર્ણાટક સરકાર અનુસૂચિત જનજાતિય ક્લાયણ કાર્યક્રમો હેતુ એક અલગ સચિવાલયની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત તેમણે વાલ્મિકી જયંતિના કાર્યક્રમમાં કરી હતી.

સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે, અમારી સાકારના પાછળના કાર્યકાળ દરમિયાન બેલાગવી સત્રમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને તેમની વસ્તી અનુસાર ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે SCSP અને TSP યોજનાઓ હેઠળ વધુ નાણાં ખર્ચી શકાય છે. આ યોજના હેઠળ પહેલા ફક્ત ૬ હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફળવામાં આવતી હતી જેને અમારી સરકારે પાછળના કાર્યકાળમાં વધારીને  ૩૦ હજાર કરોડ રૂપિયા કરી દીધી છે.

કર્ણાટકમાં રાજ્યની કુલ વસ્તીના ૧૭.૧ ટકા SC અને ૭ ટકા ST વર્ગની છે.  મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૨૪.૧ ટકા વસ્તી SC અને ST કેટેગરીની છે. CM સિદ્ધારમૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટકએ SC/ST વર્ગોના કલ્યાણ હેતુ અલગ ગ્રાન્ટ આપવા માટે કાયદો લાવનાર પ્રથમ રાજ્ય છે. જે રાજ્ય માટે એક ગૌરવની વાત છે.

આ પણ વાંચો :-

કેરળ એર્નાકુલમના કલામસેરીમાં સ્થિત કન્વેન્શન સેન્ટરમાં જોરદાર વિસ્ફોટ, બ્લાસ્ટમાં ૧નું મોત, ૨૦ ઘાયલ

0

કેરળ એર્નાકુલમના કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. શંકાસ્પદ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા ૨૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ કથિત રીતે યહોવાના સાક્ષી પરિષદ દરમિયાન થયો હતો અને સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર ત્યાં ત્રણ વિસ્ફોટ થયા હતા.

પ્રારંભિક મૂલ્યાંકન સૂચવે છે કે આ એક આતંકવાદી હુમલે છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. થ્રીક્કાકરાના સહાયક પોલીસ કમિશનર (એસીપી) બેબી પીવીએ મીડિયાને કહ્યું છે કે, આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ૨૦-૨૫ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે 5-10 સેકન્ડમાં બે વિસ્ફોટ થયા હતા.

ગૃહમંત્રી અમિત શાહે કેરળ વિસ્ફોટના મુદ્દે કેરળના સીએમ સાથે વાત કરી છે. NSGની NBDS ટીમ પણ કેરળ જશે. પ્રશાસને હોસ્પિટલોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા જણાવ્યું છે. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, ‘વિસ્ફોટ હોલની વચ્ચે થયો હતો. મેં વિસ્ફોટના ત્રણ અવાજો સાંભળ્યા. હું પાછળ હતો. ત્યાં ઘણો ધુમાડો હતો.

પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પ્રાથમિક તપાસ મુજબ ૫ થી ૧૦ સેકન્ડની અંદર બે વિસ્ફોટ થયા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમો ઘટનાસ્થળે છે. તપાસમાં સ્પષ્ટ થશે કે તે બોમ્બ બ્લાસ્ટ હતો કે નહીં. નોંધનીય છે કે, આજે એટલે કે રવિવારે અહીં યહોવાના સાક્ષી પરિષદ ની પ્રાર્થના સભા યોજાઈ રહી હતી. યહોવા સાક્ષી સંમેલન એ વાર્ષિક મેળાવડા છે જેમાં ‘પ્રાદેશિક સંમેલનો‘ કહેવાય છે જે સામાન્ય રીતે ત્રણ દિવસ લાંબી હોય છે.

કેરળમાં એક કાર્યક્રમમાં હમાસના નેતાની ઓનલાઈન હાજરી અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે આ વિસ્ફોટ થયો હતો. નોંધનીય છે કે, ખાલિદ મશાલે શનિવારે પેલેસ્ટાઈનના સમર્થનમાં આયોજિત રેલીને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી. ખાલેદ મશાલ હમાસ પોલિટબ્યુરોના સ્થાપક સભ્ય હોવાનું કહેવાય છે અને તે ૨૦૧૭ સુધી તેનો અધ્યક્ષ હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) એ કહ્યું કે, આ ઘટના ‘પિનરાઈ વિજયન સરકારની નિષ્ફળતા’ દર્શાવે છે અને ઈવેન્ટના આયોજકોએ તેને ‘કંઈ અસામાન્ય નથી’ ગણાવ્યું.

