Home Blog Page 918

SDMએ રાજ્યપાલના નામે સમન્સ જારી કર્યું, આનંદીબેનને હાજર થવા આદેશ આપતા મચ્યો હડકંપ

0

ઉત્તર પ્રદેશના બદાયુમાં સદર તહસીલના SDMએ રાજ્યપાલ આનંદીબેન પટેલના નામે સમન્સ જારી કરી હાજર થવાનો હુકમ કરતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ અંગેની કોપી વાયરલ થતા દેકારો બોલ્યા બાદ રાજ્યપાલ આનંદી બેન પટેલે પણ તેમના સચિવ મારફતે ડીએમને પત્ર પાઠવી જાણ કરી છે. જે કાયદેસર નિયમોનું ઉલ્લંઘન છે. જેથી નોટિસ ઈશ્યુ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

બંધારણીય હોદ્દો ધરાવનાર વ્યક્તિ વિરુદ્ધ કોઈ સમન્સ કે નોટિસ જારી કરી શકાતી નથી અને બંધારણમાં આ અંગેનો અનુચ્છેદ ૩૬૧ મુજબ સ્પષ્ટ ઉલ્લેખ પણ છે. છતાં નીતિ નિયમને નેવે મૂકીને SDM દ્વારા કાયદાકીય પ્રક્રિયાઓની અવગણના કરી રાજ્યપાલના નામે સમન્સ જારી કરતા ખળભળાટ મચી ગયો છે. સમન્સમાં ૧૮ ઓક્ટોબરે SDM કોર્ટમાં હાજર રહેવાનું પણ ફરમાન કરાયું છે.

બદાયુના ગ્રામ લહોડા બહેડી ખાતે રહેતા ચંદ્રહાસે આ વિસ્તારના SDM ન્યાયિક કોર્ટમાં વિપક્ષી પક્ષકારના રૂપમાં લેખરાજ, પીડબ્લ્યૂડીના સંબંધિત અધિકાર અને રાજ્યપાલને પક્ષકાર બનાવીને એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી મુજબ ચંદ્રહાસના કાકી કટોરી દેવીની સંપત્તિ તેના કોઈ સંબંધિએ પોતાના નામે કરાવી લીધી છે. જે બાદ તેને આ સંપત્તિ લેખરાજ નામના વ્યક્તિને વેંચી દીધી છે. થોડા દિવસો બાદ આ સંપત્તિનો કેટલોક ભાગ શાસન દ્વારા અધિગ્રહણ કરવામાં આવ્યો છે. જે બાદ લેખરાજને શાસનથી અંદાજીત ૧૨ લાખ રૂપિયા મળ્યા હતા.

મામલો બહાર આવ્યા બાદ કટોરી દેવીના ભત્રીજા ચંદ્રહાસએ કોર્ટના દ્વારા ખટખટાવી એક અરજી દાખલ કરી છે. આ અરજી પર લેખરાજ અને રાજ્યપાલ આનંદીબેન પટેલને ૭ ઓક્ટોબરના ધારા ૧૪૪ હેઠળ એક સમન્સ જારી કરવામાં આવ્યું હતું. જે ૧૦ ઓક્ટોબરના રાજ્યભવન ખાતે મળ્યુ હતું. જેમાં રાજ્યપાલને ૧૮ ઓક્ટોબરના SDM ન્યાયિક કોર્ટમાં હાજર રહેવા અને પોતાનો પક્ષ રાખવા માટે જણાવાયું છે.

આ પણ વાંચો :-

 

દેશના યુવાનોને અઠવાડિયાના ૭૦ કલાક સુધી કામ કરવાની જરૂરિયાત, નારાયણ મૂર્તિ શું કહ્યું ?

0

ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યું કે જો ભારત વિકસિત અર્થતંત્રો સાથે સ્પર્ધા કરવા ઈચ્છે છે તો ભારતીય યુવાનોએ સપ્તાહમાં ૭૦ કલાક કામ કરવું જોઈએ. નારાયણ મૂર્તિએ આ સૂચન કરીને દેશવ્યાપી ચર્ચા જગાવી છે.

ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ કહ્યું કે જો દેશને વૈશ્વિક મંચ પર સ્પર્ધા કરવી હોય તો વર્ક કલ્ચર બદલવાની જરૂર છે. તેમણે કહ્યું કે યુવાનોએ અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. નારાયણ મૂર્તિ ઈન્ફોસિસના ભૂતપૂર્વ સીઈઓ મોહનદાસ પાઈ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે દેશ નિર્માણ અને ટેકનોલોજી વિશે ખુલીને ચર્ચા કરી હતી. આ દરમિયાન મૂર્તિએ ઈન્ફોસિસ સાથે અન્ય ઘણા મુદ્દાઓ વિશે વાત કરી હતી.

નારાયણ મૂર્તિને આગામી ૧૦, ૧૫ વર્ષ માટેના તેમના અંદાજ વિશે પૂછવામાં આવતા, નારાયણ મૂર્તિએ ભારતમાં ઉત્પાદકતા સુધારવા અને સરકારી વિલંબને ઉકેલવાની જરૂરિયાત પર વાત કરી અને તેની સાથે ભારતની કાર્ય ઉત્પાદકતા વિશ્વમાં સૌથી ઓછી છે તો તેમાં વધારો કરવાની પણ વાત કરી હતી. એમને કહ્યું કે ચીન જેવા દેશો સાથે સ્પર્ધા કરવા માટે દેશના યુવાનોએ સપ્તાહમાં ૭૦ કલાક કામ કરવું જોઈએ જે રીતે જાપાન અને જર્મનીએ બીજા વિશ્વયુદ્ધ પછી કર્યું હતું.

NR નારાયણ મૂર્તિના અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવાના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. એક યુઝરે લખ્યું કે હું આ સાથે સંમત છું, તમારા એમ્પ્લોયર માટે ૪૦ કલાક અને તમારી રુચિઓ માટે ૩૦ કલાક કામ કરો. અન્ય એક યુઝરે લખ્યું કે તે અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવા સાથે સંપૂર્ણપણે અસંમત છે. લખ્યું કે ૭૦ કલાકના કામકાજના સપ્તાહના હિસાબે આપણે સર્વશ્રેષ્ઠ દેશ બનીશું, પણ કઈ કિંમતે? તે વ્યક્તિ અઠવાડિયામાં ૭૦ કલાક કામ કર્યા પછી શું પ્રાપ્ત કરશે? સારું સ્વાસ્થ્ય? સારું કુટુંબ? સારો સાથી? સુખ? વ્યક્તિ શું પ્રાપ્ત કરશે?

મૂર્તિએ ભારતની કાર્ય ઉત્પાદકતામાં પરિવર્તન લાવવાની તાકીદ પર ભાર મૂક્યો હતો. તેમણે દલીલ કરી હતી કે જ્યાં સુધી ભારતના યુવાનો વધુ કામના કલાકો માટે પ્રતિબદ્ધ નહીં થાય, ત્યાં સુધી દેશ એવી અર્થવ્યવસ્થાઓ સાથે જોડાવા માટે સંઘર્ષ કરશે કે જેણે છેલ્લા કેટલાક દાયકાઓમાં નોંધપાત્ર પ્રગતિ જોઈ છે.

આ પણ વાંચો :-

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે યુદ્ધમાં ૭૦૦૦ના મોતમાં ૩૦૦૦ માસૂમની બલિ, જુઓ ગાઝાપટ્ટી લોહીલોહાણ

