સનાતન ધર્મના પુસ્તકોનું કેન્દ્ર ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું નિધન

Share this story

દેશ અને દુનિયામાં ધાર્મિક પુસતકોનું સૌથી મોટું કેન્દ્ર ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું નિધન થઈ ગયુ છે. તેમણે ૯૦ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેમણે વર્ષ ૧૯૫૦માં ગીતા પ્રેસ ટ્રસ્ટ જોઈન કર્યું હતું. શહેરના સિવિલ લાઈન્સ સ્થિત હરિઓમનગર આવાસ પર શુક્રવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્રસ્ટી તરીકે સમ્માનિત પણ કર્યા હતા.

બૈજનાથ અગ્રવાલના નિધન પર આજે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર લખ્યું- ગીતા પ્રેસ ગોરખપુરના ટ્રસ્ટી શ્રી બૈજનાથ અગ્રવાલજીનું નિધન અત્યંત દુઃખદ છે. છેલ્લા ૪૦ વર્ષથી ગીતા પ્રેસના ટ્રસ્ટી તરીકે બૈજનાથજીનું જીવન સામાજિક જાગૃતિ અને માનવ કલ્યાણ માટે સમર્પિત રહ્યું છે. તેમના નિધનથી સમાજને અપુરતી ખોટ પડી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને સમગ્ર ગીતા પ્રેસ પરિવારને આ મોટું દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૧માં ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી ચૂકી છે. જેના પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગીતા પ્રેસ વિશ્વની એક માત્ર એવી પ્રિન્ટિંગ પ્રસ છે જે માત્ર એક સંસ્થા નથી પરંતુ એક જીવંત આસ્થા છે. ગીતા પ્રેસનું કાર્યાલય કરોડો લોકો માટે કોઈ કોઈ મંદિરથી કમ નથી. ગાંધી શાંતિ પુરસ્કારમાં ૧ કરોડ રૂપિયાની રકમ સાથે એક પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. ગાંધી શાંતિ પુરસ્કાર એક વાર્ષિક પુરસ્કાર છે જેની શરૂઆત સરકારે ૧૯૯૫માં મહાત્મા ગાંધીની ૧૨૫મી જયંતિના અવસર પર ગાંધીજીની આદર્શોને સમ્માન આપવામાં માટે કરવામાં આવી હતી.

ગીતા પ્રેસની શરૂઆત ૧૯૨૩માં કરવામાં આવી હતી. તે સનાતન ધર્મના પુસ્તકોનું સૌથી મોટું પ્રકાશક છે. સ્વતંત્રતા સંગ્રામના સંઘર્ષોનું સાક્ષી ગીતા પ્રેસ કોરોના મહામારી દરમિયાન પણ સંપૂર્ણ સમર્પણ સાથે ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરતું રહ્યું. વર્ષ ૧૯૨૩માં જયદયાલ ગોયંદકા અને હનુમાન પ્રસાદ પોદારે ગીતા પ્રેસની સ્થાપના કરી હતી. તે દુનિયાના સૌથી મોટ પ્રકાશકોમાંથી એક છે. જેમાં ૧૪ ભાષાઓમાં ૪૧.૭ કરોડ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં શ્રીમદ ભગવદગીતાની ૧૬.૨૧ કરોડ પ્રતિઓ સામેલ છે.

આ પણ વાંચો :-