Home Blog Page 919

ચીનના સૌથી મોટા પ્રોજેક્ટનો યેસ જયશંકર કર્યો વિરોધ, બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવના સમર્થનનો કર્યો ઈનકાર

0

ભારતે એક વખત ફરી ચીનને જડબાતોડ જવાબ આપતા ગુરૂવારે ચીનના મહત્વકાંક્ષી ‘બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ’  (BRI)નું સમર્થન કરવાનો ઈનકાર કરી દીધો છે. એસસીઓના વડાઓએ પરિષદની ૨૨મી બેઠકના અંતમાં એક સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિજ ગણરાજ્ય, પાકિસ્તાન, રશિયા, તાઝિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાને ચીનને બીઆરઆઈ માટે પોતાના સમર્થનની પુષ્ટી કરી જે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની પરિયોજના છે. નવી દિલ્હીમાં જુલાઈમાં આયોજિત એસસીઓ શિખર સન્મેલન વખતે પણ ભારતે બીઆરઆઈનું સમર્થન નથી કર્યું જ્યારે અન્ય સદસ્યોએ પરિયોજનાઓનું સમર્થન કર્યું.

ભારતે ૬૦ અબજ અમેરિકી ડોલરના ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર ચીનનો વિરોધ કર્યો કારણ કે તે POKમાં બનાવવામાં આવી રહ્યો છે. બિશ્કેકમાં શિખર સન્મેલનમાં ભાગ લેનાર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે એસસીઓ સદસ્યોના આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાતોનું કડકાઈથી પાલન કરીને એક બીજાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરી અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપને ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે મળીને કામ કરવા માંગશે. પોતાના ભાષણમાં જયશંકરે એવું પણ કહ્યું કે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઈકોનોમિક કોરિડોર અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર ‘સમૃદ્ધિનું પ્રવર્તક’ બની શકે છે.

વિસ્તારની અંદર વ્યાપારમાં સુધાર માટે આપણે મજબૂત કનેક્ટિવિટી અને મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. પરંતુ આવી પહેલને બધા દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે ગ્લોબલ સાઉથ પર અપારદર્શક પહેલથી ઉદ્ભવતા દેવાનો બોજ ન હોવો જોઈએ. ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર અને ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર સમૃદ્ધિનો સ્ત્રોત બની શકે છે.

આ પણ વાંચો :-

૨૭, ઓક્ટોબર / આ રાશિના જાતકો વ્યસનોથી રહેજો દૂર, આ લોકો વાદ-વિવાદથી બચજો, કોનો શુક્રવાર કેવો જશે? જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

નીતિ અનુસાર કામ કરવાની ઇચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્રે સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ

મોજ શોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઇ જવાની શક્યતા છે, સંતાન સંબંધીચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારૂ. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારૂફળ મળતુ જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ

આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન-મકાનની દલાલી રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો. અ‌પરિણિતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ

ભાગ્ય બ‍ળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ

સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઇ બહેન સાથે વાદ-વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃધ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ

નાના-ભાઇ બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર-જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ

હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂં રહે.સામાન્ય શરદી-કફની શક્યતા છે.

મકરઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા અનુભવાય. આવક-જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ

ઘણો લાભ રહે. શુભતત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે, ઝવેરાત-સોનું-ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.
આ પણ વાંચો :-

• ઈઝરાઇલના ગાઝા પટ્ટી પર હવાઈ હુમલામાં ૨૪ કલાકમાં ૭૫૬ લોકોના મોત
• અભિનેતા રાજકુમાર રાવ ચૂંટણી પંચના નેશનલ આઈકોન તરીકે નિયુક્ત

દ્રષ્ટિ IAS, BYJU’S જેવી ૨૦ IAS કોચિંગ સંસ્થાઓનો મોટી સંકટ, ૩ પર ફટકાર્યો દંડ, જાણો કેટલા સંસ્થાનો નામ આવ્યું સામે