આ પણ વાંચો :-

• ૫૭ મુસ્લિમ દેશોના સંગઠને ફરી ભારત સામે ઝેર ઓક્યુ, કાશ્મીર મુદ્દે આપ્યુ નિવેદન

• સુરતમાં મિસ્ત્રી પરિવારના સાત સભ્યોની સામૂહિક આત્મહત્યા

એક જ પરિવારનાં સાત-સાત સભ્યોના સામૂહિક આપઘાત માટે જવાબદાર કોણ? આર્થિક બેહાલી હજુ કેટલાના ભોગ લેશે

0

• કયો બાપ પોતાનાં માસૂમ સંતાનો, પત્ની અને વૃદ્ધ મા-બાપની હત્યા કરવા મજબૂર બને? સોલંકી પરિવારની ઘટના સરકાર સમજે તો ઇશારારૂપ

• સાત-સાત સભ્યોના સામૂહિક આપઘાત પાછળ ચોક્કસ કોઈક મજબૂરી હશે, મનીષ સોલંકીની સ્યુસાઈડ નોટમાં થોડા શબ્દોમાં ઘણું કહી દીધું છે, અંતમાં તો આર્થિક સમસ્યા જ કારણભૂત હતી

• વેપાર-ઉદ્યોગમાં મંદી-તેજી આવવી કોઈ નવાઈ નથી, પરંતુ મંદીનાં દિવસોમાં વેપાર-ઉદ્યોગ સાથે લોકજીવન ધબકતું રાખવાની બીજા કોઈની નહીં, સરકારની જ જવાબદારી છે

• દેશનો વિકાસ થાય એ કોઈપણ નાગરિકને ગમે, પરંતુ નાગરિકોનું લોહી ચૂસીને કરાયેલા વિકાસને કઈ રીતે વિકાસ કહી શકાય; મુઠ્ઠીભર લોકોને બાદ કરતાં એક પણ વેપારી, ઉદ્યોગપતિ ખુશ નહીં હોય, પરંતુ ડંડાનાં ડરથી કોઈ બોલવા તૈયાર નથી

Screenshot_2023-10-29-07-43-20-23_439a3fec0400f8974d35eed09a31f914

સુરતમાં સાત સભ્યોના પરિવારની સામૂહિક આપઘાતની વધુ એક ઘટનાએ લોકોના શ્વાસ થંભાવી દીધા હતા. આજે શનિવારનો દિવસ સુરત માટે કમનસીબ રહ્યો હતો, લોકો સવારે નિત્યક્રમ મુજબ કામકાજ ઉપર જઈ રહ્યા હતા. બરાબર આ જ સમયે એક જ પરિવારના ત્રણ માસૂમ ભુલકાઓ સહિત સાત-સાત સભ્યોના આપઘાતના સમાચાર સાંભળવા મળતા લોકો ફફડી ઉઠ્યા હતા.

સુરત શહેરના જ રાંદેર રોડ પાલનપુર પાટિયા નજીકના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા મિસ્ત્રી પરિવારે સામૂહિક જીવનલીલા સંકેલી લીધી હતી. ખરેખર તો આખી ઘટના શુક્રવારની રાત્રિ દરમિયાન બનવા પામી હશે, પરંતુ લોકોને વહેલી સવારે જાણ થઈ હતી. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા અને ફર્નિચરનો કોન્ટ્રાકટ રાખવાનું કામ કરતા હર્યાભર્યા સુખી-સંપન્‍ન પરિવારે શા માટે સામ‌ૂહિક આત્મહત્યા કરી લીધી એ પ્રશ્ન વણઉકેલાયો રહ્યો હતો. મરનાર ૩૮ વર્ષના યુવાન મનીષ કનુભાઈ સોલંકીએ પોતે આપઘાત કરતાં પહેલાં લખેલા પત્રમાં કેટલીક વેદનાઓ વ્યક્ત કરી હતી. મનીષ સોલંકી પોતે આર્થિક મુશ્કેલીમાં હતો જ અને આપઘાત કરવાનું મન મક્કમ કરી લીધું હતું. પરંતુ મનીષ પોતાનાં માતા, પિતા, પત્ની અને ત્રણે માસૂમ સંતાનોને અનહદ પ્રેમ કરતો હતો. અને એટલે જ મનીષે પોતાના ગયા પછી પરિવારનું શું થશે? તેની કોણ કાળજી લેશે? વગેરે વગેરે ચિંતા સાથે પોતાની જીવનલીલા સંકેલી લેતા પહેલાં ત્રણ-ત્રણ માસૂમ સંતાનો પુત્ર કુશાલ (ઉ.વ.૫), પુત્રી કાવ્યા (ઉ.વ.૯), પુત્રી દિશા (ઉ.વ.૧૩), પત્ની રીટા, પિતા કનુભાઈ અને માતા શોભનાબેનને પણ પોતાની સાથે અનંતની યાત્રાએ લઈ જવાનો ભયાનક નિર્ણય કર્યો હતો અને એટલે જ કોઈક ખતરનાક જંતુનાશક ઝેરી દવા આ તમામને પીવડાવીને અંતે પોતે પંખા સાથે ગાળિયો બનાવીને લટકી ગયો હતો!