0

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ છે. હમાસે ૭ ઓક્ટોબરે ઇઝરાઇલ પર હુમલો કર્યો હતો, ત્યાર બાદ શરૂ થયેલું યુદ્ધ હજુ પણ ચાલુ છે. હમાસને ખતમ કરવા માટે ઈઝરાઇલ ગાઝા પટ્ટી પર સતત ફાયરિંગ કરી રહ્યું છે. જેમાં હજારો લોકોના મોત થયા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હમાસ દ્વારા નિયંત્રિત ગાઝા પટ્ટીમાં માર્યા ગયેલા લોકો અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ગાઝામાં ૭૦૦૦ લોકોની હત્યા બાદ પણ રક્તપાત અને હિંસાનો દૌર થંભ્યો નથી. આ ૭૦૦૦ લોકોમાંથી ૩૦૦૦ માસૂમ બાળકો હતા. એવો કોઈ આંતરરાષ્ટ્રીય કાયદો નથી જેનું ઉલ્લંઘન ન થયું હોય. એવી કોઈ ગરિમા નથી જેનું ઉલ્લંઘન ન થયું હોય. એવો કોઈ કાયદો નથી કે જેનો ભંગ ન થયો હોય. તેણે પૂછ્યું, ‘માનવતા ક્યારે જાગશે? ઘણા જીવ ગુમાવ્યા પછી. આટલા બાળકોનું બલિદાન આપ્યા પછી. શું મનુષ્ય હોવાની ચેતના બાકી રહે છે? શું  તે ક્યારેય હતી પણ ખરી?’

ગાઝા પટ્ટી પર હમાસનું નિયંત્રણ છે. અહીંથી જ હમાસ ઇઝરાઇલ પર હુમલા કરે છે. ઇઝરાઇલ પર રોકેટ ફાયરિંગ એ હમાસની હુમલાની મુખ્ય પદ્ધતિ છે.પરંતુ આ વખતે તેણે ગાઝાની સરહદો તોડીને પોતાના લડવૈયાઓને ઇઝરાઇલમાં મોકલ્યા, જેના કારણે ઈઝરાઇલમાં પણ ૧૪૦૦ લોકોના મોત થયા. ઇઝરાઇલે પણ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર બોમ્બમારો કરીને બદલો લીધો હતો. પેલેસ્ટિનિયનો પણ આ હુમલાનો ભોગ બન્યા છે.

ઇઝરાઇલ-હમાસ યુદ્ધમાં ભારતે બંને પક્ષોને શાંતિ બનાવવા અપીલ કરી છે, જેથી નાગરિકોના મોતને રોકી શકાય. ભારતે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું કે, તે યુદ્ધમાં માર્યા ગયેલા નાગરિકોને લઈને ચિંતિત છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ વધતી જતી માનવતાવાદી કટોકટી અંગે સમાન રીતે ચિંતિત છે. ભારતે તમામ પક્ષોને શાંતિ સ્થાપવાની અપીલ કરી છે અને વાતચીત શરૂ કરવા વિનંતી કરી છે. ભારતે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈનીઓ માટે પણ મદદ મોકલી છે.

આ પણ વાંચો :-

અલ કાયદાના વોન્ટેડ આરોપીના સંપર્કમાં રહેલા શખ્સને સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી ID સાથે કરી ધરપકડ

0

સુરત ક્રાઈમ બ્રાન્ચે બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટું નામ ધારણ કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઈસમની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ભારતીય આધારકાર્ડ અને બાંગ્લાદેશનું ID પણ મળી આવ્યું છે. તો ઝડપાયેલો બાંગ્લાદેશી ઈસમ અલ કાયદાના વોન્ટેડ આરોપીના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચને નકલી ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશી ઈસમ વેસુ કેનાલ રોડ પાસે રહેતો હોવાની યોગ્ય બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને વેસુ કેનાલ રોડ પાસેથી બાંગ્લાદેશના વતની અબુ બકર હજરતઅલી ઉર્ફે અલીમ હક બયજરઅલી ખાનને ઝડપી લીધો હતો.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા અબુ પાસેથી અંગ્રેજી અને બાંગ્લાદેશી ભાષામાં જન્મ પ્રમાણપત્રની નકલ પણ મળી આવી હતી, તો આરોપી પાસેથી ભારતીય આધારકાર્ડ અને બાંગ્લાદેશનું ID પણ મળી આવ્યું હતું. આરોપી પાસેથી ૨ મોબાઈલ પણ મળી આવ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. બાંગ્લાદેશી ઈસમ વર્ષ ૨૦૧૫થી અમદાવાદમાં નામ બદલીને રહેતો હોવાનો ખુલાસો થયો છે. તો અબુ બકરે બોગસ પુરાવાના આધારે નકલી આધારકાર્ડ બનાવ્યાની માહિતી પણ મળી છે. તેમજ આ આધારકાર્ડથી સીમકાર્ડ ખરીદ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં અબુ બકર હજરતઅલી ઉર્ફે અલીમ હક બયજરઅલી ખાન વોન્ટેડ આરોપી મૂળ બાંગ્લાદેશના હુમાયુ ખાનના સંપર્કમાં હોવાની વિગત સામે આવી છે.