0

ભ્રામક જાહેરાતો આપતી IAS કોચિંગ સંસ્થાઓ સામે મોટી કાર્યવાહી કરતા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એ સોમવારે ૨૦ એકેડમીને નોટિસ ફટકારી હતી. જ્યારે ૩ સંસ્થાઓ પર ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. CCPA દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર IQRA IAS અને ચહલ એકેડમી તેમજ RAU’S IAS પર ૧-૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

UPSCના ત્રણ તબક્કા છે, પ્રિલિમિનરી, મેઈન અને ઇન્ટરવ્યૂ. જ્યારે એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગના રેન્ક ધારકોએ આ કોચિંગ સંસ્થાઓમાંથી માત્ર મોક્સ લીધા છે. ઇન્ટરવ્યુ લીધો છે. જ્યારે હાલની કોચિંગ સંસ્થાઓએ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે રેન્ક ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો દર્શાવ્યો હતો અને ફેક એડ બનાવતા હતા.

રાઉ IAS એ CCPA ઓર્ડર સામે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (NCDRC)માં અપીલ કરી છે. IAS બાબા એકેડમીને CCPA દ્વારા આપવામાં આવેલી નોટિસ પર સ્ટે ઓર્ડર મળ્યો છે. નામાંકિત IAS કોચિંગ સંસ્થાઓ છે તેમાં હજી તપાસ ચાલુ છે. તેમાં દ્રષ્ટિ IAS, BYJU’S IAS, વાજીરાવ એન્ડ રેડ્ડી, વિઝન અને યોજના IASનો સમાવેશ થાય છે.

ભારતમાં કોચિંગ ઈન્ડસ્ટ્રીનો વર્તમાન બિઝનેસ લગભગ ૫૮,૦૮૮ કરોડ રૂપિયા છે. દિલ્હીને UPSC-CSE કોચિંગનું હબ માનવામાં આવે છે. સામાન્ય રીતે UPSC પરીક્ષાના રિઝલ્ટની જાહેરાત પછી ઘણી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ફેક જાહેરાતો કરે છે અને પોતાની સંસ્થાને શ્રેષ્ઠ બતાવે છે. દર વર્ષે ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી સરેરાશ ૯૦૦ વિદ્યાર્થીઓ UPSC પરીક્ષામાં સક્સેસ થાય છે.

આ પણ વાંચો :-

અભિનેતા રાજકુમાર રાવ ચૂંટણી પંચના નેશનલ આઈકોન તરીકે નિયુક્ત

0

ભારતીય ચૂંટણી પંચ દ્વારા મુખ્ય રાજ્યોની ચૂંટણીઓ અને ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓ પહેલા ગુરુવારે અભિનેતા રાજકુમાર રાવની તેના નેશનલ આઇકોન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. અભિનેતા રાજકુમાર રાવે મતદાર શિક્ષણ અને મતદાનને પ્રોત્સાહન આપવા માટે ચૂંટણી પંચ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

ભારતીય ચૂંટણી પંચ (ECI) નવેમ્બરમાં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા રાજકુમાર રાવને તેના રાષ્ટ્રીય ચિહ્ન(આઈકોન) તરીકે જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા ગુરુવારે એક કાર્યક્રમમાં સત્તાવાર રીતે અભિનેતા રાજકુમાર રાવને નેશનલ આઈકન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ પગલાનો હેતુ દેશભરના લાખો લોકોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રેરિત કરવાનો છે.

અભિનેતા રાજકુમાર રાવ, ફિલ્મ ઉદ્યોગમાં તેમની બહુમુખી ભૂમિકાઓ માટે જાણીતા છે તેમજ તેમણે હિન્દી ફિલ્મ ન્યૂટનમાં તેમના સિદ્ધાંતવાદી સરકારી કારકુનની ભૂમિકા માટે વ્યાપક પ્રશંસા મેળવી છે. વિવિધ પડકારોને પાર કરીને છત્તીસગઢના માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો તેમના પાત્રનો અતૂટ સંકલ્પએ ફિલ્મની ખાસિયત હતી. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી તેમને પ્રશંસા મળી. આ ફિલ્મને હિન્દીમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ન્યુટન 90મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ શ્રેણી માટે ભારતની સત્તાવાર રજૂઆત પણ હતી. રાવને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે નિયુક્ત કરવાનો ચૂંટણી પંચનો નિર્ણય લોકતાંત્રિક પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા માટે મતદારોને પ્રોત્સાહિત કરવા અને સંલગ્ન કરવાના તેના ચાલુ પ્રયાસો સાથે સુસંગત છે.

