૫૭ મુસ્લિમ દેશોના સંગઠને ફરી ભારત સામે ઝેર ઓક્યુ, કાશ્મીર મુદ્દે આપ્યુ નિવેદન

Share this story

ઈઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં ભારત પર દબાણ લાવવા માટે પાકિસ્તાનના ઈશારે ૫૭ મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશને ફરી ભારત સામે ઝેર ઓકયુ છે.

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશનના મહાસચિવ હિસેન તાહાએ કહ્યુ છે કે, ૨૭ ઓક્ટોબરે જમ્મુ કાશ્મીર પર ભારતના કબ્જાના ૭૬ વર્ષ પૂરા થયા છે. આ વિવાદને હલ કરવા માટે અમે યુએનમાં પસાર થયેલા પ્રસ્તાવો પ્રમાણે કાર્યવાહી કરવા માટેની અપીલને ફરી દોહરાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના લોકોને આત્મ નિર્ણય કરવાનો અધિકાર છે.

ભારતે જમ્મુ કાશ્મીરના લોકોના મૌલિક અધિકારોનુ સન્માન કરવુ જોઈએ અને કાશ્મીરમાં ૩૭૦મી કલમ ફરી લાગુ કરવી જોઈએ. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશન માટે ભારત સામે ઝેર ઓકવાનુ નવુ નથી. સંગઠન છાશવારે આ પ્રકારના નિવેદનો આપતુ રહ્યુ છે. આ પ્રકારના નિવેદન પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનુ મનાઈ રહ્યુ છે.

૨૭ ઓક્ટોબરને ભારત ઈન્ફન્ટ્રી ડે તરીકે ઉજવે છે. આ દિવસે ભારતીય સેનાએ કાશ્મીરમાં ઘુસેલા ઘૂસણખોરોને તગેડી મુકીને જમ્મુ કાશ્મીરના મોટા હિસ્સાને પાકિસ્તાનના હાથમાં જતો બચાવી લીધો હતો. આ માટે ભારતીય સેનાના સંખ્યાબંધ વીર જવાનોએ પોતાનો જીવ આપ્યો હતો. જેમની યાદમાં ભારત ૨૭ ઓક્ટોબરને ઈન્ફન્ટ્રી ડે મનાવે છે.

આ પણ વાંચો :-