આ મામલાની ગંભીરતાને જોતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અબુ બકર સામે બોગસ દસ્તાવેજ, પાસપોર્ટ એક્ટ, એન્ટ્રી ઇન ટૂ ઇન્ડિયા રૂલ્સ કલમ હેઠળ ગુના નોંધાયા છે.  હાલ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ એજન્સીને પણ જાણ કરી છે.

આ પણ વાંચો :-

કતારની કોર્ટે ૮ ઇન્ડિયન નેવીના કમાન્ડરનો ફાંસીની સજા સંભળાવી, જાણો કઈ કેસમાં મૃત્યુદંડની સજા

0

કતારની કોર્ટે ૮ ભારતીયોને ફાંસીની સજા સંભળાવી છે. આ આઠ ભારતીયો ઇન્ડિયન નેવીના ભૂતપૂર્વ અધિકારીઓ છે અને તેઓ ગયા વર્ષે ઓગસ્ટથી કતારની જેલમાં બંધ છે. ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ જવાનો પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે, જેના કારણે કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે અને તેમને મૃત્યુદંડની સજા સંભળાવી છે.

કતારે ૨૦૨૩માં ઇટાલિયન શિપબિલ્ડિંગ ફર્મ ફિનકાન્ટેરી એસપીએ સાથે નૌકાદળના બેઝના નિર્માણ અને તેના લશ્કરી કાફલાની જાળવણી સાથે સંકળાયેલા મોટા પ્રોજેક્ટના ભાગ રૂપે સબમરીન બનાવવા માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, એમઓયુનો અમલ થયો નથી. સબમરીનને લઈને કતાર અને ઈટાલી વચ્ચે સમજૂતી થવાની હતી, જેના માટે આ ભારતીયો પર જાસૂસીનો આરોપ છે. આ આઠ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓ પર કતારના સબમરીન પ્રોજેક્ટ્સ સંબંધિત ડેટા ઈઝરાયલને આપવાનો આરોપ છે. આ અધિકારીઓ ઓમાની નાગરિક રોયલ ઓમાની (ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર) ની માલિકીની સંરક્ષણ સેવા પ્રદાતા કંપની દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસમાં કામ કરતા હતા.

આ આઠ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓના નામ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુણાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ છે.

વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, કતારની ફર્સ્ટ ઇન્સ્ટન્સ કોર્ટે ગુરુવારે અલ દહરા કંપનીના 8 ભારતીય કર્મચારીઓને સંડોવતા કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. અમે મૃત્યુદંડના નિર્ણયથી ઊંડો આઘાત અનુભવીએ છીએ અને વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાનૂની વિકલ્પોની શોધ કરી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે આ બાબતને ખૂબ મહત્વ આપીએ છીએ અને તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવાનું ચાલુ રાખીશું. અમે કતારી સત્તાવાળાઓ સાથે પણ નિર્ણય લઈશું. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં કાર્યવાહીની ગોપનીય પ્રકૃતિને કારણે આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.

આ પણ વાંચો :-

હર્ષ સંઘવીનો આદેશ દિવાળીમાં સુરતથી ગુજરાતના તમામ શહેરો માટે ૨૨૦૦ જેટલી એક્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય

0

દિવાળી દરમિયાન સુરતને કર્મભુમી બનાવીને રહેતા ગુજરાતના અન્ય શહેરોના લોકોને વતન જવા માટે એસ.ટી વિભાગ દ્વારા ૨૨૦૦ જેટલી એક્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે તે અંગેની જાહેરાત આજે રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રીએ સુરત ખાતે કરી હતી. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, આગામી ૨ થી ૧૧ નવેમ્બર સમય દરમિયાન એસટી વિભાગને ૧૦૧ નવી બસ મળશે તેથી લોકોને સુવિધા રહેશે. આ ઉપરાંત તેઓએ ખાનગી બસ ઓપરેટરને ચીમકી આપતા કહ્યું હતું કે, ખાનગી બસ ઓપરેટરની લૂંટ ચલાવી નહીં લેવાય, વધુ પૈસા પડાવનાર સામે આકરા પગલાં ભરાશે.

