કતારની કોર્ટે ૮ ઇન્ડિયન નેવીના કમાન્ડરનો ફાંસીની સજા સંભળાવી, જાણો કઈ કેસમાં મૃત્યુદંડની સજા

Share this story

કતારની કોર્ટે ૮ ભારતીયોને ફાંસીની સજા સંભળાવી છે. આ આઠ ભારતીયો ઇન્ડિયન નેવીના ભૂતપૂર્વ અધિકારીઓ છે અને તેઓ ગયા વર્ષે ઓગસ્ટથી કતારની જેલમાં બંધ છે. ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ જવાનો પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે, જેના કારણે કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે અને તેમને મૃત્યુદંડની સજા સંભળાવી છે.

કતારે ૨૦૨૩માં ઇટાલિયન શિપબિલ્ડિંગ ફર્મ ફિનકાન્ટેરી એસપીએ સાથે નૌકાદળના બેઝના નિર્માણ અને તેના લશ્કરી કાફલાની જાળવણી સાથે સંકળાયેલા મોટા પ્રોજેક્ટના ભાગ રૂપે સબમરીન બનાવવા માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, એમઓયુનો અમલ થયો નથી. સબમરીનને લઈને કતાર અને ઈટાલી વચ્ચે સમજૂતી થવાની હતી, જેના માટે આ ભારતીયો પર જાસૂસીનો આરોપ છે. આ આઠ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓ પર કતારના સબમરીન પ્રોજેક્ટ્સ સંબંધિત ડેટા ઈઝરાયલને આપવાનો આરોપ છે. આ અધિકારીઓ ઓમાની નાગરિક રોયલ ઓમાની (ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર) ની માલિકીની સંરક્ષણ સેવા પ્રદાતા કંપની દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસમાં કામ કરતા હતા.

આ આઠ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓના નામ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુણાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ છે.

વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, કતારની ફર્સ્ટ ઇન્સ્ટન્સ કોર્ટે ગુરુવારે અલ દહરા કંપનીના 8 ભારતીય કર્મચારીઓને સંડોવતા કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. અમે મૃત્યુદંડના નિર્ણયથી ઊંડો આઘાત અનુભવીએ છીએ અને વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાનૂની વિકલ્પોની શોધ કરી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે આ બાબતને ખૂબ મહત્વ આપીએ છીએ અને તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવાનું ચાલુ રાખીશું. અમે કતારી સત્તાવાળાઓ સાથે પણ નિર્ણય લઈશું. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં કાર્યવાહીની ગોપનીય પ્રકૃતિને કારણે આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.

આ પણ વાંચો :-