પેનલમાં દિગ્ગજ ક્રિકેટર અને ગોડ ઓફ ક્રિકેટ ગણાતા સચિન તેંડુલકર, એમ.એસ.ધોની, એમ.સી. મેરી કોમ તેમજ અભિનેતા પંકજ ત્રિપાઠી અને આમિર ખાન જેવી ખ્યાતનામ હસ્તીઓ રાષ્ટ્રીય આઇકોન તરીકેનું બિરુદ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો :-

મુખ્તાર અંસારી વિરુદ્ધ ગેંગસ્ટર કેસનો ૧૪ વર્ષ જૂના કેસમાં દોષી જાહેર, આવતી કાલે કરાશે સજાનું એલાન

0

માફિયા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી રહી છે. અંસારીને એક કોર્ટે આજે હત્યા અને હત્યાના પ્રયાસના કેસમાં દોષી ઠેરવ્યો છે. ઉત્તર પ્રદેશ સ્થિતિ ગાઝીપુરમાં MP-MLA કોર્ટે મુખ્તારને દોષી ઠેરવ્યો છે. જોકે, મુખ્તાર અંસારી પર હજુ સજાનું એલાન નથી થયું. પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલે સજાનું એલાન થશે. વર્ષ ૨૦૦૯ના કેસમાં મુખ્તારને દોષી ઠેરવવામાં આવ્યો છે.

અંસારી પર હત્યા અને હત્યાનો પ્રયાસનો કેસ નોંધાયેલો હતો. મીર હસને હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરાવ્યો હતો. વર્ષ ૨૦૧૦માં બંને કેસને જોડીને ગેંગચાર્ટ બનાવવામાં આવ્યો હતો. ગાઝીપુર સ્થિત કરંડા પોલીસ સ્ટેશનમાં મુખ્તાર વિરુદ્ધ ગેંગસ્ટરનો કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

 

ઈઝરાઇલના ગાઝા પટ્ટી પર હવાઈ હુમલામાં ૨૪ કલાકમાં ૭૫૬ લોકોના મોત

0

ઈઝરાઇલ અને હમાસના યુદ્ધના ૧૯માં દિવસે ઈઝરાઇલી વાયુસેનાએ ગાઝા પટ્ટી પર ભીષણ બોમ્બમારો કર્યો હતો. જેથી છેલ્લા ૨૪ કલાકમાં ગાઝા પટ્ટીમાં ૭૫૬ લોકો માર્યા ગયા, જે ૭ ઓકટોબરથી ચાલુ યુદ્ધમાં એક દિવસમાં સૌથી વધુ મોતની સંખ્યા છે. ગાઝા પર થયેલા ઈઝરાઇલના હુમલામાં અત્યાર સુધીમાં ૬૫૪૬ લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાં ૩૪૪ બાળકોનો સમાવેશ થાય છે, જયારે બીજી બાજુ હમાસના હુમલાથી ઈઝરાઇલમાં ૧૪૦૦ લોકોના મોત થયા છે.

ઈઝરાઇલ ગાઝાના મળી કુલ ૭૦૪૪ લોકોના મોત અત્યાર સુધીમાં થયા છે. એકબાજુ ઈઝરાઇલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ યુદ્ધને રોકવાની અને વિશ્વ શાંતિની બધી યોજનાઓ વિફળ થતી જોવા મળી રહી છે. બુધવારે અમેરિકી જો બાઈડને ટિપ્પણી કરી હતી કે ભવિષ્યમાં ઈઝરાયેલી અને ફિલીસ્તીની રાજયોએ સાથે સાથે સામેલ થવું પડશે.