સુરતના સર્કિટ હાઉસ ખાતે આજે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એક પત્રકાર પરિષદમાં ગુજરાત એસટી વિભાગની માહિતી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, એસટી નિગમના કર્મચારીઓ છેવાડાના નાગરિકોને પોતાના વતન પહોંચાડવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. આગામી દિવાળીના તહેવારોમાં નાગરિકોની સુવિધાને ધ્યાને રાખીને કોઈને પણ કોઈપણ પ્રકારની હેરાનગતિ નો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રીના પ્રયાસથી રાજ્ય સરકાર દ્વારા તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે.

સુરત શહેર મીની સૌરાષ્ટ્ર તરીકે પણ ઓળખાય છે. સુરત શહેરમાં સૌરાષ્ટ્ર થી માંડીને ઉત્તર ગુજરાત અને દાહોદ-ગોધરા થી માંડીને સમગ્ર રાજ્યના ગામડાઓના નાગરિકો રોજી રોટી માટે સ્થાયી થયા છે. દિવાળીના તહેવારોમાં રાજ્ય સરકાર દ્વારા મહત્તમ સંખ્યામાં બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવાળીના તહેવારમાં એસટી વિભાગ દ્વારા ૨૨૦૦ થી વધુ બસો દોડાવવામાં આવશે. આગામી બીજી નવેમ્બરથી ૧૦ મી નવેમ્બર સુધી સુરત, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાંથી અલગ-અલગ તાલુકા અને જિલ્લાઓ માટે ૧૦૧ નવી બસ આપવામાં આવશે અને તે પણ લોકોની સુવિધા માટે દોડશે.

પશ્ચિમ બંગાળમાં EDની મોટી કાર્યવાહી, મમતા સરકારના વનમંત્રીની રાશન કૌભાંડ કેસમાં કરાઈ ધરપકડ

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાશન કૌભાંડ કેસમાં  લાંબી પૂછપરછ બાદ ગુરુવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. કૌભાંડની તપાસના સંદર્ભમાં EDની ટીમ ગુરુવારે સવારે કોલકાતાના સોલ્ટ લેકમાં મલિકના ઘરે પહોંચી હતી. ત્યારપછી EDના અધિકારીઓએ જ્યોતિપ્રિયા મલિકની પૂછપરછ શરૂ કરી, જે મોડી રાત સુધી ચાલુ રહી હતી. બાદમાં EDએ તેમની કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી હતી.

EDએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની રાશન વિતરણના ભ્રષ્ટાચારના કથિત કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ જ્યારે EDના અધિકારીઓ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) કર્મચારીઓની મદદથી મંત્રી મલિકને લઈ જઈ રહ્યા હતા, ત્યારે મીડિયાકર્મીઓ તેમની આસપાસ એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન મલિકે કહ્યું કે તેમને એક મોટા ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યો છે. જ્યોતિપ્રિયા મલિક હાલમાં રાજ્યમંત્રી તરીકે વન વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે. અગાઉ તેમની પાસે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો હતો.

EDએ ગુરુવારે સવારે TMC નેતા મલિકના કોલકાતામાં સોલ્ટ લેક સ્થિત નિવાસસ્થાન પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. એક અધિકારીએ કહ્યું હતું કે EDના અધિકારીઓએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં મંત્રીના નિવાસસ્થાને સર્ચ હાથ ધર્યું હતું. EDએ સેન્ટ્રલ ફોર્સના જવાનો સાથે મળીને મંત્રીના બે ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. મલિકની સાથે તેમના ભૂતપૂર્વ અંગત સહાયકના નિવાસસ્થાન સહિત અન્ય આઠ ફ્લેટ પર દરોડાની કાર્યવાહી કરાઈ હતી. જો કે દરોડા દરમિયાન મંત્રી ઘરે હાજર ન હતા.

