Home Blog Page 915

દિલ્લી લિકર કૌભાંડ: EDએ પંજાબમાં AAPના ધારાસભ્ય કુલવંત સિંહ પર દરોડા

0

દિલ્હી અને પંજાબમાં લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ફરીએકવાર કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલવંત સિંહના ઘરે દરોડા પાડ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ આ કાર્યવાહી પંજાબના મોહાલીમાં ચાલી રહી છે. આ અગાઉ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું અને EDએ મુખ્યમંત્રીને ૨ નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ અગાઉ CBIએ એપ્રિલમાં કેજરીવાલની પુછપરછ કરી હતી.

આ બાદ આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડર પરથી ટ્વિટ કરાયું હતું કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે. કેન્દ્ર સરકાર નકલી કેસ બનાવી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં બંધ કરવા માંગે છે. તો બીજીતરફ દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કેન્દ્ર સરકારની ઈડીએ કેજરીવાલને ૨ નવેમ્બરે બોલાવ્યા છે. સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ભાજપ કોઈપણ ભોગે AAPને ખતમ કરવા માંગે છે. તેઓ નકલી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને AAPને ખતમ કરવા માંગે છે.

૨૦૨૧ની ૨૨મી માર્ચે મનીષ સિસોદિયાએ નવી લિકર પોલિસીની જાહેરાત કરી હતી. ૧૭ નવેમ્બર-૨૦૨૧ના રોજ નવી લિકર પોલિસી એટલે એક્સાઈઝ પોલિસી ૨૦૨૧-૨૨ લાગુ કરવામાં આવી. નવી લિકર પોલિસી આવ્યા બાદ સરકાર કારોબારમાંથી બહાર નીકળી ગઈ અને તમામ દારુની દુકાનો ખાનગી હાથોમાં જતી રહી. નવી લિકર પોલિસી લાવવા પાછળનો સરકારનો હેતુ હતો કે, આમ કરવાથી માફિયા રાજ ખતમ થઈ જશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે નવી પોલિસીનો અમલ થતા જ વિવાદો પણ શરૂ થઈ ગયા. વિવાદ વધતા સરકારે ૨૮ જુલાઈ ૨૦૨૨માં નવી લિકર પોલિસી રદ કરી જૂની પોલિસી લાગી કરી દીધી..

આ પણ વાંચો :-

બંગાળ સરકાર સામે ટાટાની જીત, Tata Motorsને આપવું પડશે ૭૬૬ કરોડ રૂપિયાનું વળતર, જાણો કારણ?

0

ટાટા મોટર્સ માટે મોટી રાહતના સમાચાર છે. પશ્ચિમ બંગાળના સિંગૂરમાં નેનો કારના ઉત્પાદન માટે સ્થાપિત પ્લાન્ટ બંધ થયા પછી રોકાણ પરના નુકસાન તરીકે વ્યાજ સાથે ૭૬૬ કરોડ રૂપિયા મળશે. ત્રણ સભ્યોની આર્બિટ્રલ ટ્રિબ્યુનલે ટાટા મોટર્સની તરફેણમાં આ નિર્ણય આપ્યો છે.

ટાટા મોટર્સે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ટાટા મોટર્સ લિમિટેડ અને પશ્ચિમ બંગાળ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે સિંગૂરમાં ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર કરવામાં આવેલા મૂડી રોકાણના નુકસાન માટે પાસેથી વળતરનો દાવો કરી રહી છે. આ મામલે આર્બિટ્રલ ટ્રિબ્યુનલમાં સુનાવણી ચાલી રહી હતી. આર્બિટ્રલ ટ્રિબ્યુનલે ૩૦ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સર્વસંમતિથી ટાટા મોટર્સ લિમિટેડની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

ટાટા મોટર્સ ૧ સપ્ટેમ્બર, ૨૦૧૬થી વાર્ષિક ૧૧ ટકા વ્યાજ સાથે પશ્ચિમ બંગાળ વિકાસ નિગમ લિમિટેડ પાસેથી ૭૬૫.૭૮ કરોડ રૂપિયાની વસૂલાત કરી શકે છે. ટાટા મોટર્સે કહ્યું કે ટ્રિબ્યુનલે આ સુનાવણી પર થયેલા ૧ કરોડ રૂપિયાના ખર્ચને વસૂલવાનો પણ આદેશ આપ્યો છે. આર્બિટ્રલ ટ્રિબ્યુનલના આ નિર્ણય સાથે મધ્યસ્થતાને લઇને ચાલી રહેલી સુનાવણી હવે સમાપ્ત થઈ ગઈ છે.

