ગુજરાતમાં દોડશે કોલસાવાળા એન્જિનની હેરિટેજ ટ્રેન, વિસ્ટાડોમ કોચમાં અદ્ભૂત દેખાશે નજારો

Share this story

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસે છે, જેઓ રાજ્યને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યાં છે. તેઓ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પાંચ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે અને લોખંડી પુરૂષ અને દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮ મી જન્મ જંયતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે છે. જેઓ આજે કેવડિયા ખાતે વિવિધ વિકાસ કામોની ભેટ આપવાના છે. ત્યારે તેઓ વર્ષો બાદ સ્ટીમ એન્જિન ટ્રેનની યાદો તાજી કરાવવાના છે. અત્રે જણાવીએ કે, અમદાવાદથી એકતાનગર વચ્ચે હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનની શરૂઆત કરાવવાના છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગરથી હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનને લીલીઝંડી આપશે. હેરિટેજ ઇન્ટીરીયર સાથે રજવાડી ડાયનિંગ એરિયા ટ્રેનનું મુખ્ય આકર્ષણ છે. આપને જણાવીએ કે, અગામી ૫ નવેમ્બરથી ટ્રેન નિયમિતરૂપે શરૂ થશે. જે દર રવિવારે અમદાવાદથી સવારે ૬:૧૦ વાગ્યે ઉપડશે અને ૯:૫૦ વાગ્યે એકતાનગર પહોંચાડશે. આ હેરિટેજ સ્ટીમ એન્જિન ટ્રેનથી પ્રવાસીઓ સસ્તી અને ઝડપી મુસાફરી કરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળવાનો લ્હાવો લઈ શકશે.

ટ્રેનની મોટર કોચની સ્ટીમ લોકોમોટિવના રૂપમાં ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. રોલર બ્લાઈડ્સની સાથે પૈનોરમિક બારીઓ છે. આ ડિઝાઈન કારમાં ૨૮ યાત્રિઓ બેસી શકે તેવી ક્ષમતાઓ પણ છે. સાગના લાકડામાંછી ડિઝાઈન કરેલા ટેબલ અને જોરદાર સીટોની સાથે ૨ સીટર સોફા, ઈન્ટરનલ પૈનલ પ્રાકૃતિક સાગ અને પ્લાઈવુડથી સુસજ્જ છે. સાથે સાથે આમાં પ્રાકૃતિક સફેદ રોશની પણ સારો અનુભવ કરાવી રહી છે. તેમજ સારી ફિટિગની સાથે એફઆરપી મોડ્યુલ શૌચાલય જીપીએસ પણ લગાડવામાં આવેલું છે.

નર્મદામાં રાષ્ટ્રીય એકતા પરેડની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં કેવડિયા કોલોનીમાં એકતા પરેડનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં PM મોદી નર્મદામાં એકતા પરેડ ખાસ હાજરી આપવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા દિવસ પર સંબોધન કરશે તેમજ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. ગ્રી ઈનિશેયેટિવ હેઠળ પ્રધાનમંત્રી ૩૦ ઈ-બસનું લોકાર્પણ કરશે તેમજ ૨૧૦ પબ્લિક બાઈક શેરિંગનું પણ લોન્ચિંગ કરશે. મહત્વનું છે કે, રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે એકતાનગરમાં મુલાકાતીઓ માટે વિઝિટર સેન્ટર બનશે. પ્રવાસીઓની સુવિધા માટે ૭.૫ કરોડના ખર્ચે ફ્રિસ્કિંગ બૂથ, વોક-વેનું પણ નિર્માણ થશે.

આ પણ વાંચો :-

તેલંગાણામાં ચૂંટણીનો માહોલ ગરમાયો, BRS પાર્ટીના સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર જીવલેણ હુમલો

•  જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનો મામલોમાં આતંકવાદીએ યુપીન મજૂરોને ગોળી મારી હત્યા કરી