અલબત્ત, આ સમગ્ર ઘટનાને અંજામ આપતા પહેલે મનીષ સોલંકીએ કેટલી હદે ખતરનાક મનોમંથન કર્યું હશે તેની કલ્પના કરવાનું શક્ય નથી.

‌મનીષ સોલંકીએ આપઘાત કરતાં પહેલા લખેલા અંતિમપત્ર (સ્યુસાઈડ નોટ) જોતા મરતાં-મરતાં પણ તેણે સજ્‍જનતા દાખવી હતી. મનીષે એવું લખ્યું હતું કે, મેં જીવતેજીવ કોઈને હેરાન કર્યા નથી તો હવે પછી મરીને પણ શા માટે હેરાન કરવાના? હું કોઈને હેરાન કરવા માંગતો નથી. મેં ઘણા લોકોને મદદ કરી છે, રૂપિયા પણ આપ્યા છે, પરંતુ મને કોઈએ પરત કર્યા નથી!

મનીષ કનુભાઈ સોલંકી (મિસ્ત્રી) પરિવાર સુરેન્દ્રનગર જિલ્લાનાં લીમડી તાલુકાનાં મોટા તરાડિયા ગામનું મૂળ વતની હતો અને સુરતમાં ફર્નિચરનો કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરતો હતો, મનીષ સોલંકીનાં અનેક જગ્યાએ ફર્નિચરનાં કોન્ટ્રાક્ટ પણ ચાલતા હતા, પરંતુ કોઈક કારણોસર મનીષ સોલંકી આર્થિક સંકડામણ ભોગવી રહ્યાં હતા. અલબત્ત તેમણે કોઈને પોતાની આર્થિક મુશ્કેલીનો અણસાર આવવા દીધો નહોતો.

સાત સભ્યોનાં પરિવારમાં મનીષ સોલંકી એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. ઉપરાંત પાંચ-પાંચ બહેનોનો એક ભાઈ હતો! મનીષ સોલંકીનાં પરિવારમાં કોઈ કંકાસ નહોતો. માતા-પિતા નિવૃત્ત હતાં. પત્ની રીટા પણ સરળ સ્વભાવની હતી. કુદરતે ત્રણ ત્રણ વહાલસોયાં સંતાનો આપ્યા હતા. પરંતુ મનીષ સોલંકી પ્રાથમિક દૃષ્ટિએ સામે આવેલી વિગતો જોતા આર્થિક સંકડામણમાં માનસિક સંતુલન ગુમાવી બેઠો હશે. ગત શુક્રવારની મધરાત પૂર્વે મનીષે આખી ઘટનાને અંજામ આપવાનો નિર્ણય કર્યો હશે. પોલીસ તપાસની પ્રાથમિક વિગતો મુજબ મનીષે પરિવારની રસોઈમાં ઘાતક ઝેર ભેળવી દીધું હતું અને પોતે તમામનાં મોતની રાહ જોઈને બેઠો હતો. પ્રાથમિક અનુમાનમાં એવું પણ બહાર આવ્યું હતું કે, મનીષ સોલંકીએ પોતાની તરફડી રહેલી દીકરી અને માતાનું ગળું દબાવીને હત્યા કરી હતી!

સમગ્ર ઘટનાનું અનુમાન કરતા મનીષ સોલંકીએ પરિવારનાં છ-છ સભ્યો તરફડીને મોતને ભેટ્યાની ખાતરી કર્યા બાદ પોતે પંખા સાથે ગાળિયા બનાવીને લટકી ગયો હશે!