પશ્ચિમ બંગાળની સીપીએમ સરકારે નેનો કાર બનાવવા માટે ટાટા મોટર્સને સિંગૂરમાં ૧૦૦૦ એકર ખેતીની જમીન ફાળવી હતી. જેના પર ટાટા મોટર્સે કાર બનાવવાના પ્લાન્ટમાં પણ રોકાણ કર્યું હતું. પરંતુ મમતા બેનર્જીના નેતૃત્વમાં સરકારના આ નિર્ણયનો ભારે રાજકીય વિરોધ થયો હતો. ખેડૂતોએ જમીન ફાળવણીનો પણ વિરોધ કર્યો હતો. આ વિરોધના કારણે ટાટા મોટર્સે કાર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય રદ કર્યો હતો. બાદમાં ટાટા મોટર્સે ગુજરાતના સાણંદમાં નેનો કાર પ્લાન્ટ સ્થાપ્યો હતો. જો કે હવે કંપનીએ નેનો કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

આ પણ વાંચો :-

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ, વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી

0

આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાજ્યના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એક્ત દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ સ્ટેય્યુ ઓફ યુનિટી ખાતે દેશને એકતાના શફથ લેવડાવ્યા હતા અને સુરક્ષા દળોનું અભિવાદન સ્વીકાર્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સરદાર વલ્લભાઈ પટેલની અદમ્ય ભાવના, દૂરંદેશી નેતૃત્વ અને અસાધારણ સમર્પણને યાદ કરીએ છીએ જેની સાથે તેમણે રાષ્ટ્રનું ભાગ્ય ઘડ્યું હતું. રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આજે પણ આપણને માર્ગદર્શન આપે છે અને આપણે હંમેશા તેમના ઋણી રહીશું.

દેશમાં દર વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમણે નર્મદા જિલ્લાના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એક્તા પરેડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય વડાપ્રધાનના હસ્તે ત્રણ પ્રવાસન પ્રોજેક્ટ અને ત્રણ ઈન્ફ્રાસ્ટ્રકચર તેમજ પાંચ ગ્રીન ઈનિશિયટીવ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં દોડશે કોલસાવાળા એન્જિનની હેરિટેજ ટ્રેન, વિસ્ટાડોમ કોચમાં અદ્ભૂત દેખાશે નજારો

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસે છે, જેઓ રાજ્યને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યાં છે. તેઓ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પાંચ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે અને લોખંડી પુરૂષ અને દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮ મી જન્મ જંયતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે છે. જેઓ આજે કેવડિયા ખાતે વિવિધ વિકાસ કામોની ભેટ આપવાના છે. ત્યારે તેઓ વર્ષો બાદ સ્ટીમ એન્જિન ટ્રેનની યાદો તાજી કરાવવાના છે. અત્રે જણાવીએ કે, અમદાવાદથી એકતાનગર વચ્ચે હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનની શરૂઆત કરાવવાના છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગરથી હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનને લીલીઝંડી આપશે. હેરિટેજ ઇન્ટીરીયર સાથે રજવાડી ડાયનિંગ એરિયા ટ્રેનનું મુખ્ય આકર્ષણ છે. આપને જણાવીએ કે, અગામી ૫ નવેમ્બરથી ટ્રેન નિયમિતરૂપે શરૂ થશે. જે દર રવિવારે અમદાવાદથી સવારે ૬:૧૦ વાગ્યે ઉપડશે અને ૯:૫૦ વાગ્યે એકતાનગર પહોંચાડશે. આ હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનથી પ્રવાસીઓ સસ્તી અને ઝડપી મુસાફરી કરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળવાનો લ્હાવો લઈ શકશે.

ટ્રેનની મોટર કોચની સ્ટીમ લોકોમોટિવના રૂપમાં ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. રોલર બ્લાઈડ્સની સાથે પૈનોરમિક બારીઓ છે. આ ડિઝાઈન કારમાં ૨૮ યાત્રિઓ બેસી શકે તેવી ક્ષમતાઓ પણ છે. સાગના લાકડામાંછી ડિઝાઈન કરેલા ટેબલ અને જોરદાર સીટોની સાથે ૨ સીટર સોફા, ઈન્ટરનલ પૈનલ પ્રાકૃતિક સાગ અને પ્લાઈવુડથી સુસજ્જ છે. સાથે સાથે આમાં પ્રાકૃતિક સફેદ રોશની પણ સારો અનુભવ કરાવી રહી છે. તેમજ સારી ફિટિગની સાથે એફઆરપી મોડ્યુલ શૌચાલય જીપીએસ પણ લગાડવામાં આવેલું છે.

