હમાસની સુરંગોમાં જ્યાં છૂપાયો હશે ત્યાં પથ્થર બની જશે આતંકી! ઇઝરાઇલે શરૂ કર્યું સ્પૉન્ઝ બોમ્બના ઉપયોગ

Share this story

ઇઝરાઇલે ગાઝા પટ્ટી પર આવેલ સુરંગોને બંધ કરવા એક નવા હથિયારની શોધ કરી છે. આ હથિયાર એક ખાસ પ્રકારનો બોમ્બ છે. જેમાં કોઈ પણ જાતનો વિસ્ફોટ થતો નથી. પરંતુ આ બોમ્બને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જયારે તે ફાટે છે ત્યારે તેમાંથી ફીણ નીકળે છે અને તે પથ્થરની જેમ મજબૂત બની જાય છે. પરિણામે આ બોમ્બનો મુખ્ય ઉપયોગ સુરંગોને બંધ કરવા માટે થાય છે.

ઇઝરાઇલ તેના ઈનોવેટિવ હથિયારો માટે વિશ્વભરમાં વિખ્યાત છે. ગાઝા પટ્ટીમાં હમાસના આતંકીઓની સુરંગો તે આ સ્પૉન્ઝ બોમ્બ દ્વારા બંધ કરશે. ઇઝરાઇલી સૈન્ય માટે સૌથી મોટો પડકાર આ જ છે. કારણ કે હમાસના આતંકીઓ આવી સુરંગોનો ઉપયોગ કરીને જ છુપાઈને હુમલાઓ કરે છે. આ પ્રકારની ગોરિલા યુદ્ધ પદ્ધતિ ઇઝરાઇલ માટે ખતરો બની રહી છે.

હમાસ આ સુરંગોમાં તેમના હથિયારો છુપાવે છે. ઇઝરાઇલ માટે ગ્રાઉન્ડ એટેક બાદ આ સૌથી મોટું કામ છે કે તે આ પ્રકારની સુરંગોને બંધ કરે. જો કોન્ક્રીટ અને સિમેન્ટના ચણતર દ્વારા સુરંગોને બંધ કરવામાં આવે તો તેમાં વધારે સમય અને ખર્ચ થાય છે માટે ઇઝરાઇલ દ્વારા સ્પૉન્ઝ બોમ્બ નામનું એક હથિયાર તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી સરળતાથી તે હમાસના આતંકીઓને આગળ વધતા અટકાવી શકે છે.

સ્પૉન્ઝ બોમ્બ પ્લાસ્ટિકની બેગમાં હોય છે. જેમાં બે અલગ અલગ કેમિકલ હોય છે. આ કેમિકલને મેટલ પ્લેટ અથવા સળિયા જેવી ધાતુથી અલગ રાખવામાં આવે છે. જેવી આ ધાતુ વચ્ચેથી દૂર થાય છે કે તરત જ રસાયણો એકબીજાના સંપર્કમાં આવી પ્રતિક્રિયા કરીને ફીણવાળું પ્રવાહી મિશ્રણ બનાવે છે. જે વાતાવરણની હવાના સંપર્કમાં આવતા ઝડપથી આખા વિસ્તારમાં ફેલાઈ જાય છે અને થોડા સમયમાં તે પથ્થરની જેમ મજબૂત બની ટનલને બંધ કરી દે છે.

આ પણ વાંચો :-