મનીષ સોલંકી એક એવું વ્યક્તિત્વ હતું કે, આ પરિવાર જે વિસ્તારમાં રહેતું હતું એ સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટનાં પરિવારો અને ફરતેનાં લોકોની કોઈ જ ફરિયાદ નહોતી. હંમેશા પોતાની કામગીરીમાં વ્યસ્ત રહેતાં મનીષ સોલંકીએ કોઈની સામે ઊંચા અવાજે વાત કરી હોય એવી એક પણ ઘટના બનવા પામી નહોતી. હમણાં નવરાત્રી દરમિયાન સમગ્ર આયોજન પોતાનાં હાથમાં લઈને લોકોને નવરાત્રી મહોત્સવનો આનંદ કરાવ્યો હતો અને એટલે જ એપાર્ટમેન્ટનાં પરિવારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કોઈની પાસે બોલવા માટે શબ્દો નહોતા.

પરંતુ હકીકત એવી હતી કે, એક સજ્‍જન અને ખાનદાન પરિવારે સામૂહિક જીવનલીલા સંકેલી લીધી હતી. લોકો એવું કહેતા પણ સંભળાતા હતા કે, મનીષ સોલંકી કોઈ મુશ્કેલીમાં હતા તો અમને વાત કરી હોત તો કોઈ ચોક્કસ ઉકેલ લાવી શકાયો હોત, પરંતુ મનીષ સોલંકી મનના નબળા પુરવાર થયા હતા અને તેમની માનસિક નબળાઈએ એક નહીં પોતાના સહિત સાત-સાત જિં‍દગીનો જીવનદીપ બુઝાવી દીધો હતો.

માસૂમ ફૂલ જેવા બાળકોનાં મોત નિપજાવતા તેમનો જીવ કેમ ચાલ્યો હશે? વફાદાર પત્ની અને પ્રેમાળ માતા-પિતાનાં મોતનો મનીષ સોલંકીએ કંઈ રીતે વિચાર કર્યો હશે? પાંચ-પાંચ બહેનોનો એકનો એક ભાઈ સમગ્ર પરિવારનો કાળ કઈ રીતે બન્યો હશે? આવા અનેક સવાલ લોકો અને સગા-સંબંધીઓને કોરી રહ્યા છે.

કોરોનાકાળ પછી ચારે તરફ મંદીનો અજગરી ભરડો અને સરકારની વેપાર- ઉદ્યોગને ધમધમતા રાખવામાં ઘોર નિષ્ફળતા પણ આવા અનેક પરિવારને કમોતે મોતની ગોદમાં ધકેલી દીધા છે. સરકાર ભલે ચોવીસ કલાક વિકાસના નામે બણગા ફૂંકતી હોય, પરંતુ હકીકત એ છે કે, મધ્યમવર્ગી અને છેવાડાનાં પરિવારનું જીવન જીવવાનું દોહ્યલું બની ગયું છે. એક પણ પરિવારમાં ખુશાલી નથી. દિવાળીનાં તહેવારો ચાલી રહ્યાં છે, પરંતુ કોઈનાં ઘરમાં દીપાવલીનાં દીવાનો ખુશહાલ પ્રકાશ જોવા મળતો નથી. રોજ સવાર પડે છે, ક્યાંક ને ક્યાંક એકલદોકલ અને સામૂહિક આત્મહત્યાના બનાવો કાને સંભળાયા કરે છે. હવે તો પ્રચાર માધ્યમોએ આવા એકલદોકલ આપઘાતનાં બનાવોની નોંધ લેવાનું પણ બંધ કરી દીધું છે. અખબારના કોઈક ખૂણામાં આર્થિક કારણોસર આપઘાત કર્યાનાં બે લીટીનાં સમાચાર તરીકે સમાવેશ કરવામાં આવે છે.

એક હકીકત છે કે, સરકાર સંવેદનહીન બની રહી છે. સત્તાના રાજકારણમાં આવા અનેક લોકોનાં મોતની કોઈ જ ચિંતા નથી. હાલમાં હાર્ટએટેકથી મોતનાં બનાવોની હારમાળા છતાં સરકારી પ્રવક્તાઓ તપાસ કરવાને બદલે પોતાની ચામડી બચાવવાના પ્રયાસો કરતાં નજરે પડે છે.