નર્મદામાં રાષ્ટ્રીય એકતા પરેડની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં કેવડિયા કોલોનીમાં એકતા પરેડનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં PM મોદી નર્મદામાં એકતા પરેડ ખાસ હાજરી આપવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા દિવસ પર સંબોધન કરશે તેમજ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. ગ્રી ઈનિશેયેટિવ હેઠળ પ્રધાનમંત્રી ૩૦ ઈ-બસનું લોકાર્પણ કરશે તેમજ ૨૧૦ પબ્લિક બાઈક શેરિંગનું પણ લોન્ચિંગ કરશે. મહત્વનું છે કે, રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે એકતાનગરમાં મુલાકાતીઓ માટે વિઝિટર સેન્ટર બનશે. પ્રવાસીઓની સુવિધા માટે ૭.૫ કરોડના ખર્ચે ફ્રિસ્કિંગ બૂથ, વોક-વેનું પણ નિર્માણ થશે.

આ પણ વાંચો :-

• તેલંગાણામાં ચૂંટણીનો માહોલ ગરમાયો, BRS પાર્ટીના સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર જીવલેણ હુમલો

•  જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનો મામલોમાં આતંકવાદીએ યુપીન મજૂરોને ગોળી મારી હત્યા કરી

 

૩૧,ઓક્ટોબર ૨૦૨૩/ નિરાશાનો અનુભવ, પણ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ, કઈ રાશિના જાતકોનો મંગળવાર કેવો જશે? જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃધ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.
વૃષભઃ
નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગીરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.
‌મિથુનઃ
આકસ્મિક ધનહાનિ ના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે, પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.
કર્કઃ
દિવસ દરમ્યાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઇ-બહેન પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડ‌ી ચિંતા રહે. આરોગ્ય સારૂ રહેશે.
‌સિંહઃ
અભિમાનમાં વધારો થાય. સિધ્ધાંતવાદી વલણ રહે. ભાઇ-બહેન-પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા, મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.
કન્યાઃ
દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.
તુલાઃ
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. લીવર નબળું રહે.ય પાચન શક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.
વૃ‌શ્ચિકઃ
વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન ઘમંડ વધે. સ્ત્રી વર્ગ સાથે કાર્ય કરવાની ઇચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.
ધનઃ
મનઉપ ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જવળાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમ્યાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.
મકરઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.
કુંભઃ
નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નિના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઇ જાય.
મીનઃ
પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચકોટિની ભાવના દુઃખાવો રહે. બહેનો એ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

આ પણ વાંચો :-

પંચમહાલમાં SRP જવાનનું વાહન પલટાયું! ૪૫ જવાન ઈજાગ્રસ્ત, ૨ ગંભીર

0

પંચમહાલનાં ભીખાપુરા નજીક SRP જવાનનું વાહન પલ્ટી ખાઈ જતા ગાડીમાં રહેલ ૪૫ SRP જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે બે જવાનોને ગંભીર ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલીક સારવાર માટે વડોદરા ખસેડાયા હતા. ઈજાગ્રસ્ત જવાનોને હાલોલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ ઘટનાં સ્થળે દોડી ગયા હતા.

પંચમહાલનાં મોરવા હડફમાં પેસેન્જર ભરેલ રીક્ષા પલ્ટી ખાઈ જતા એક મહિલાનુ મોત નિપજ્યું હતું. જ્યારે છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. રીક્ષા ચાકલે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.

બોટાદમાં મિલેટ્રી રોડ પર કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ ઘટનાં સર્જાતા આજુબાજુ રોડ પર ખેતરમાં કામ કરી રહેલ લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ પણ વાંચો :-

• તેલંગાણામાં ચૂંટણીનો માહોલ ગરમાયો, BRS પાર્ટીના સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર જીવલેણ હુમલો

•  જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનો મામલોમાં આતંકવાદીએ યુપીન મજૂરોને ગોળી મારી હત્યા કરી

 

હમાસની સુરંગોમાં જ્યાં છૂપાયો હશે ત્યાં પથ્થર બની જશે આતંકી! ઇઝરાઇલે શરૂ કર્યું સ્પૉન્ઝ બોમ્બના ઉપયોગ

0

ઇઝરાઇલે ગાઝા પટ્ટી પર આવેલ સુરંગોને બંધ કરવા એક નવા હથિયારની શોધ કરી છે. આ હથિયાર એક ખાસ પ્રકારનો બોમ્બ છે. જેમાં કોઈ પણ જાતનો વિસ્ફોટ થતો નથી. પરંતુ આ બોમ્બને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જયારે તે ફાટે છે ત્યારે તેમાંથી ફીણ નીકળે છે અને તે પથ્થરની જેમ મજબૂત બની જાય છે. પરિણામે આ બોમ્બનો મુખ્ય ઉપયોગ સુરંગોને બંધ કરવા માટે થાય છે.