આ પણ વાંચો :-

PM મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું કર્યું ઉદ્ઘાટન, ભારત મંડપમમાં ત્રણ દિવસ સુધી ચાલશે કાર્યક્રમ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે એશિયાના સૌથી મોટા ટેકનોલોજી પ્લેટફોર્મ, ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) ૨૦૨૩નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ત્રણ દિવસીય ટેક ઇવેન્ટની ૭મી આવૃત્તિ ૬G, ૬G નેટવર્ક સુધારણા, ટેલિકોમ અને અન્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત હશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સાથે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

એશિયાના સૌથી મોટા ટેક્નોલોજી પ્લેટફોર્મ પર AI એપ્લિકેશન્સ, એજ કમ્પ્યુટિંગ, ઇન્ડસ્ટ્રી ૪.૦ અને ઇન્ડિયા સ્ટેક સંબંધિત નવી માહિતી પણ ઉપલબ્ધ હશે. IMC ૨૦૨૩માં બ્રોડકાસ્ટીંગ, સેટેલાઇટ કોમ્યુનિકેશન, મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર્સ જેવી ટેક્નોલોજી ડોમેન્સનું પ્રદર્શન કરવામાં આવશે. આ ત્રણ દિવસીય ઈવેન્ટમાં ૫G, ૬G, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવી ટેક્નોલોજીઓ પર પ્રકાશ પાડવામાં આવશે અને સેમિકન્ડક્ટર ઉદ્યોગ, ગ્રીન ટેક્નોલોજી, સાયબર સિક્યુરિટી વગેરે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિલાયન્સ જિયો કોર્નરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન જીયોના ચેરમેન આકાશ અંબાણીએ વડા પ્રધાન મોદીને IMC ૨૦૨૩માં કંપની દ્વારા પ્રદર્શિત નવા ઉત્પાદનો વિશે માહિતગાર કર્યા હતા. વડા પ્રધાન મોદીએ આ વર્ષની ઇવેન્ટમાં એરટેલ અને એરિક્સન દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલી નવી ટેક્નોલોજી પર પણ નજર નાખી.

IMC૨૦૨૩માં લગભગ ૫૦૦૦ CEO સ્તરના પ્રતિનિધિઓ, ૨૩૦ પ્રદર્શકો, ૪૦૦ સ્ટાર્ટઅપ્સ અને અન્ય હિતધારકો સહિત લગભગ ૨૨ દેશોમાંથી એક લાખથી વધુ લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો :-

સીઝફાયરનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, BSFએ ૭ પાકિસ્તાન રેન્જર્સને ઠાર માર્યા

0

પાકિસ્તાનની ફરી એક વખત નાપાક હરકત સામે આવી છે. તેણે આંતરરાષ્ટ્રીય સરહદે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને અરનિયા સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં BSFના બે જવાનો અને ચાર નાગરિકો ઘાયલ થયા હતા. જેના જવાબમાં BSF દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં સાત પાકિસ્તાની રેન્જર્સને ઠાર કરવામાં આવ્યા છે. ગઈકાલે મોડી રાતે પાકિસ્તાને જમ્મુમાં ૫ ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં બિક્રમ પોસ્ટ પર તૈનાત કર્ણાટકના સૈનિક બસપરાજના હાથ અને જબ્બોવાલ પોસ્ટ પર તૈનાત સૈનિકને પગમાં ગોળી વાગી હતી. હાલ બંને જવાનોને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

BSF દ્વારા કરવામાં આવેલ જવાબી ગોળીબાર અને સુરક્ષાની પરિસ્થિતિને ધ્યાને લઈને આ એરિયાને BSFએ હાઈ એલર્ટ જાહેર કર્યો છે. પોલીસે લોકોને તેમના ઘરમાં રહેવા માટે જ આગ્રહ કર્યો છે. મોડી રાત સુધી ચાલેલા ગોળીબારમાં પાકિસ્તાનના ૨૫થી વધુ મોર્ટાર શેલ અરનિયા, સુચેતગઢ, સાઈ, જબ્બોવાલ અને ટ્રેવામાં પડ્યા. ફાયરિંગને જોતા અરનિયા હોસ્પિટલને એલર્ટ પર રાખવામાં આવી છે. અહીં ૨૦ થી વધુ તબીબી કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

જિલ્લામાં ગુરુવારે મચ્છલ સેક્ટરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં ૫ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સેનાએ આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવી હતી, જે અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને જાણકારી આપી હતી.