વેપાર-ઉદ્યોગમાં મંદી આવે તેની કોઈ નવાઈ નથી. ભૂતકાળમાં પણ મંદી આવી હતી છતાં લોકોને મરવા સુધી મજબૂર બનવું પડે એટલી હદે સ્થિતિ તંગ બની નહોતી. સરકાર નહીં સ્વીકારે, પરંતુ હકીકત એ છે કે, વેપાર-ઉદ્યોગ ધમધમતા રાખીને લોકોને રોજગાર આપવા ઉપરાંત બજારમાં આર્થિક તરલતા રાખવામાં સરકાર ઘોર નિષ્ફળ રહી છે. સરકારને દર મહિને જીએસટીની કેટલી કમાણી થઈ તેમાં જ રસ છે અને કાયદાના દંડાના જોરે વસૂલ કરેલી આવકના આંકડાને દેશનાં વિકાસદર સાથે સરખાવવામાં આવી રહ્યો છે.

વળી સરકારમાં બેઠેલા રાજકીય પદાધિકારીઓ કરતાં સનદી અધિકારીઓની ખુશામતખોરી સરકારને નશામાં રાખવા સાથે દેશની પ્રજાને બેહાલીની ગર્તામાં ધકેલી રહી છે. આ તરફ ભયાનક આર્થિક તંગીને કારણે કારખાના-માલિકો, વેપારી સંસ્થાઓ ઇચ્છે તોપણ લોકો માટે મદદનો હાથ ફેલાવી શકતા નથી.

શાસકો અને દરબારીઓએ એક વાત સમજવાની જરૂર છે કે, ભારતનું સામાજિક જીવન એકબીજા ઉપર નિર્ભર છે અને એટલે જ કપરાકાળના દિવસોમાં પણ કોઈ ભૂખે મરતું નથી. પરંતુ બદલાયેલી રાજકીય માનસિકતા અને અમલદારોનાં રાજને કારણે ભારતીય સમાજજીવનની એકબીજાને મદદરૂપ થવાની ભાવનાઓ ક્રમશઃ મરી પરવારી છે અને એટલે જ મનીષ સોલંકી પરિવાર જેવા સામૂહિક આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને સરકાર અને દરબારીઓ હજુ પણ પોતાની માનસિકતા નહીં બદલે તો નિર્દોષ પરિવારોની સામૂહિક આત્મહત્યાઓની ઘટનાઓ રોજેરોજ બનતી રહેશે.

આ પણ વાંચો :-

• ૫૭ મુસ્લિમ દેશોના સંગઠને ફરી ભારત સામે ઝેર ઓક્યુ, કાશ્મીર મુદ્દે આપ્યુ નિવેદન
• સુરતમાં મિસ્ત્રી પરિવારના સાત સભ્યોની સામૂહિક આત્મહત્યા

૨૯ ઓક્ટોબર/ યાત્રા-પ્રવાસના યોગ, જમીનને લગતા કામમાં ફાયદો: આ રાશિના જાતકોને રવિવાર થશે ધાર્યા કામ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ
દિવસ દરમ્યાન આનંદ રહે, પણ સ્વભાવમાં ઉગ્રતા, તામસી પ્રકૃતિ વધતી જણાય. નાણાંકીય પાસુ મજબૂત થવું  જણાય. માતાની તબિયત સાચવવી. માતૃપક્ષ તરફ મુશ્કેલી પેદા થાય. વાહન સાચવીને ચલાવવુંય
વૃષભઃ
આત્મબળ વધે. યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે લાભ.
મિથુનઃ
સ્વભાવમાં જકાતપણું આવે. આવક વધતી જણાય. નાના-ભાઇ બહેનોને સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ભાગ્યમાં વૃધ્ધિ જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.
કર્કઃ
દિવસ દરમ્યાન વ્યગ્રતા રહે. ગુસ્સા ઉપર કાબુ રાખવો. માનસિક અ‌િસરિતા વાળી વ્યક્તિનો રોગ વધતો જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળે. મિત્રો તરફથી સહકાર મળે. દામ્પત્ય જીવનમાં આનંદ. સત્તા, હોદ્દો, માન વધતા જણાય.
સિંહઃ
રાજકીયક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત બોલવાને કારણે અપ્રિય થવાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. પરિવારમાં આનંદ. માતા-પિતા સાથે મતભેદની શક્યતા છે. સંતાન સંબંધી પ્રશ્નોનો સામનો કરવો પડે.
કન્યાઃ
વિમા-વકીલાત, બેંક, ચાર્ટ કે એકાઉન્ટન્ટનો વ્યવસાય ધરાવતી વ્યક્તિ માટે પ્રગતિ પરિવારમાં મનમેળ રહેશે. જળથી થતા રોગોથી સાચવવું. શરદી-કફ રહે. માતૃપક્ષ તરફથી અસંતોષ રહે. નોકરી-ધંધામાં સાનુકુળતા રહે.
તુલાઃ
ધારેલા શોખ પૂરા કરવામાં મુશ્કેલી આવે. જલ્દી ખોટું લાગી જાય. આર્થિક ક્ષેત્રે ફાયદો. પરિવારના સભ્યો વચ્ચે અસંતોષ પેદા થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરંતુ જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.
વૃશ્ચિકઃ
દિવસની શરૂઆત આનંદથી થાય, પણ પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આર્થિક બાબતો અંગે અસંતોષ રહે. ધારેલી આવક અટકતી જણાય. લોહી અંગેના રોગો– બ્લડપ્રેશરની તકલીફ અનુભવાય.
ધનઃ
નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. કરેલા કાર્યો સફળ થતા જણાય. સંતાન તરફથી પ્રેમ મળે, પરંતુ સંતાનની તબિયત અંગેનો પ્રશ્નો ઉભા થતા જણાય. જીવનસાથીની જીદ વધે. ધંધામાં પ્રગતિ થતી જણાય.
મકરઃ
આજે આપ સુખ, શાંતિ, સ્મૃધ્ધિનો અનુભવ કરશો. નાણાંનો બગાડ થાય. માતાની તબિયત સાચવવી જરૂરી છે. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાય. પત્નિની તબિયતની કાળજી રાખવી. હાડકાનો સામાન્ય દુઃખાવો અનુભવાય.
કુંભઃ
પોતાનો કક્કો ખરો કરવાની વૃત્તિ વધે. આર્થિક મોરચે સફળતા. પરિવારનાં આનંદ-ઉત્સાહ વધે. પરિવારના સ્ત્રી સભ્યોના આરોગ્યની કાળજી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય આયોજન કરી શકાય.
મીનઃ
સમાજસેવાની ભાવના પ્રબળ બને. પ્રતિષ્‍ઠામાં વધારો થાય. નાણાંકીય બાબતોથી ફાયદો થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. દિવસ આનંદમાં વ્યતિત થતો જણાય.