બાઈડને વોશિંગ્ટનમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બાનીઝની સાથે સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે ઈઝરાઇલી અને ફિલીસ્તીની સમાન રીતે સુરક્ષા, સન્માન અને શાંતિથી સાથે રહેવાના હકદાર છે. બાઈડને જણાવ્યું હતું કે ઈસ્લામવાદી હમાસ સમૂહ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવા ૧૪૦૦ લોકોની હત્યા કરવા અને વિભિન્ન રાષ્ટ્રીયતાના ૨૦૦થી વધુ લોકોને બંધક બનાવવાનું એક કારણ ઈઝરાઇલ અને સાઉદી અરબ વચ્ચેના સંબંધોને સામાન્ય થતા રોકવાનું હતું.

આ પણ વાંચો :-

નરેન્દ્ર મોદીએ શિરડી સાંઈ મંદિરમાં પૂજા અર્ચના કરી, ૭૫૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

0

પાંચ વર્ષ પછી મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યના પ્રસિદ્ધ શિરડી સાંઈ મંદિરમાં પ્રાર્થના કરી હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ ઉપરાંત રાજ્યના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ મંદિર પરિસરમાં તેમની સાથે હાજર હતા. તેમણે મંદિરમાં બનેલા કતાર સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. વર્ષ ૨૦૧૮માં પીએમ મોદીએ તેનો શિલાન્યાસ પણ કર્યો હતો.

મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન પીએમ મોદી ૭૫૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. એક સાર્વજનિક કાર્યક્રમ દ્વારા પીએમ મોદી સ્વાસ્થ્ય, રેલ, રોડ, ઓઈલ અને ગેસ જેવા ક્ષેત્રોમાં ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે.

વડાપ્રધાન કાર્યાલય સાંઈ મંદિરમાં કતાર સંકુલનું ઉદ્ઘાટન કર્યા પછી, પીએમ મોદી નીલવંડે ડેમના જળની પૂજા કરશે અને તેની સાથે જોડાયેલ નહેરનું નેટવર્ક પણ દેશને સમર્પિત કરશે. ૮૫ કિલોમીટર લાંબા કેનાલ નેટવર્કથી સાત તાલુકાઓના ૧૮૨ ગામોને ફાયદો થશે. તેમાં અહેમદનગર જિલ્લાના છ તાલુકાઓ અને નાશિક જિલ્લાના એક તાલુકાનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યના ખેડૂતો માટે ખાસ પહેલ કરી છે. તેઓ ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’ શરૂ કરશે. આ અંતર્ગત મહારાષ્ટ્રના ૮૬ લાખથી વધુ ખેડૂતો કે જેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને દર વર્ષે ૬૦૦૦ રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત પીએમ લાભાર્થીઓમાં કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરશે.તેઓ ગોવામાં કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે.આ પછી સાંજે તેઓ ગોવામાં ૩૭મી કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન પણ કરશે.

સાંજે તેઓ ગોવામાં ૩૭મી કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન પણ કરશે. પીએમ માર્ગો ખાતેના પંડિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને પણ સંબોધિત કરશે. આ પહેલીવાર છે જ્યારે ગોવામાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે. આજથી શરૂ થઈને ૯ નવેમ્બર સુધી ચાલનારી આ ગેમ્સમાં દેશના ૧૦ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ૪૩ થી વધુ રમતોમાં સ્પર્ધા થવાની છે.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરના મચ્છલ સેક્ટરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ૨ આતંકવાદીઓને કર્યા ઠાર

0

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે મચ્છલ સેક્ટરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં ૨ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાએ આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવી છે, જે અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને જાણકારી આપી છે. કુપવાડા પોલીસની માહિતીના આધારે મચ્છલ સેક્ટરમાં અથડામણ શરૂ થઈ છે, જેમાં અત્યાર સુધીમાં ૨ આતંકવાદીઓને ઠાર કરાયા છે. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.

ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા ૨૬ ઓક્ટોબરે સંયુક્ત અભિયાન હાથ ધરાયું હતું, જેમાં કુપવાડા સેક્ટરમાં સતર્ક જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યો છે. પોસ્ટમાં જણાવાયું છે કે, હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.