આ પણ વાંચો :-

ભારતીય પેરા-શટલર્સ બેડમિન્ટનમાં તરુણ, નિતેશની જોડીએ મેન્સ SL૩-SL૪ કેટેગરીમાં જીત્યો ગોલ્ડ

0

ભારતીય પેરા-શટલર્સ તરુણ ધિલ્લોન અને નિતેશ કુમારે ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સ ૨૦૨૩માં ભારત માટે વધુ એક સુવર્ણ ચંદ્રક જીત્યો કારણ કે તેઓએ શુક્રવારે ચીનના હાંગઝોઉમાં મેન્સ ડબલ્સ SL૩-SL૪ કેટેગરીમાં જીત મેળવી હતી. ફાઇનલમાં, ભારતીય જોડીનો મુકાબલો ઇન્ડોનેશિયાના ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રેડી સેટિયાવાન અને દ્વિયોકો સામે થયો હતો, અંતે ૯-૨૧, ૨૧-૧૯, ૨૨-૨૦ના સ્કોરલાઇન સાથે વિજય મેળવ્યો હતો. તેમની નોંધપાત્ર જીતે અવિશ્વસનીય પુનરાગમન દર્શાવ્યું હતું કારણ કે તેઓએ મેચમાં પાછળ રહીને, એક રમત હોવાને કારણે અને ૧૨-૧૬થી પાછળ રહીને, નિર્ણાયકમાં ચેમ્પિયન તરીકે ઉભરીને ગેમમાં પાસું ફેરવા નાંખ્યું હતું.

આ જીતે હવે એશિયન પેરા ગેમ્સ ૨૦૨૩માં ભારતના પ્રભાવશાળી મેડલ જીતમાં ઉમેરો કર્યો છે, જે ૨૪ ગોલ્ડ, ૨૭ સિલ્વર અને ૪૩ બ્રોન્ઝ સહિત ૯૪ પર છે.

આ પહેલા આજે પેરાલિમ્પિક્સ મેડલ વિજેતા સુહાસ યથિરાજે મેન્સ બેડમિન્ટન SL૪ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્રણ ગેમ સુધી લંબાયેલી રોમાંચક સ્પર્ધામાં સુહાસ યથિરાજે મલેશિયાના અમીનને હરાવીને પ્રભાવશાળી વિજય મેળવ્યો હતો. આ જીત વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે તેના મલેશિયન પ્રતિસ્પર્ધી સામે સુહાસની પ્રથમ જીત તરીકે ચિહ્નિત કરે છે, અગાઉના બે મુકાબલાઓ જ્યાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

પ્રતિભા અને નિશ્ચયના અદભૂત પ્રદર્શનમાં, ભારતીય પેરા-શટલર તુલાસિમાથી મુરુગેસને શુક્રવારે ચાલી રહેલી પેરા ગેમ્સમાં મહિલા SU૫ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેણીએ બેડમિન્ટન કોર્ટ પર ચીનની યાંગ ક્વિક્સિયાને ૨૧-૧૯, ૨૧-૧૯ના સ્કોરલાઇન સાથે હરાવીને તેણીની અસાધારણ કુશળતા અને પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું.

ગોલ્ડન સિલસિલો ચાલુ રાખતા, પેરા-બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે પુરુષોની SL૩ કેટેગરીમાં ગોલ્ડ જીતીને ભારતના મેડલ ટેલીમાં યોગદાન આપ્યું. દેશબંધુ નિતેશ કુમાર સામે ૨૨-૨૦, ૧૮-૨૧, ૨૧-૧૯ના સ્કોર સાથે તેની નજીકથી લડેલી જીતે રમતમાં તેના પરાક્રમ અને સ્થિતિસ્થાપકતાને પ્રકાશિત કરી.