આ પણ વાંચો :-

ઉધના મગદલ્લા રોડ ‘કિસી કે બાપ કા પૈસા નહીં હૈ, ગીત પર રીલ્સ બનાવતા ૧૭ નબીરાઓની ધરપકડ

0

શહેરના ઉધના મગદલ્લા રોડ પર અણુ વ્રત દ્વારની નજીક થોડા દિવસ અગાઉ જાહેર રસ્તા પર ૩૦ જેટલા નબીરાઓએ કારમાં જોખમી સ્ટંટ કર્યા હતા. નબીરાઓએ ભરચક ટ્રાફિક વાળા રોડ પર બેફામ ડ્રાઈવિંગ કરીને રીલ્સ બનાવી હતી. તો આ નબીરાઓએ રીલ્સ બનાવવા માટે એક બ્રિજ પર ગાડીઓ ઉભી રાખી દીધી હતા અને ટ્રાફિક જામ પણ કર્યો હતો. એટલે કે રીલ્સ બનાવવાના ચક્કરમાં સામાન્ય લોકોને મુશ્કેલીમાં મૂક્યા હતા. નબીરાઓએ ટ્રાફિક જામ કરીને કારના બોનેટની ઉપર ચઢીને વીડિયો બનાવ્યા હતા.

સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું આજના યુવાનોને એવું ભૂત ચડ્યું છે કે રીલ્સ કે વીડિયો બનાવવાના ચક્કરમાંને ચક્કરમાં ગુનાહિત કૃત્યો પણ કરી બેસતા હોય છે. યુવકો એવા એવા સ્ટંટના વીડિયો બનાવતા હોય છે કે તેઓ પોતાના જીવની સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકી દે છે. ત્યારે સુરતમાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં જાહેરમાં તાયફા કરીને રીલ્સ બનાવનાર કુલ ૧૭ નબીરાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. સાથે-સાથે સ્ટંટ કરવામાં વપરાયેલી ૧૧ કાર પણ પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવી છે

આ રીલ્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખટોદરા પોલીસની ટીમ દોડતી થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે વીડિયોના આધારે નબીરાઓની શોધખોળ હાથ ધરી હતી, જે બાદ ખટોદરા પોલીસે ગઈકાલે ૬ અને આજે ૧૧ સહિત કુલ ૧૭ નબીરાઓની કરી ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત પોલીસે ૧૧ કાર પણ કબ્જે લીધી છે.

આ પણ વાંચો :-