આંદોલનકારીઓએ NCPના MLAના બંગલાને ફૂંકી માર્યો, મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બન્યું

Share this story

મરાઠા આરક્ષણ આંદોલન હિંસક વિરોધીઓએ બીડમાં એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસસ્થાન પર હુમલો કર્યો. પથ્થરમારો બાદ ભીડે વાહનોને આગ ચાંપી દીધી હતી. વિરોધીઓ દ્વારા ટોળાએ ધારાસભ્યના માજલગાંવના આવાસમાં તોડફોડ કરી હતી. આ પછી વાહનોની સાથે ઘરના બહારના પરિસરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

પ્રકાશ સોલંકે માજલગાંવથી ધારાસભ્ય છે. NCPમાં વિભાજન થયા બાદ તેઓ અજીત પાવર સાથે છે. તે મરાઠા સમુદાયમાંથી આવે છે. આ પહેલીવાર છે જ્યારે મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા લોકોએ કોઈ રાજનેતા પર આવો હુમલો કર્યો હોય. તમને જણાવી દઈએ કે મરાઠા સમુદાય લાંબા સમયથી સરકારી નોકરીઓ અને શિક્ષણમાં પોતાના માટે અલગ અનામતની માંગ કરી રહ્યો છે.

મરાઠા વિરોધીઓએ હિંગોલીના સાંસદ હેમંત પાટીલ સાથે પણ દલીલ કરી હતી. બીડ અને હિંગોલી બંને મરાઠવાડામાં છે. આ વિસ્તારમાં મરાઠા આંદોલન ખૂબ જ મજબૂત છે. ઘણા ગામડાઓમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે ત્યાં કોઈ રાજકારણીને પ્રવેશવા દેવામાં આવશે નહીં. મનોજ જરાંગે પાટીલે ફરી એકવાર અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરૂ કરી છે. તેઓ ૨૨મી ઓક્ટોબરથી ફરી ઉપવાસ પર છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં મરાઠા સમુદાયના ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી છે. આ રીતે મરાઠા આંદોલન હવે હિંસાના માર્ગે આગળ વધી ગયું છે.

આ પણ વાંચો :-