ત્રીજી ઓક્ટોબરે રાજૌરી જિલ્લાના કાલાકોટના જંગલોમાં ગઈકાલે મોડી રાતે આતંકી અને સુરક્ષા દળના જવાન વચ્ચે અથડામણ થઇ હતી. શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ, સેનાએ પોલીસ સાથે મળીને કાલાકોટ વિસ્તારમાં બ્રોહ અને સૂમ જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો. આ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ૨ પેરા કમાન્ડો સહિત ૩ સેનાના જવાન ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :-

દિવાળી બાદ ગુજરાતના તમામ જિલ્લાને મળશે DEO-DPO, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી જાહેરાત

0

ગુજરાતના શિક્ષણ વિભાગ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દિવાળી બાદ શિક્ષણ વિભાગની વહીવટી જગ્યાઓ ભરવામા આવે તેવી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી છે. જેનો સીધો અર્થે એ થાય છે કે દિવાળી બાદ તમામ જિલ્લાઓને DEO અને DPEO મળશે. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની નિમણૂક કરી શિક્ષણનું સ્તર સુધારવાની દીશામાં કાર્યવાહી ચાલી રહી છે.

રાજ્યમાં 39 DEO-DPEOની ખાલી જગ્યાઓ ચાર્જમાં ચાલી રહી છે. જે વ્યવસ્થા હવે સુધરશે. ચાર્જને કારણે અનેક પ્રશ્નો વણઉકેલ્યા છે. જેને લઈને હવે આ વ્યવસ્થા સુધરે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેની જવાબદારી જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા પર દેખરેખ રાખવાની અને નિરીક્ષણ કરવાની હોય છે, તે ડીઇઓ અને ડીપીઇઓના હવાલાથી વહીવટી કામગીરી સાથે જોડાયેલા  હોવાથી શાળાઓની ગુણવત્તા સુધારવાની કામગીરીમાં હાલ અનેક અવરોધ પેદા થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

સુરત મહાનગરપાલિકાએ ધારી વિક્રેતાઓને ત્યાં ધરોડા, લોકો આરોગી જશે પછી આવશે રિપોર્ટ

0

સુરતીઓનો સૌથી લોકપ્રિય એવા ચંદની પડવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કરોડો રૂપિયાની ઘારી લોકો આરોગી જશે. જેના પહેલાં સુરત શહેરના ફૂડ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા સતત ચેકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ઘારી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી સેમ્પલ લેવાયા છે.

સુરતમાં સેન્ટ્રલ ઝોનના ભાગળમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી કરી છે. તેમજ ઘારીના સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નોંધનીય છેકે ઘારીના સેમ્પલ બાદ પણ ઘારીનું વેચાણ ચાલું જ રહેશે અને SMC નો હેલ્થ વિભાગનો રિપોર્ટ તહેવાર પછી આવશે એટલે લોકો ઘારી આરોગી જશે પછી રિપોર્ટ આવશે.

સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી એક જ ધ્વિસે ખાઈ જશે. લોકોના આરોગ્યને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સેમ્પલો લેવાના શરૂ કરાયા છે. ઘારીની અંદર વિશેષ કરીને દૂધના માવાનો ઉપયોગ થાય છે, તેમાં ડ્રાયફ્રૂટ અને ઘીનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. આગામી ચંદની પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને ઘારીના સેમ્પલ લેવાના શરૂ કરાયા છે. અલગ અલગ ૧૮ જેટલી ટીમ બનાવવામાં આવી છે. જેણે રાંદેર, અઠવા ઝોન, રિંગ રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં જઈને સેમ્પલિંગની કામગીરી શરૂ કરી દીધી છે.

મિઠાઈની દુકાનના ઉત્પાદકો વધુ લાભ મેળવી લેવાની અપેક્ષા સાથે ગુણવત્તાયુક્ત માવો અને ઘીનો ઉપયોગ કરવાના બદલે ઓછી કિંમતના રો-મટિરિયલનો ઉપયોગ કરી લેતા હોય છે. જેના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું કરી દેતા હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘારીના સેમ્પલ લેવાના શરૂ કર્યા છે, જેમાં વિશેષ કરીને માવાની ગુણવત્તા અને ઘી અંગે તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો :-