ઈઝરાઇલના ગાઝા પટ્ટી પર હવાઈ હુમલામાં ૨૪ કલાકમાં ૭૫૬ લોકોના મોત

Share this story

ઈઝરાઇલ અને હમાસના યુદ્ધના ૧૯માં દિવસે ઈઝરાઇલી વાયુસેનાએ ગાઝા પટ્ટી પર ભીષણ બોમ્બમારો કર્યો હતો. જેથી છેલ્લા ૨૪ કલાકમાં ગાઝા પટ્ટીમાં ૭૫૬ લોકો માર્યા ગયા, જે ૭ ઓકટોબરથી ચાલુ યુદ્ધમાં એક દિવસમાં સૌથી વધુ મોતની સંખ્યા છે. ગાઝા પર થયેલા ઈઝરાઇલના હુમલામાં અત્યાર સુધીમાં ૬૫૪૬ લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાં ૩૪૪ બાળકોનો સમાવેશ થાય છે, જયારે બીજી બાજુ હમાસના હુમલાથી ઈઝરાઇલમાં ૧૪૦૦ લોકોના મોત થયા છે.

ઈઝરાઇલ ગાઝાના મળી કુલ ૭૦૪૪ લોકોના મોત અત્યાર સુધીમાં થયા છે. એકબાજુ ઈઝરાઇલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ યુદ્ધને રોકવાની અને વિશ્વ શાંતિની બધી યોજનાઓ વિફળ થતી જોવા મળી રહી છે. બુધવારે અમેરિકી જો બાઈડને ટિપ્પણી કરી હતી કે ભવિષ્યમાં ઈઝરાયેલી અને ફિલીસ્તીની રાજયોએ સાથે સાથે સામેલ થવું પડશે.

બાઈડને વોશિંગ્ટનમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બાનીઝની સાથે સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે ઈઝરાઇલી અને ફિલીસ્તીની સમાન રીતે સુરક્ષા, સન્માન અને શાંતિથી સાથે રહેવાના હકદાર છે. બાઈડને જણાવ્યું હતું કે ઈસ્લામવાદી હમાસ સમૂહ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવા ૧૪૦૦ લોકોની હત્યા કરવા અને વિભિન્ન રાષ્ટ્રીયતાના ૨૦૦થી વધુ લોકોને બંધક બનાવવાનું એક કારણ ઈઝરાઇલ અને સાઉદી અરબ વચ્ચેના સંબંધોને સામાન્ય થતા રોકવાનું હતું.

આ પણ વાંચો :-