ઇઝરાઇલ તેના ઈનોવેટિવ હથિયારો માટે વિશ્વભરમાં વિખ્યાત છે. ગાઝા પટ્ટીમાં હમાસના આતંકીઓની સુરંગો તે આ સ્પૉન્ઝ બોમ્બ દ્વારા બંધ કરશે. ઇઝરાઇલી સૈન્ય માટે સૌથી મોટો પડકાર આ જ છે. કારણ કે હમાસના આતંકીઓ આવી સુરંગોનો ઉપયોગ કરીને જ છુપાઈને હુમલાઓ કરે છે. આ પ્રકારની ગોરિલા યુદ્ધ પદ્ધતિ ઇઝરાઇલ માટે ખતરો બની રહી છે.

હમાસ આ સુરંગોમાં તેમના હથિયારો છુપાવે છે. ઇઝરાઇલ માટે ગ્રાઉન્ડ એટેક બાદ આ સૌથી મોટું કામ છે કે તે આ પ્રકારની સુરંગોને બંધ કરે. જો કોન્ક્રીટ અને સિમેન્ટના ચણતર દ્વારા સુરંગોને બંધ કરવામાં આવે તો તેમાં વધારે સમય અને ખર્ચ થાય છે માટે ઇઝરાઇલ દ્વારા સ્પૉન્ઝ બોમ્બ નામનું એક હથિયાર તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી સરળતાથી તે હમાસના આતંકીઓને આગળ વધતા અટકાવી શકે છે.

સ્પૉન્ઝ બોમ્બ પ્લાસ્ટિકની બેગમાં હોય છે. જેમાં બે અલગ અલગ કેમિકલ હોય છે. આ કેમિકલને મેટલ પ્લેટ અથવા સળિયા જેવી ધાતુથી અલગ રાખવામાં આવે છે. જેવી આ ધાતુ વચ્ચેથી દૂર થાય છે કે તરત જ રસાયણો એકબીજાના સંપર્કમાં આવી પ્રતિક્રિયા કરીને ફીણવાળું પ્રવાહી મિશ્રણ બનાવે છે. જે વાતાવરણની હવાના સંપર્કમાં આવતા ઝડપથી આખા વિસ્તારમાં ફેલાઈ જાય છે અને થોડા સમયમાં તે પથ્થરની જેમ મજબૂત બની ટનલને બંધ કરી દે છે.

આ પણ વાંચો :-

 

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ મામલે માં આતંકવાદીએ યુપીના મજૂરોની ગોળી મારી હત્યા કરી

0

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સોમવારે આતંકવાદીઓએ યુપીના એક મજૂરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસનું કહેવું છે કે આ ટાર્ગેટ કિલિંગનો મામલો છે, જે અંતર્ગત આતંકવાદીઓએ બીજા રાજ્યમાં રહેતા વ્યક્તિને નિશાન બનાવ્યો છે. થોડા મહિના પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની હતી જેમાં સ્થાનિક હિંદુઓ અને બહારના મજૂરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્રશાસનની કડકાઈ બાદ ઘટનાઓમાં ઘટાડો થયો હતો પરંતુ ફરી એકવાર આતંકીઓએ ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાની હિંમત કરી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે યુપીના રહેવાસી મુકેશને આતંકવાદીઓએ પુલવામામાં ગોળી મારી હતી. સારવાર દરમિયાન મુકેશનું મોત થયું હતું. હાલ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પોલીસ અને સેનાના જવાનો આતંકીઓને શોધવામાં વ્યસ્ત છે. ક્રિકેટ ગ્રાઉન્ડમાં જમ્મુ અને કાશ્મીરના પોલીસ અધિકારી મસરૂર અહેમદ વાની પર હુમલાના એક દિવસ બાદ આ ઘટના બની છે. વાની ક્રિકેટ રમતી હતી. આ દરમિયાન એક આતંકીએ તેને ખૂબ જ નજીકથી ત્રણ વખત ગોળી મારી હતી. એક ગોળી તેની આંખમાં, બીજી તેના પેટમાં અને ત્રીજી તેની ગરદન પર વાગી હતી.

વાનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે અને તેની હાલત નાજુક છે. આ ઘટના બાદ પુલવામા, અનંતનાગ અને શ્રીનગર જેવા વિસ્તારોમાં કડકાઈ વધારી દેવામાં આવી છે. મુખ્ય માર્ગો, ચોકીઓ અને બહાર નીકળવાના સ્થળો પર સુરક્ષા દળોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આવતા-જતા લોકોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે સોમવારે સવારે જ સુરક્ષાદળોએ કુપવાડામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો.

આ પણ વાંચો :-

તેલંગાણામાં ચૂંટણીનો માહોલ ગરમાયો, BRS પાર્ટીના સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર જીવલેણ હુમલો

0

તેલંગાણામાં ચૂંટણીનો માહોલ છે, આવી સ્થિતિમાં ઘણા નેતાઓ પોતપોતાના વિસ્તારોમાં પ્રચાર કરવા માટે નીકળી પડ્યા છે. ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીના નેતા કોઠા પ્રભાકર રેડ્ડી પર જીવલેણ હુમલો થયો છે. તેમના પર કોઈએ છરી વડે હુમલો કર્યો છે. હાલમાં તેમને ગંભીર હાલતમાં ગજવેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમને ત્યાંથી હૈદરાબાદ ટ્રાન્સફર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

બીઆરએસના કાર્યકરોએ હુમલાખોરને પકડી લીધો હતો અને તેને માર માર્યો હતો અને પછી તેને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ હુમલો કરનાર વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. BRS સાંસદ પ્રભાકર રેડ્ડી પણ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર છે.

આ ઘટના દૌલતાબાદ ડિવિઝનના સુરમપલ્લી ગામમાં બની હતી. BRS પાર્ટીના સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી તેમના સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર દરમિયાન અહીં ગયા હતા. અહીં એક અજાણ્યા હુમલાખોરે તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. તેઓ કંઈ સમજે તે પહેલા ભીડમાંથી બહાર આવેલા યુવકે તેના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કોઠા પ્રભાકર બીઆરએસ વતી ડબકાથી ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો :-

આંદોલનકારીઓએ NCPના MLAના બંગલાને ફૂંકી માર્યો, મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બન્યું

0

મરાઠા આરક્ષણ આંદોલન હિંસક વિરોધીઓએ બીડમાં એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસસ્થાન પર હુમલો કર્યો. પથ્થરમારો બાદ ભીડે વાહનોને આગ ચાંપી દીધી હતી. વિરોધીઓ દ્વારા ટોળાએ ધારાસભ્યના માજલગાંવના આવાસમાં તોડફોડ કરી હતી. આ પછી વાહનોની સાથે ઘરના બહારના પરિસરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

પ્રકાશ સોલંકે માજલગાંવથી ધારાસભ્ય છે. NCPમાં વિભાજન થયા બાદ તેઓ અજીત પાવર સાથે છે. તે મરાઠા સમુદાયમાંથી આવે છે. આ પહેલીવાર છે જ્યારે મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા લોકોએ કોઈ રાજનેતા પર આવો હુમલો કર્યો હોય. તમને જણાવી દઈએ કે મરાઠા સમુદાય લાંબા સમયથી સરકારી નોકરીઓ અને શિક્ષણમાં પોતાના માટે અલગ અનામતની માંગ કરી રહ્યો છે.

મરાઠા વિરોધીઓએ હિંગોલીના સાંસદ હેમંત પાટીલ સાથે પણ દલીલ કરી હતી. બીડ અને હિંગોલી બંને મરાઠવાડામાં છે. આ વિસ્તારમાં મરાઠા આંદોલન ખૂબ જ મજબૂત છે. ઘણા ગામડાઓમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે ત્યાં કોઈ રાજકારણીને પ્રવેશવા દેવામાં આવશે નહીં. મનોજ જરાંગે પાટીલે ફરી એકવાર અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરૂ કરી છે. તેઓ ૨૨મી ઓક્ટોબરથી ફરી ઉપવાસ પર છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં મરાઠા સમુદાયના ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી છે. આ રીતે મરાઠા આંદોલન હવે હિંસાના માર્ગે આગળ વધી ગયું છે.

આ પણ વાંચો :-