ગુજરાત શિક્ષણ બોર્ડે નવી શિક્ષિણ નીતિ મુજબ ધોરણ ૧૦-૧૨ની પરીક્ષા ફીમાં ૧૦%નો કર્યો વધારો

Share this story

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા ફીમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારાની અસર બોર્ડના લાખો વિદ્યાર્થીઓ પર પડશે. બોર્ડ રેગ્યુલર, રીપિટર અને ખાનગી સહિતના તમામ કેટેગરીના વિદ્યાર્થીઓની ફીમાં ૧૦ ટકા વધારો કર્યો છે.

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૦, ધોરણ ૧૨ સાયન્સ તેમજ કોમર્સની પરીક્ષા ફીમાં કેટેગરી પ્રમાણે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ધોરણ ૧૦ની ફી ૩૫૫ રુપિયાથી વધારીને ૩૯૯ રુપિયા કરવામાં આવી છે જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં ફી રુપિયા ૬૫૫થી વધારી રુપિયા ૬૬૫ કરવામાં આવી છે અને ધોરણ ૧૨ કોર્મસમાં નિયમિત ફી રુપિયા ૪૯૦થી વધારીને રુપિયા ૫૪૦ કરવામાં આવી છે. ધોરણ ૧૦માં કુલ ૧૩ કેટેગરી આવેલી છે જેમાં લઘુત્તમ રુપિયા ૧૫થી ૪૦ સુધીનો વધારો કરાયો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા ૧૧મી માર્ચથી ૨૬મી માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ સિવાય ધોરણ-૧૨ પછી લેવાથી ગુજકેટની પરીક્ષા ૨ એપ્રિલે લેવામાં આવશે. ધોરણ ૧૦ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ ૧૨ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે.

આ પણ વાંચો :-